પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂં જીવનચરિત. ૯૩૧. રામનાથ કાંઈક ઉત્તર ગોઠવવા જતા હતા એવામાં હરસુખરાયની ગાડી ચેકમાં આવી, અને ભાઈ બહેન અને પિતાને ભેટવા નીચે દોડી ગયાં. રામના પિતાને નમન કર્યું અને હરસુખરાયે તેને પોતાની પાસે તાણી લેઈ ગેપીનાથ, તેમનાં કુટુંબી, સરસ્વતી સર્વની ખબર અંતર પૂછી, જે રામનાથે નિઃશંક હદયે, પોતાના બાલભાવથી, કહી બતાવી. સરસ્વતીની હ. કીકત કહેવામાં હરસુખરાયે રામનાથના બેલવામાં કાંઈક વધારે ભાવ અને આધાત દીઠાં પણ બાલક ઉપર ડોસાને વધારે સંશય થયે નહિ. ધરમાં જઈ વાળુ કર્યા પછી સૂવા પહેલાં રામનાથને હરસુખરાયે તેના અભ્યાસ વિષે ક. હતાં એટલું કહ્યું કે “ તું બહુ નાની અને અનુભવ વિનાની વયનો છે, સંસારમાં બહુ બહુ પ્રકારની વિકટતામાં તારે ઉતરવાનું છે, માટે હવણાં તારા તાજા હૃદયને પ્રવાહ આડી અવળી વાતામાં વહેવરાવીને ગુમાવી નાખીશ નહિ. તારા હૃદયમાં જેટલું બલ હોય તે સંધરી રાખજે, આગળ તેને બહુ ખપ પડશે. વિદ્યા પ્રાપ્ત કરવામાં થાય તેટલે શ્રમ કરી એ બલને કે માર્ગે ઉપયોગમાં લેવું તે સમજવાને હવણ જેટલે આયાસ કરશો તેટલો આગળ જતાં લાભ થશે. હું જે કહું છું તે તને નહિ સમજાતું હોય, પણ શિવલી તને સમજાવશે. એને પૂછ્યા વિના તું કશું કરીશ નહિ, એની આજ્ઞામાં રહેજે.” પ્રાતઃકાલે બને છોકરાંને રમાડી આશિર્વાદ દેઈ હરસુખરાય પ્રમૈદપુર ગયા. પ્રકરણ-૭, સંસારનો આરંભ. પિતા પુત્રને જુદા પડયાને આજ ત્રણ વર્ષ થઈ ગયાં છેઃ વચમાં ઘણી વાર મળવુ, હળવું થયું છે; હરસુખરાયને ઉમરને લીધે તથા કાર્યભારની ચિંતાને લીધે ક્ષયને દુર્ધટ વ્યાધિ જણાવા લાગ્યા તે સમયે રામનાથ, શિવલમી, અને બીજા બને ભાઈઓએ તથા કમલાગારીએ તેમની સેવા કરવામાં બાકી રાખી નથી. અત્યારે તે રામનાથ પ્રમાદપુરમાં પોતાની હવે. લીને ચાયે માલ એકલે બૈઠા છે. પિતા ગયા, કૈલાસસ્થ થયા; માતાને વૈધવ્યું અળ્યું; પાતાને માથે સમગ્ર ભાર પડ્યા છે; અભ્યાસ બંધ કરવો પડ્યો છે. કુલક્રમાગત વહીવટ પ્રમાણે એકવીશ વર્ષની નાની વયના તરણુ રામનાથને નવાગે કારભારીને પાશાખ આજેજ દરબાર ભરીને આપ્યા છે. એ આનંદમાં ગોપીનાથ, સુંદરલાલ, સરસ્વતી આદિ સ્નેહી સંબંધી તથા મુરારમતિ ખટપટીયાઓ સર્વ ભેગાં થયાં છે. કમલાગારી રામનાથનું મુખ જોઈ જોઈ આનંદાશ્રુ પૂર્ણ નયને નવાં કારભારીનાં ઓવારણાં લેતી, ક્ષણ વાર વૈધવ્યના દુ:ખને વીસરી ગઈ છે. ઘરમાં કંસારનાં કડાયાં ચઢયાં છે, સમસ્ત જ્ઞાતિને અને સ્નેહી સંબંધી આદિ અનેક બધુવર્ગને ભજન કરવાની ધામધૂમ ચાલી રહી છે. પણ રામનાથ આ બધા મંગલધ્વનિના શારમાંથી છુપાઈને ઉદાસીન વદને એકલે એકાંત મેડીમાં કેમ ભરાઈ બેઠે છે ? રામનાથ ઘડીક તે ગાદી તકીયે પડ્યા પડા વિચારમાં ને વિચારમાં કહ્યું બેલ ન હત', કાંઈ વિચારતા હતા કે નહિ તે પણ સમજાતું ન હતું. પણ એકાએક એના કપ લ ની રગેડ તરી આવી, એના વદન ઉપર કાંઈક સુરખીવાળે પ્રકાશ છવાઈ રહ્યો, હે! જરા Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50