પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

20194/28 એભ્યાસ, બર સમજીને વાચવા એજ ઉત્તમ માર્ગ છે. પૂર્ણ રીતે ન સમજાય તેવા લેખને એકવાર ઉપર ઉપરથી દષ્ટિ તલે કાઢી જવા અને એ ગ્રંથમાં ઉપક્રમ અને ઉપસંહાર કેવા પ્રકારના છે, એમાં વારંવાર શી વાત પ્રતિપાદન થાય છે (અભ્યાસ ), એમાંથી મુખ્ય નવી વાત શીસિદ્ધ થાવાની છે ( અપૂર્વતા ) પ્રતિપાદનથી લ શું કાર્યું છે, અને એ બધા વિષય ચર્ચાતાં કેવી યુક્તિ અને કેવી પ્રેત્સાહક રચના કરવામાં આવી છે, તે સર્વ સમજી લેવું. ત્યાર પછી સુમ દૃષ્ટિએ એના એજ ગ્રંથને થોડે થોડે પુનઃ વાચવા માંડી અને તેને સમગ્ર પિંડતીર્થ મનમાં ઉતારી લે. વાચતી વખતે લખનાર શું કહેવા ઈચ્છે છે તેજ સમજવા ઉપર દૃષ્ટિ રાખવી, સુરત સુરત તેનાં વચન ઉપર અશ્રદ્ધા કરી ખંડનના વિચારમાં પ્રવૃત્ત થવું નહિ. વાચેલા વિષયને મનમાં ઉતારી લેઈ અવકાશને સમયે મનન કરવું. યુતિથી જેને નિશ્ચય થયે છે તેવા વિચારોની પોષક યુક્તિઓ તેમાં જોડવી અને ઘાતક યુક્તિઓ તેમાંથી દૂર કરવી, એ પ્રકારે જે આવૃત્તિ તેને મનન કહે છે. વાચનથી નિશ્ચય થતાં તે વિષયને અમુક લેખ પ્રમાણ છે કે નથી એ સંશય મટી જાય છે, અને મનનથી સાધક બાધક યુક્તિના નિશ્ચય થતાં તે વિષય પિતે યથાર્થ છે કે નથી એ સંશય મટી જાય છે. અને આ પ્રમાણે નિશ્ચય કરેલા નિઃશંક વિષયનું જ રૂપ જ્યારે આપણી બુદ્ધિ ધારણ કરે, તદાકાર થઈ જાય, ત્યારે એ વિષય સંબંધી કોઇ પણ વિપરિત ભાવના રહેતી નથી, અને તે વિષયના પૂર્ણ આનંદ અનુભવાય છે. આને નિદિધ્યાસન કહે છે. ત્યારે વાચનમાત્રનું ફલ, જે વિષયનું તે વાચન હોય, તે વિષયનાં સંશય અને વિપરીત ભાવનાને દૂર કરવાં એટલું જ છે. અને એમ છે ત્યારે એ પ્રકારેજ વાચન ચલાવવું કે જેથી વાચવાના વિષય ઉપર સંશય કે વિપરીત ભાવનાને અવકાશ આવે નહિ. વાચન ઘણી વાર સ્વતઃજ થઈ શકતું નથી, કોઈ વધારે નિપુણ અને તે વિષયના અધિક જ્ઞાતાની અપેક્ષા પડે છે. તે પ્રસંગે તેવા પુરુષનો આશ્રય કરો. એનેજ શ્રવણ કહે છે. સત્સમાગમની સર્વદા અભિરુચિ રાખવી; યોગ્ય મહાત્માના મુખમાંથી નીકળતાં, અન્ય સ્થાને ક્ષાર જલવત લાગતાં વચને પણ, મેધદ્વારા આવતા સમુદ્ર જલની પૈઠે મિષ્ટ અને પાપક થઈ રહે છે. જ્ઞાન અને અનુભવ ઉમયને જેનામાં પ્રત્યક્ષભાવ પ્રતીત થતા હોય તેવા મહામાઓ સંગમાત્રથી પણ બહુ બહુ લાભ કરે છે. કથા વાર્તા શ્રવણ કરવાના નિયમ ઘણા લોકો રાખે છે, પણ તે સ્થાનેથી જે શ્રવણ કરી લાવે તેનું મનન કે નિદિ વ્યાસન કરતા નથી એ અનિષ્ટ છે. તેમાં પણ સ્ત્રીઓએ કથા વાત સાંભળવા કે ગુરુ કર. વાને કરવું’ એ વાત અત્યંત અનુચિત અને અશાસ્ત્ર છે. સ્ત્રીને તો પોતાના પતિ વિના અન્ય ગુરજ નથી, એટલે શ્રવાણાદિક જે કાંઈ લાંભ તે તેને પોતાના પતિની સેવાથી પ્રાપ્ત કરવાના છે. ગુરુ, સંત, સાધુ, મહાત્મા આદિની પાસેથી સધ લેતાં પણ એમ ધારવું" એ ચૂક છે કે કેવલ ગુરકૃપાથીજ સર્વ સિદ્ધિ આવી જશે. પોતાની સાધનસંપત્તિ અને પોતાના પુરુષાર્થ વિના બતાવેલ પણ માર્ગ કે બોધ કશા ઉપયોગનો નથી એ વાત કદાપિ વીસરવી નહિ અને સત્સંગને ઉત્તમ લાભ લે. અનેક ગ્રંથ જે નથી આપી શક્તા તે એક સતસંગ આપી શકે છે. ચિરનિવાસ થઇ પરિચય વધતાં શિષ્યની રીતિ કતિ પ્રતિ સાધનસંપત્તિ આદિ સમજી લેઈ યોગ્ય ગુર જે માગે તેવા જનની વૃત્તિ બ્રહ્મભાવનામાં પુર્ણ થાય તેવે માર્ગ કરી દે છે. ગુસમીપ જે કાર્ય માટે જવું તેજ સાધવું': અ-યવાર્તાની anahi Feritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850