પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નવીનવર્ષ, ૭૪૭ નવીન વર્ષ. (૧૬s) આ પત્રને આજ અગીઆરમું વર્ષ બેસે છે. દશ વર્ષ સુધીમાં એણે જે કાંઈ સ્વ૫ સેવા કરી હોય તેનું અવલોકન કરવાના આ પ્રસંગ છે. જયારે આ પત્રને પ્રારંભ થયો ત્યારે ગુજરાતમાં વાચકેનાં હૃદય પાશ્ચાત્ય ભાવનાઓ અને તેને અંગે ઉવેલી અત્રની સંકરભાવનાઓ ઉપર કાંઇક શંકાશીલ સ્થિતિમાં પડવા લાગ્યાં હતાં. થેડાં વપ ઉપર જેને ‘સુધારા” એ નામ આપવામાં આવતું હતું, તે ભાવના મંદ પડવા લાગી હતી. “ સુધારા ' ને અંગે પ્રવર્તતો જે ધર્મ-બ્રહ્મા કે પ્રાર્થના સમાજ ઈત્યાદિ-તે ઉપરથી પણ ધીમે ધીમે શ્રદ્ધા ખસવા લાગી હતી. આખા હિંદુસ્તાનમાં તેમ આખી સાક્ષર દુનિયામાં આર્યસમાજ, સ્પીરીચુએલિઝમ (પ્રે. તાવાહન,) થીએસેફી, આવી વાતો ચચાવા લાગી હતી, જનમનને એવું કાંઈક કુતૂડલ ઉ. ૫જી આવ્યું હતું કે માણસના શરીરમાં શરીર અને બુદ્ધિથી પણ ન કળી શકાય કે સાધી શકાય એવી કોઈ શક્તિઓ રહેલી છે, વિશ્વનિયમોનો જે વિચાર આપવામાં આવે છે તે કરતાં તેમનું સ્વરૂપ કાંઈક જુદુ છે. આર્યધર્મ, હિંદુધર્મ, વેદધર્મ, એમાં કાંઈક છે એવું હિંદના વાસીઓને તેમ દુનીયાંના ઘણાક પંડિતાને થવા લાગ્યું હતું. નીતિ અને લોકવ્યવહારની સ્થિતિ એવી શિથિલ હતી કે પ્રતારણામાંજ નીતિ અને વ્યવહારનું પર્યવસાન થતું હતું. હિંદુસ્તાનના લોકેાના મનમાં આવા બધા તર્ક એટલા બધા બલવાન જણાતા હતા કે તે તેના પરિણામે રાજકીય અધિકાર પ્રાપ્ત કરી સ્વદેશના શુભમાં ભાગ લેવા માટે કેન્સેસ આદિ વ્યવસ્થા ઉદ્ભવી હતી. આ બધી સ્થિતિ આ પત્રના જન્મ વખતે હતી, તે આજ બદલાઈ જઈ તેના પરિપાકને પામી ચૂકી છે ને તેમાં આ સ્વ૯૫ યતનને કાંઈ પણ ભાગ છે, એવી સાભિમાન. અને વ્યર્થ ગ્લાધા કરવા માટે આટલી વાત સ્મરણમાં આણી નથી. એ સ્થિતિ ઉપર લક્ષ કરતાં આ પત્ર પ્રવર્તાવનારને એમ જણાવ્યું કે ગૂજરાતના વાચકવર્ગને આવા એક પત્રની આવશ્યકતા છે, એનાથી મનુષ્યહિતના ઉચ્ચ પ્રદેશ સંબંધે જે ચર્ચા ચાલશે તે ચલાવનારું એક પણ પત્ર વિદ્યમાન નથી, એટલે એવી ચર્ચાથી લાભ થયા વિના રહેશે નહિ. આવી આશાથી ઉદ્ભવ પામેલા આ યનથી એ આશા ખેટી હતી એમ માનવાનું કારણુ નથી મળ્યું એટલામાંજ એ યનની કૃતાર્થતા છે. જે કારણો એવી આશા રાખવાને માટે દશ વર્ષ ઉપર પૂર્ણ હતાં, ‘ જમાનાનાં ચિન્હ ' એ મથાળાવાળા એક વિષયમાં તે સમયે દર્શાવવામાં આવ્યાં હતાં, તેજ કારણે આજ શતગુણિત બલથી વર્તમાન છે. એમાંજ ભૂત માટે સંતોષ માનવા સાથે ભાવિ માટેનો ઉતસાહ સમાયલે છે. ( આર્યધર્મ પ્રકાશ’ એ પ્રાચીન આર્ય ધર્મને અર્થ, અને “જ્ઞાનસુધા' નવીન ધર્મને અર્થે એ બે વિના વિદ્યા અને ભાવના સંબધે ચચો કરનાર એક પણ પત્ર ગુજરાતમાં ન હતું. આજ આર્ય ધર્મ તથા જૈન ધર્મનાં અનેક પ વિદ્યમાન છે. આખા આર્યાવર્ત માં મદ્રાસનું ‘હિંદુ’ તથા કલકત્તાનું ‘અમૃત બજાર પત્રિકા’ અને ‘ઈન્ડિ અન મિરર' એ વિના આયભાવનાની પુષ્ટિ કરનાર પત્ર ન હતાં. આ જ મદ્રાસ ઇલાકામાં છે, બંગાળા ઈલાકામાં પાંચ, અને મુંબઈ ઇલાકામાં બે નવાં પા આર્ય ભાવનાના ઉત્કર્ષ માટે ચાલી રહ્યાં છે. દુનીયાંમાં પણ દશ વર્ષે ઉપર જે તરવતાન સંબંધ, ગુપ્ત વિદ્યા સંબંધે, પત્રા નીકળતાં હતાં, તે કરતાં બમણાં ત્રમણાં આજ નીકળવા લાગ્યાં છે. કેન્ચેસનું પત્ર ઘણી anani Herita Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ધાવલી 47/50