પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વર્ષારંભ, | હે૪૧ તેમની યોગ્યતાનું ભાન કરાવવું એ પણ મારા લક્ષમાં પ્રધાન વાત જાણવી, નહિ કે ફક્ત અમુક રીતિની શિક્ષણપદ્ધતિ વગેરેની વાત કરીને જ હું સંતોષ પામવાની. એથી ઉતરતે દરજજે સાંસારિક વ્યવહાર તપાસવા તેમાં મુખ્ય કરી મારી જાતિની તપાસ વધારે ધ્યાનમાં રાખવી. તેમનામાં મૂલથી કેવા ગુણ ઈશ્વરે મુક્યા છે. હાલ તે કેવા થયા છે, શા કારશુથી અને કેમ સુધરે એ વગેરે નો વિચાર કરતાં, તેમની સંસારમાં કઈ જગો છે તેને પણ ચેખે નિશ્ચય કરતાં જ એ મારા હૃદયમાંના લેહીમાંજ પ્રસરી રહેલી વાત છે. આવા કામમાં મારી જાતિનાંજ લખનાર બોલનારની મદદની જરૂર છે ને તે મને આ બે વર્ષમાં તો ઠીક મળી છે. આગળ પણ મળશે એવી આશા છે. આવી વાતના પ્રસંગે હાલમાં ‘ સુધારા ' ને નામે કઈ આમ તેમ રખડયાં કરે છે, ઘડીમાં આવું રૂપ ધારણ કરે છે, ઘડીમાં આવું કરે છે, ને ખરે રૂપે કહી પણ જણાતો નથી તેને પકડી ને ખુલ્લા પાડી ખરે રૂપે એળખાવવા પણ ચુકવું નહિ. એક મારે નહિ લેવા દેવા રાજકાજની વાતો જોડે. પણ તેની સંભાળ લેનારાં કયાં થોડાં છે ? એટલે મારે તે વાત હાથમાં લેવી સારી નહિ. ને બા, આપણું સ્ત્રીઓનું એ કામ પણ નહિ. આપણે તો આપણું ઘર એ આપણું રાજ્ય. આપણાં બાળબચ્ચાં, આપણી પ્રજા ને આપણો ધણી આપણો મુખ્ય પ્રધાન, અથવા એને તે પ્રધાન નહિ કદાપિ રાજાજ કહીએ તો ચાલે, પણ તેનીને આપણી સત્તા તે સરખીજ, ફેર એટલે કે તે ઘરની તીજોરી સંભાળનાર ને આપણે તે તીજોરીમાંથી એને ને આખા કુટુંબને માટે આનંદની ઉત્પત્તિ કરી આપનાર. આપણું તો રાજ્યજ એમ આખા ઘરમાં જાણવું. બીજે કહીં હોયજ નહિ. ને હું તે મારે આખા દેશ ને આખી દુનીયાં મારું ઘર જાણ છું. મારે તે સર્વે મારા હૃદયમાં લખેલાં છે. રાજકાજની વાતની આપણે ભાંજગડ શી ? આપણામાંથી પરવારીએ તે બીજા રાજને જોવા જઈએ. રાજ તે કાનું ? માણસનાં શરીર ઉપર રાજ ચલાવ્યું તેમાં શું કમાયાં ? રાજ તો ખરૂં આપણું કે સર્વના મન ઉપર જામેલું' છે. આપણું રોજ જે ખરૂં” ને મજબુત હોય, તથા આપણા રાજમાં પ્રજા સારી પેઠે સુખ ચેનમાં ને આનંદમાં તથા સન્માર્ગમાં હોય તે બીજા બધાં રાજ એની મેળેજ આવી ૫ડવાનાં. માટે આપણે તે આવા હેતુઓ રાખીને કામકાજ આરળ્યું છે. કહો ત્યારે તમને ભારાપર વિશ્વાસ છે? એનું એજ હવે ફરી પુછું છું. - ભલે એને જવાબ તમારા મનમાં જ રાખે; મારે નથી સાંભળો. જેને પોતાની ફરજ કરવી તેને બીજી વાતને શો વિચાર ! ચાલે ત્યારે આજથી વળી એક વર્ષ વિશેષ આપણે. મળીએ, જોઈએ કેવો સંબંધ થાય છે ! અગષ્ટ-૧૮૮૭. વર્ષારંભ. ( ૧૬૩) નવરાત્રિના શુભ દિવસે ચાલે છે, મહાશક્તિનું સ્મરણ મહાલક્ષ્મી કાલિ, ભવાની, અંબિકા ઇત્યાદિ અનેક રૂપે થઈ રહ્યું છે, પણ સરસ્વતી દેવીને કેાઈ ભાગ્યેજ સંભારતું હશે ! હા, કોઈ કાઈ આ સમયે “ સરસ્વતી પૂજન' કરનારા નીકળે છે ખરા, પરંતુ તેના ખરા ભકતો ! તે વિરલાજ !! મારે તો તેનીજ ઉપાસના છે, તેનીજ ભક્તિ છે, ને તેનાવડે હું છું. આજ andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750