પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૩૪ સુદર્શન ગવાવલિ. તે એ પ્રવાહના સર્વપ્રસિદ્ધ માર્ગથી અજાણી રહી તું' એ પ્રવાહને કોઈ અન્ય માર્ગમાં વાળી શત. અત્યારે તે અશક્ય છે; તું એ ભાર ઝીલી શકતી નથી. રામનાથે તુરતજ ગાદી ઉપર ટટાર થઈ જરાક નીચા નમી, સરસ્વતીને બડે હાથ ફેરવતાં ધીમા અને પ્રેમયુક્ત સ્વરે કહ્યું બહેન ! શા માટે આમ અકળાય છે ? તારૂં કેાઈ કેમ નથી, સર્વ તારું છે. ” | સરસ્વતીને “ સર્વ તારું' છે ” સાંભળી જે શીતલતા વળી તેને “બહેન ” એ સંબ• ધનના તાપે ઉરાડી દીધી; તથાપિ રામનાથના કરસ્પર્શથી શાન્ત પડી, કાઈ ત્યાગીને તો સ્ત્રીચરિત્ર લાગે એવા મૃદુભાવે, બાળપણમાં સાથે રમ્યાના પરિચયથી સંકોચ જતો રહે, એટલે બાબા રામનાથના મેળામાં લડી પડી. “ સર્વ મારું છે ત્યારે બીજી વાત રહેવા દઈને કહે રામનાથ ! તું મારો છે ? ” રામનાથને હવે વિકટ પ્રસંગ આવ્યા; શું ઉત્તર દેવું તે ન સૂજવાથી, બાલ્યોઃ “તું” શું પૂછવા માગતી હતી. ” સરસ્વતી તુરત બેઠી થઈ જઈ, રામનાથના સામું જોઈ, બેલી “ આ જે પૂછયું: તેજ; એનું ઉત્તર નિષ્કપટપણે આપ, એટલે મને મારા ભવિષ્યની ખબર પડે, ” “ મારી શિવલક્ષ્મી એવું પૂછે તો હું શું કહી શકુ ? ” ત્યારે મને પણ તું તેવું જ કહેવા ઇચ્છે છે ? ” રામનાથ ઉત્તર આપે તે પહેલાં તે શિવલક્ષ્મી અંદર આવી અને બે ભાઈ ! જમવા ચાલે, હવે તૈયારી થવા આવી છે, હું બધું પરવારીને તમારી બેની રમતમાં ગંમત કરવા આવી છું” એમ કહેવા લાગી. રામનાથ ઉભા થવા જતા હતા, પણ સરસ્વતીના મુખ ઉપર કાંઈક વૈલફ્ટ આવીને એક ઝીણું વાદળાની પેઠે તુરત જતું રહ્યું તે ચતુર શિવલમીની દષ્ટિ ચેરાવી શક્યું નહિ. તેથી શિવલમી સરસ્વતીની પાસે લાડ કરતી બેઠી, અને બોલી “બહેન ! ભાઈ પાસે આજ તમે શું માગ્યું ? મારે પણ માગવું છે તે તમે કહો એટલે મને સૂજે.” - રામનાથને ઠીક પ્રસંગ આવ્યો; ઉમે થયો હતો ત્યાંથી આમ તેમ ફરતે ફરતે બન્નેની પાસે આવીને થાજો ને શિવલમીને કહેવા લાગ્યો; “ બહેન તુ માગ, એટલે સરસ્વતીને સમજણ પડે; એ જે માગે છે તે તો હું સમજી પણ શકતા નથી. ” “ એવું તે શું માગે છે સરસ્વતિ !” હુતો કાંઇ માગતી નથી; એ કહે છે કે માગ, ત્યારે કહું છું કે તમારા સ્નેહ છે તે રાખજે એજ માગુ છું.” - અને એમ કહું છું કે શિવલમી એવું માગે તે જે વચન આપું તે હું તને આપું છું. ” ધન્ય છે ભાઈ ! ” શિવલમીએ પોતાના ભાઈનું' ચાતુર્ય, પવિત્રપણું, દઢાગ્રહીપણું, અને મમતામાં પાછા ન પડવાપણું, ઇ, કારભારીના દીકરાની પોતાના આગળ સર્વ વાત યુક્તિથી પ્રસિદ્ધ કરવાની રીતિ જોઈ, હષેમાં સહજેજ બેલાઈ ગયું. પણ તુરતજ સરરવતાને તે બધા ભાવ ન સમજવા દેવાના હેતુથી તેણે કહ્યું “ બહેન ! રામનાથ જેવા અન્ય પ્રીતિવાળા ભાઈ જગતમાં બહુ થાડા હશે. આપણે જગતમાં એકલાં પડયા જેવાં, નોધારાં છીએ, પણ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450