પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વર્ષારંભ. પત્ર ચાલ્યાં ગયું હોત તો આજ તેની હયાતીનું ઠેકાણું હોત નહિ. ધીમે ધીમે આ પત્રે તે ઉદેશ બદલી નાખ્યો અને તે સ્ત્રીઓને જ નહિ પણ સર્વને અને તેમાં પણ વિચારશીલ વર્ગને વધારે ઉપયેગી થાય તેવા વિષયો લખવા માંડયા. આમ કરવાથી તેનું જીવિત નભવા લાગ્યું, ને તેથીજ એજ માર્ગે જઈ જે વર્ગને તે ઉપયોગી થઈ શક્યું છે તેને જ તે વધારે ઉપયોગી થવાના નિશ્ચયઉપર આવ્યું. e આવા સગોથી મૂલનું “પ્રિયંવદા ” એ નામ પણ નિરર્થ થઈ ગયું. પાંચ વર્ષનું વય થયું, હવે લાડનું નામ મૂકીને રીતિસર નામ પાડવાનો સમય પણ આવ્યા. જેનું લાડનામ પ્રિય, વડનાર હતું તેનું સિહનામ શુભદર્શનવાળું, શુદ્ધદર્શન એટલે શુદ્ધતસ્વનિર્ણય કરાવનાર, શ્રીકૃષ્ણ જેનાથી અજિતમાં અજિત એવી વ્યક્તિઓ અને મહાકાલાદિ અનન્ત પદાર્થોનો પણ પરાજય કરેલે એવા સર્વમય બ્રહ્મરૂપી ચક્રનું સ્મરણ કરાવનાર “ સુદર્શન ” એટલું જ પાડવું એમ લાગતા વળગતાની પ્રેરણા થઇ. એજ નામથી, પ્રભુપ્રસાદ હશે તો તેવાજ ગુણેથી પણ, હવેથી “ સુદર્શન ” તમને દર્શન દેશેઃ સુદર્શનની પેઠે જ તમારા હિતાહિતને નિશ્ચય બતાવી, તમારું રક્ષણ કરશે. એનો ઉદ્દેશ પણ હવે વિસ્તૃત રહેશે. માત્ર ધર્મ સંસાર અને સાહિત્ય ત્રણ વિષયમાંજ તેનું લક્ષ રહેતું તે હવે એ ત્રણ જેટલાજ ઉપયોગી વિષય “રાજય” તેમાં પણ પોતાની દૃષ્ટિ ફેરવશે. અને એ બધામાંથી માત્ર જે છે તેના ઉપરજ દષ્ટિ સ્થિર રાખી જે તત્ત્વ જણાશે તે દશૉવવા પ્રયત્ન કરશે. ( આ પ્રમાણે આ પત્રના નામકરણ સંસ્કારની વિધિ છે, ને તે જાણ્યાથી સર્વને સં. તેષ થશે, તથા બીજાઓને પણ એને અધિક મદદ કરવાની ઈચ્છા વધશે, એમ આશા રાખીએ છીએ. e કહેવું જોઈએ કે આ પત્ર ચલાવવાના કામમાંથી આ પાંચે વર્ષમાં કશે દ્રવ્ય સંબંધી લાભ કોઈએ પણ મેળવ્યો નથી, કે મેળવવાની કાઇને આશા પણ નથી, માત્ર તે પત્ર ઉપયોગનું' છે એમ અનેક તરફથી ઉત્તેજનપૂર્વક પ્રેસાહન મળવાને લીધે જ તેનું અસ્તિત્વ જે તે પ્રકારે, વખતે ખેટ વેઠીને પણ કાયમ રાખવામાં આવ્યું છે. આ સંબંધમાં અમારે આ સ્થલે કહ્યા વિના ચાલતું નથી કે શ્રીકાધીશ મહારાવ શ્રી ૭ તરફથી, તેમ જૂનાગઢના મહેરબાન નવાબ સાહેબ તરફથી, તથા લીંબડીના મહેરબાન ઠાકોર સાહેબ તરી, આ પ. ત્રને તેના પ્રથમ આવિર્ભાવ સમયથી તે આજપર્યત જે ઉદાર આશ્રમ મળ્યાં જાય છે તે થીજ ઘણે અંશે તેનું જીવિત ક્યાં ગયું છે. જે જે ગૃહરાએ પણ એ કાર્યમાં યથાશક્તિ સહાય કરી છે તેમની પણ થોડી કૃપા નથી. એજ રીતે પુસ્તકપ્રસારક મંડલીના બે ગૃહથે રા. રા. રામદાસ કાશીદાસ અને રા. રા. વિઠ્ઠલદાસ રાજારામ એમણે પણ નિઃસ્વાર્થ બુદ્ધિથી, આવા ઉપયોગી પત્રને બંધ પડતું અટકાવવા માટેની કેવલ પરોપકાર બુદ્ધિથીજ, જે સહાય વ્યવસ્થા વગેરેની પાંચ વર્ષ સુધીની ખટપટ ચલાવ્યા, કરી છે તે પણ સ્તુતિપાત્ર છે, એ સર્વ ઉદાર રાજાઓ અને ગૃહસ્થાને તેમ જેમણે લખાણ વગેરેથી પશુ સહાય કરી છે તેમના આ સ્થલે ઉપકાર માનવા ઘટિત છે. વધારે સંતોષની વાત તો એજ છે કે આ પત્રે કામ કર્યું છે તેની કદર સર્વ વિચારશીલ મનુષ્યોએ સ્વીકારી છે; અને ધર્મ સંબંધમાં તેણે અપૂર્વ કામ કર્યું છે એમ ચારે તર ફથી કબુલ થતું ચાલે છે. ગૃજરાતમાં પ્રસિદ્ધ થતાં પુસ્તકોનું અવલોકન કરનાર કોઈ સારું sa naneca de Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50