પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. | મને પાંચમું વર્ષ બેઠે', હવે મારે વધારે ગંભીર થવાની અપેક્ષા છે. મારાં સંબંધી પણ હવે વધવાંજ જોઇએ. અસ્તુ. એવાજ આશયથી એક નવી યોજના માટે કરવો પડે છે, ને તે સર્વને અનુલ થશે એમ સંપૂર્ણ આશા રાખું છું: આ પત્રનાં હક હોઇ, જે સ્ત્રી પુરુષે પત્રમાં સારા વિષયે લખો-સારા તે ભાષા તેમજ વિચારથી–તેમને વર્ષાન્ત એક સુવર્ણમુદ્રાક્ષ (સેનાને ચાંદ ) ઇનામ આપવામાં આવશે. એ ઇનામની યોજના એવી રહેશે કે જેટલા વિષયે બાર અંકમાં પ્રસિદ્ધ થયા હશે તેટલામાંથી પસંદ કરવામાટે એક પત્ર પ્રતિગ્રાહક તરફ મોકલવામાં આવશે, કે કોને મુદ્રા આપવી ? જેની તરફેણમાં ધણા ગ્રાહકોનાં મત આવશે તેને મુદ્રા મળશે, આવેલા વિષયો ક્રમશઃ દાખલ થશે, પણ કોઈ વિષય દાખલ કરવો કે ન કરે તે તંત્રીના વિચાર ઉપરજ રહેશે. બીજી યોજના એવી રાખવામાં આવે છે કે જે સ્ત્રીપુરુષે આ પત્રનાં ગ્રાહુકની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરશે, અને પોતાની જવાબદારીથી ગ્રાહકે લાવી તેમનાં લવાજમ વસુલ કરાવી આપશે, તેમને તે ગ્રાહુકેમાટે પત્રની હયાતીસધી દશ ટકા લેખે કમીશન મળી શકશે. ગ્રાહક દશથી ઓછાં હાવાં ન જેઇએ, જે ગ્રાહક હાલ છે તેમને દશ દશમાં વહેચાઈ જવાની જોગવાઇ કરવી હોય તો તેમ થઇ શકશે, પણ જાના ગ્રાહકનું જે દશક થાય તેમાં ઓછામાં ઓછાં ત્રણ નવાં હોવાં જોઇએ, એ બે યોજનાથી પત્રના વિસ્તાર અને લખવાની અભિરુચિ તથા સદ્વિચારનીદ્ધિ એજ મુખ્ય રીતે ઇરછેલાં છે, એમાં દ્રવ્યપ્રાપ્તિની લેશ પણ ઈચ્છા નથી. મૂલથીજ આ પત્રને તે આશય નથી. કેવલ સદ્વિચાર અને સદ્વર્તનની દ્ધિ કરવા ઉપર તેનું લક્ષ છે, સુજ્ઞને અધિક કહેવાની અપેક્ષા નથી. અટાર. ૧૮૮૯, સુદર્શન. ( ૧૬૫ ) * પ્રિયવદા ” એ નામથી ચાલતુ માસિક હવે “ સુદર્શન ” એ નામથી ચાલશે. “પ્રિયંવદા” ને પાંચ વર્ષ થયાં છે, ને એ પત્ર જ્યારે સ્થાપવામાં આવ્યું ત્યારે તેને કોઈ પણુ નામ આપી તે દ્વારા અમુક પ્રકારના વિચારો બહાર પાડવા, અને તે જે વર્ગને ચ્ચે તેમનેજ માટે પછી આ પત્ર વધારે વધારે પ્રયત્ન કરે તેમ કરવું એ ઉદ્દેશ હતો. નાનાનુસાર ઉદેશ રાખી સ્ત્રીવર્ગનેજ સવિશેષ ઉપયુક્ત થાય તેવા વિષયે લખવા ઉપર વધારે લક્ષ રાખી આરંભ કર્યો હતો; ને તે સર્વે વાંચનારને પ્રથમ વર્ષના અંકોમાં સ્પષ્ટ જણાય તેમ છે. પણ એકાદ બે વર્ષના અનુભવે એમ શીખવ્યું કે જે વર્ગ માટે એ વિષયે ધારવામાં આવ્યા છે તે વર્ગતરફથી તેમને જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી; કવચિત એમ થવામાં પત્રના ચલાવનારાઓની પણ કાંઈ ચૂક હશે; પશુ સિદ્ધ વાત એટલી કે એને એ ઉદે થીજ

  • એની કીમત કેટલી રાખવી તેને હાલ નિશ્ચય નથી. પણ પત્રની સ્થિતિ ઉપર તેને આધાર છે.

anan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50