પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આવતી અદંતમહાનદીમાં ભેળવી લઈ, એમના બળને સીધે માર્ગે ઊતાર્યું, અને કાંઠે આવેલાં ખેતરોને એ વધારે ઉપકારક થાય એવી પ્રવૃત્તિ આરંભી. ગ્રેડયુએટ થઇને આપણું પ્રથમ કર્તવ્ય, માત્ર હાટા મહેટા ગ્રન્થો રચીને, આપણી બુદ્ધિના કાઈ કઈ વખતના વિલાસેથી કે હૃદયના ઉભરાઓથી જગતને ચકિત કરવામાં રહેલું નથી; પણ આપણા દેશને આપણું સાક્ષરધ્વન સતત અપી દેવું, અને એની નહાની ન્હાની સેવા કરવા પણ દિનપ્રતિદિન તરપર રહેવું એમાં જ સમાએલું છે; આવી સમજણથી આપણાં અજ્ઞાન ભાંડુઓને–તેમાં પણ વિશેષે કરી સ્ત્રી વર્ગ ને—કેળવવા મણિલાલે * પ્રિયંવદા' પત્ર શરૂ કર્યું. પ્રથમ સ્ત્રી કેળવણીમાં ધર્મનું પ્રાધાન્ય આવશ્યક જણાવાથી, અને પછી એ જ ધર્મઉપર પુરૂનું વ્યવહારતન્ન પણ રચાવું જોઈએ એમ લાગવાથી, મણિલાલની પ્રવૃત્તિ સ્ત્રી પુરપ ઉભય વર્ગને અનુકૂળ થઈ, “ પ્રિયંવદા' નું સુદર્શન' માં રૂપાન્તર થયું, અને આ અદ્વૈતચક્રપ્રવર્તન એમના મરણપર્યન્ત પૂર્ણ જુસ્સાથી ૨૮ નિશ્ચયથી અને એકનિષ્ઠાથી ચાલ્યું. પણ મણિલાલનું અદ્વૈત તે રસભયો મધપૂડો છે, ખાલી ખોખું નથી; તેથી ધર્મ ગૃહ રાજ્ય અને સાહિત્ય એમ ચાર વિષયમાં એમણે પિતાની પ્રવૃત્તિ ગોઠવી છે, અને એને અંગે એમણે અર્થ ધન અને સ્વમુદ્રાંતિ વાક્યવિન્યાસથી ઝળકતા અનેક સમર્થ લેખ લખ્યા છે. “પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ માં વીખરાયેલા પડેલા એ સર્વ લેખ એકઠા કરી ગુજરાતી વાચક આગળ અત્યારે ફરી રજુ કરવામાં આવે છે-જે શુભ પ્રયાસનો સવ ધન્યવાદ મણિલાલના અનુજે રા. રા. માધવલાલ નભુભાઈને, “ કુટસ્થ ” નામ ધરાવનાર એક સાહિત્ય પ્રેમી મુનિજનને અને એમની પ્રેરણાથી સર્વ ભાર આનંદપૂર્વક ઉપાડી લેનાર આ ગદ્યાવલિના પ્રકાશક ગૃહસ્થ રા. રા. હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને રા. રા. પ્રાપુરાંકર ગારીશકર-એને ધટે છે. અમદાવાદ, આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ. તા. ૧૮ જુલાઈ ૧૯૦૯, Gandhi Heritage Portal