પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદરને ગદ્યાવલિ, ચિકિત્સા કરવી કે ગુરના અન્ય વ્યવહાર ઉપર આક્ષેપ કરી શંકા અને વ્યગ્રતા કરવી એ શિષ્યને પોતાને જ હાનિકારક છે. સંસારના નિત્ય વ્યવહારમાં સર્વત્ર સાધુજનોનેજ સમાગમ થતો નથી; અનેક પ્રકારની પ્રકૃતિઓના સંસર્ગમાં આવવું પડે છે, પોતાને અવશ્ય કર્તવ્ય એવા જે જે વ્યવહાર હાય તેમાં જે જે પ્રકૃતિને વેગ થાય તેને પોતાના વ્યાવહારિક કાર્ય જેટલેજ સંબંધ રાખી, મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવા નહિ. જ્યાં હોઈએ ત્યાં પારકા, એટલે આપણા શુભ નિશ્ચયને વિરોધી, એવા વિચારથી તણાઈ જવા કરતાં આપણા શુભ વિચારમાં અને ન્ય જનો દોરાય તેમ કરવાનો યત્ન રાખવા. મત્રી, પ્રેમ આદિ ભાવનાઓથી ઘેરાઈ તમે મિત્રો કરતા હશે, પત્ની પ્રેમમાં કે માતા પિતા પ્રતિના વાત્સલ્ય પ્રેમમાં અનુરક્ત હશે, પણ ત્યાં એ કાર્ય માત્રને કર્તવ્યબુદ્ધિથી કરતા જશે, ‘ હું '—મારુ” ” એ અંશને ભુલવાની કેળવણી લેતા જશો તે મૈત્રી અને પ્રેમ સર્વ રીતે સાર્થક થઇ ઉભયને લાભકારી થશે. હું અને મારું ભુલી જવું એટલે એમ નહિ કે જડ જેવા બની જઈ મિત્ર કે પત્નીનાં વચન અને વિચારનેજ વશ થઈ જવું; એ ભુલી જવાનો અર્થ એટલેજ કે તેમના ઉપર હું અને માર’ એવા ભેદ વિનાને તમારા પ્રેમ દર્શાવી તેમને તમારા નિશ્ચયમાં અનુકૂલ, ળને એમ તેમના જીવનને પણ ઉન્નત, કરતા જાઓ. - આ પ્રકારે આહાર, વિહાર, વિચાર, વાચન, સંગત, વ્યવહાર, આદિ સર્વ વાતામાં વિરાગની વૃત્તિ પ્રવેશ કરશે તે પછી કોઈ સ્થાને અતિ આગ્રહ કે અનાદરની બુદ્ધિ તમારામાં રહેશે નહિ; કોઈ મનુષ્ય પદાર્થ આદિના અભાવે તમને કલેશ થશે નહિ; પરજીવનમાં પણ તમને સ્વજીવન એટલે સુધી ભળી ગયેલું લાગશે કે પારકાં હર્ષ શેકથી તમને હર્ષ શેક થયા વિના રહેશે નહિ અને શક્તિઅનુસાર પૈસા પણ ખર્ચવાની ઈચ્છા થો: ૬ કશું ? મારું નથી ? એ અનુભવ આવતાની સાથે જે શૂન્યતા થઈ જાય તેને બદલે ‘ બધું મારું છે' એવી પૂર્ણતા આવશે; અને વિવેકાદયથી જે પ્રકાશ તમને ઝાંખે ઝાંખે જણાતા હતા તે આ પ્રકારે શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે. અકસ્માતજ તમને તમારી . આશાઓ અને ઇચ્છાઓ પૂર્ણ થતી જણાશે, નહિ ધારેલા ખુલાસા તમને સ્વપ્નમાંથી, પુસ્તકોમાંથી કે કોઇની સામાન્ય વાતામાંથી પણ પ્રાપ્ત થઈ આવશે, યોગ્ય કાલે યોગ્ય જ્ઞાન તમારે હાથ આવ્યા વિના રહેશે નહિ. તમારી દૃષ્ટિજ કાઈ દિવ્ય પ્રકારે ખુલી જશે, વ્યાધિ, જડતા. સંશય, પ્રમાદ, આલસ્ય, વિપયભેગેચ્છા, વિપરીત જ્ઞાન, ચંચલતા, અસ્થિરતા, એ નવે ચિત્તવિક્ષેપ જે યેગસૂત્રમાં ગણાવ્યા છે તે રહેશે નહિ અને આગળની જે સમાદિષસંપત્તિ તે પ્રાપ્ત કરવાને તમે સર્વ રીતે યોગ્ય થઈ શકશે. વિવેક પૂર્વક વિરાગ પ્રાપ્ત થઈ વ્યયવહારમાં શી રીતે વિરાગવાન રહેવું અને વિરાગને કેવે પ્રકારે પુષ્ટ કરા એ કહેવાઈ ગયું. વિવેક વિરાગ આદિ પ્રાપ્ત કરવાના હેતુ એ છે કે અભેદભાવનાથી હૃદય અહોનિશ છલકાઈ જાય તેમ ભરેલું રહે. એ પ્રકારની પૂર્ણતા પ્રાપ્ત કરવાને અર્થે આવશ્યક છે કે કોઈ પણ સ ધન કેવલ અભાવપર્યવસાયી થઈ ન જવું જોઈએ. વિવેક એટલે અનામપદાર્થથી વૃત્તિને વિદૂર કરવી એટલે અનાત્મની આસક્તિને અભાવ, એટલામાંજ andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50