પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 "મારૂ જીવનચરિત, ૭૨૯ છે, અને સાહેબના ઉપર ઠેઠ ઈડીયાસરકાર સુધી અરજી કસ્વા ધારે છે. આ વિચાર મનમાં ભરાવાથી સાહેબ રાતે પીળા થઈ અકળાઈ ગયો, અને હરસુખરાય કયારે મળવા આવે તેની રાહ જોતા બેઠે. હરસુખરાય પાઠ પૂજામાંથી એક બપોરે પરવારે ત્યારે સાહેબ કચેરીમાં હોય, સાંજે સાહેબ નવરા થાય ત્યારે હરસુખરાયને સંધ્યાનો વખત થાય, એમ બે ચાર દિવસ નીકળી જવાથી મુરારજી સાહેબને સારી રીતે તૈયાર કરી શકો. સાહેબ છેવટે ત્યાં સુધી વિચાર બાંધી બેઠે કે હરસુખરાયના ઉપર હવણાંજ એક વારંટ કાઢી એને કેદ કરો. ગેપીનાથે હરસુખરાયને વાતચીતમાં સહજ કહેવાઈ જવાયું હતું કે કરમચંદ અને મુરારજી કોઈ ખટપટમાં પડેલા છે. જે ઉપરથી ચેતી જઇને આ ચંચલ નાગર પોતાની સાવધાનીમાંજ રહેતા હતા. એમ કરતાં હરસુખરાય એક દિવસ સમય સાધીને સાહેબને મળવા ગયા. મુરારજીએ હરસુખરાયને બહુ બહુ રીતે માન આપી સાહેબ આગળ રજુ કર્યો અને સાહેબ તથા હરસુખરાય વચ્ચે, વિનય વિવેક થયા પછી, મુદ્દા ઉપર વાતચીત ચાલી. નવાબ સાહેબ રાજકાજમાં બરાબર લક્ષ આપતા હોય એમ લાગતું નથી.” “ મારા અનુભવ એવો નથી, પરંતુ જ્યાં સુધી પોતાના નોકર હુકમ બજાવી શકે ત્યાં સુધી ધણી પતે તો દેખરેખ કરતાં વધારે શું કરી શકે ? ” - “ મારે એમ માનવાનું કારણ છે, હરસુખરાયજી ! કેટલાક લોકોને દાદ ફરીઆદે પહોચ્યા વિનાજ નોકરીમાંથી બરતરફ કરવા અને તે લોકો જ્યાં ત્યાં નવાબસાહેબની બગદેઈ કરતા ફરે તે ચાલવા દેવું એ વાત વાજબી નથી ” “ આપ કરમચંદને માટે કહેતા હશે, પણ એમાં નવાબસાહેબે કાંઈ ખોટું કર્યું નથી.” આવા સીધા અને પિતાના વતનથી વિરુદ્ધ ઉત્તરને સાંભળી, ચીડાવાને તત્પર થઈ રહેલા સાહેબ ચીડાઈ ગયા અને ક્રોધથી બોલી ઉઠયા; “ ત્યારે તે પેલે કાગળ લખવામાં પણ નવાબસાહેબે કાંઈ ખોટું નહિજ કર્યું હોય ?” | હરસુખરાયે જરા પણ ધીરજ ન તજતાં, શાન્તિથી કહ્યું “ હું આપને એ વિષે જે કાંઈ કહીશ તે ઉપર આપને વિશ્વાસ બેસશે. ” - “ શું તમે મને એ રીતે બાંધી લેવા ઈચ્છો છો ? સરકાર પિતાને ખાતરી થાય તેવી રીતે તજવીજ કર્યા વિના રહેનાર નથી.” “ તે તે તજવીજને અંતે સત્ય ઉધાડુ થયા વિના રહેનાર નથી, એવી મને ખાતરી છે એટલે આપ એ તજવીજને જેટલી ઉતાવળથી શરૂ કરવા ઇચ્છતા હો તે કરતાં વધારે ઉતાવળથી હું ઈચ્છું છું.” * “ એમ કહેવાય છે કે એ કાગળના લખનાર તમે છે” એમ કહીને પોતાના આવા આરેપતી શી અસર થાય છે તે જોવાનું સાહેબ એકી નજરે હરસુખરાયના વદન ઉપર જોઈ રહ્યો. હરસુખરાય સીધા, સરલ, પ્રામાણિક રાજપુરુષ છતાં અનુભવથી ઘડાઈને બહુ ઉડે અને શાન્ત થઈ શકયા હતા. સરલ પ્રકૃતિમાં જે તીવ્રતા, તીખાશ, અને અગ્ય વચન સાંભળતાંજ એકાએક સળગી ઉઠવાની ક્ષણિક દુબ લતા હોય છે તેમાંથી હરસુખરાય, આટલી લાંબી ઉંમરે, મુક્ત થયા હતા. ધીમેથી બોલ્યો; “ એ વાત તદત ખરી છે; પણ એમ કહીને હું આપની પાસેથી માફી માગતા નથી; જેમ બને તેમ જલદીથી પૂરા કરી મને આપ ગુનેહગાર ઠરાવે એજ માગું છું. ” . sanahi orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50