પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૨૨ સુદર્શન ગદ્યાવાલ, બાળીયુ ભેગવે છે એટલું જ છે, બાકી કોઈ જગદંબા કે સરસ્વતીનાજ અવતાર હોય તેવી છે. સંસારની તા એને વાસનાઓ નથી.. • ત્યારે બહુ સારું; રામનાથ રવિવારે આવે ત્યારે એની સાથે શિવલક્ષ્મીને મોકલજે. ” | રાજ્યની, ધરની, નાતની, વાત કરવામાં પતિ પાનીના વૃદ્ધ પ્રેમ પ્રસરતો ચાલ્યો; બને એક બીજાની વાતચીતથી ઘણીક ગુચવાતા નીવેડા કરતાં, કઠિન વાતોને આડી અવળી ઉથામીને ઉંચી મૂકતાં, સહજ વાતોમાં વિનોદ કરતાં, છેક બપોર સુધી બેસી રહ્યાં. હરસુખરાય વાતોના રસમાં દરબારમાં જવાની તૈયારી કરવાનું પણ વિસરી ગયો, અને જ્યારે શિવલક્ષ્મીએ આવીને જમવાનો સમય થયાની વદી આપી ત્યારે હરસુખરાયને, હજી સ્નાન કરી, સંધ્યાતર્પણુ આદિ પરવારી, શિવાર્ચન કરી, મધ્યાન્હ સંધ્યા સમેટી, ને જમવાનું હતું એ વાત યાદ આવી. પ્રકરણ-૫. e સુધારે આનંદપુરમાં સરકારી છાવણી થયા પછી બહુ આબાદી થઈ હતી. આસપાસનાં પચાસ પચાસ ગાઉ સુધી ફરતાં ગામમાં આનંદપુર જેવું શહેર હતું નહિં; વેપાર રાજગાર, વિદ્યાકલા, રાજકીય પ્રપંચ અને અંગરેજી વિચારાની અસરનું એવું એકે નગર એટલામાં હતું નહિ. ગૂજરાતી અને અંગરેજી ભણવાની સારા પ્રકારની નીશાળા ત્યાં સ્થપાઇ હતી એટલું જ નહિ, પણ લોકોને અપ્રિય એવી કન્યાશાળામાં એ લગભગ એક સે કન્યાઓ અભ્યાસ કરતી હતી. સરકાર તરફથી જે અમલદારને છાવણીમાં રહી લશ્કરી વ્યવસ્થા ઉપરાંત આસપાસના રજવાડાની સાથે અંગરેજ સરકારના સંબંધો સાચવવાનું કામ હતું તેની પ્રિતિ પ્રાપ્ત કરવાનો સારામાં સારો રસ્તો એજ હતા કે અંગરેજી રીતભાતનું અનુકરણ કરવું અને દેશી રીતભાતને તિરસ્કાર કરતા જા. કેટલાક ખુશામદાર સ્વાર્થી લોકો પોતાના લાભ માટે આવું કરતા, ત્યારે કેટલાક પોતાના અંતઃકરણથીજ તેવું માનતા અને તે પ્રમાણે આચાર વિચાર રાખતા. આનંદપુર આશરે ત્રીશેક વર્ષથી અંગરેજી અસરોને આધીન થયેલું હતું, ઘણાક વૃધ્ધા મરી ગયા હતા, અને અંગરેજી અસરમાં ઉછરેલા જવાન આ સમયે તે સ્થાનમાં મુખ્ય થયા હતા. ઠેઠ વીલાયતથી ધમાદા ઉગરાણુ કરી કરાવીને આ હિંદુસ્તાનના જંગલી મૂર્તિ પૂજાના આત્માને ઉદ્ધારવાની દયાલુ લાગણીથી ઘણાક પાદરીએ આ દેશમાં અંગરેજી રાજયના કરતાં પણ પહેલેથી આવતા. પ્રથમે તે ગેારા લાક વેપાર કરવા આવતા ને તે પછી ધર્મને ઉપદેશ કરવાને ફક રતા. વેપારને બદલે રાજ્ય કરતા થયા ત્યારે પણ ધર્મનો ઉપદેશ કરનારા તો દેશમાં ચાલુજ રહ્યા. અંગરેજી રીતરીવાજ સમજવાનું મુખ્ય સ્થાન એવા ધર્મોપદેશજ ગણાતા. રાજ્યકર્તા અધિકારીઓ તે પોતાને માન મરતા સાચવી રૈયત સાથે ઝાઝો વ્યવહાર રાખી શ તા નહિ; પાદરીએજ સર્વની સાથે હળી મળી, સુખ દુ:ખની વાત કરી, જાણે તેમનામાંનાજ હાય એમ તૈયતને રીઝવી શકતા, તથા પોતાની રીતભાત સમજાવી રયતની રીતભાત સમજી લેતા. આનંદપુરમાં જે અંગરેજી નીશાળ હતી તે પાદરીઓની કાટેલી હતી. ત્યાં શાલાના હેડમાસ્તરે એક નાની સરખી મંડલી સ્થાપી હતી અને પહેલા વર્ગના છોકરાઅને તેમાં ગમે તે વિષય ઉપર વાદવિવાદ કરવાનું શીખવામાં આવતું હતું. મોટી ઉમરના ગૃહસ્થા પણ આવીને સાંભળવા બેશી શકતા. વધારે બુદ્ધિમાન એવા કેાઈ કોઈ વિદ્યાર્થીઓને તે શાળાના શિક્ષકા પિતાને ઘેર બેડલાવી તેમની ધરખટલાની, વેપારની, ધંધાની તેમજ an aihifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 22850