પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અત્યારસ વિવેકનું પર્યવસાન ન જોઈએ, વિરાગ એટલે દષ્ટ અને શ્રત એવા વિષયમાત્રને વિષે તૃષ્ણાને અભાવ એટલું જ ન જોઈએ;-પણ વિવેથી જેમ અનામને ઓળખી દૂર કરાય તેમ આમ પદાર્થ ઉપર દઢ વિશ્વાસ અને શ્રદ્ધા થવાં જોઈએ; વિરાગથી જેમ વિતૃશ્ય થતું જાય તેમ તે વિરાગની વૃત્તિમાં આત્માકાર થવાના વૈગની વૃદ્ધિ થવી જોઈએ. જો આમ ન થાય - તે અનેક અનર્થ પ્રાપ્ત થાય છે અના-મને ઓળખવાથી અનામમાત્રથી પાછું ફરી; વિરાગે કરી તૃષ્ણારહિત થયેલું, મન શુન્યતામાં પડતું જાય છે, અને મનને સ્વભાવ એવો છે કે તે કદાપિ શન્ય રહી શકતું નથી. માનસિક શૂન્યતાનું મુખ્ય ચિન્હ એ છે કે દઢ વિશ્વાસ અને અખલિત નિશ્ચયપૂર્વક કાઈ પણ ઈચ્છા જન્મ સંક૯૫ શુન્યતાને અવસરે મનમાં હોતા નથી. નિશ્ચિતસંકલ્પના બલ વિનાનું નિર્બલ મન, ઉદાસીનતા, નિત્સાહ, આલય, નિદ્રા, મેહ, સંકોચ, વિક્ષેપ આદિ વિવિધ દશામાં પડી સાધ્ય ઉદેશથી ભ્રષ્ટ થાય છે, એટલું જ નહિ પણ આકાશતવમાં વિહરતાં અનેક શુભાશુભ સ જેમનું પાપણુજ માનસિક સૃષ્ટિની સૂક્ષ્મ વાસનાઓ ઉપર છે તે, નિશ્ચિત સંકલ્પના બલથી અરક્ષિત એવા મન ઉપર અકથઇ તે મનને સ્વવશ કરી લે છે. માણસને સમજાતું નથી, કારણ જડતું" નથી, પ્રયાસ કરતાં અન્યથા થતું નથી પણ અમુક એક પ્રકારેજ મનનું વલન થયાં કરે છે, ન ગમતું છતાં પણ તેમનું તેમ વલન થાય છે, ઘણીવાર એમ થતે થતે છેક નિર્બલ મન અનાચારમાં ઉતરી જાય છે, એક યંત્રની પેઠે માટે વિવેક વિરાગાદિ વાતે કરતે સતે અંદરથી કુમાર્ગગામી બની રહે છે. એથી પણ વધારે નિબલ મન ગાંડાઈને માર્ગે ઉતરી વ્યવહારથી ભ્રષ્ટ થાય છે. આજ કાલ ઘણાક લાકે જિજ્ઞાસુ થઇ આત્માભ્યાસ કરવા ઉસુક થાય છે, અને “કાંઇક કરવું' એ નિશ્ચય કરી, જાણે આભભાવના તે પણ વ્યાવહારિક “ કાંઈક કરવા'-ના જેવી કરવા, મેળવા, કે પ્રાપ્ત કરવારૂપ હોય, તેમ કોઈ ને કોઈને કાંઈક બતાએવું પૂછતા રહે છે. વિચારગમ્ય આત્મભાવનાને કરવારૂપે બતાવનારા પણ મળી આવે છે, અને સાધારણ વ્યવહાર કરતાં વિલક્ષણ એવા કોઈને કોઈ આચાર વિના સંતોષ ન માનનારા જિજ્ઞાસુ, પણ અનભિન, જનો તેવું કરવા પણ મંડે છે. કોઇ હભેગના પ્રાણદમનમાં લાગી જાય છે, કઈ મંત્રાગને જપ કરવાનો આરંભ કરે છે, કોઈ લયયેગને માર્ગે જઈ ઘમુખી મુદ્રા સાધી નાદાનુસંધાનમાં આત્મતત્ત્વનેં શોધે છે, કે રાજયોગને માર્ગે જવા યત્ન કરતાં ધારણું ધ્યાન આદિનો આરંભ કરે છે, એમ અનેક કાયિક ચમત્કારમાં પડી આમભાવથી ઉલટા વિમુખ થતા જાય છે. આમ કરવામાં વિવેક વિરાગાદિનોજ પ્રાયશઃ અભાવ હોય છે, પણ કદાચિત તે સમજવામાં આવ્યાં હોય તોપણ વિવેક વિરાગાદિના કેવલ અભાવપર્યવસાયી અર્થજ ગ્રહણ થવાથી મન શૂન્યતાની દશામાં પડી જાય છે, અને નિશ્ચિત સંકલ્પના વેગનું રક્ષણ ન હોવાથી, શૂન્યતાને યોગે જે પરિણામે હવણાંજ આપણે કહી આવ્યા તે અથવા તેવાં પરિણામે આવા ઉતાવળીઆ જિજ્ઞાસુઓ અનુભવી લે છે. સાવશે તાગમાં તે આ પરિણામ સત્વર આવવાને સંભવ છે. પ્રાણુને રોધ કરવાથી મનના રાધ થાય છે એ વાત ખરી, પણ પ્રાણમાં પાતામાં સંક૯૫બળને વેગ હાઈ શકતાજ નથી, તે વગ એ તો મનનું કામ છે. અ. ને મન પ્રાણુના રાધની સાથેજ, રોકાઈ ગયેલું હોવાથી એ વેગ ઉપજાવી શકતું નથી. અર્થા. ત પ્રાણને રાધ થતાની સાથે માનસિક રીન્યતાની સ્થિતિ સજેજ સિદ્ધ થઈ રહે છે. અને શૂન્યતાને અંગે રહેલાં પરિણામ સ્વત:જ લી આવે છે. માણસને દઢ વિશ્વાસ અને નિશ્ચય anani Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 26/50