પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૮૮ સુદશન ગાવલિ, સારી સ્થિતિમાં તે અરસામાંજ નવું ઉપજી આવ્યું છે. પુસ્તકો, વાર્તાઓ, તત્વજ્ઞાનના ગ્રંથો, ભાષાન્તરે તે તો આખી દુનીયાંને કે એકલા હિંદુસ્તાનને પણ જોશો તો પાછલાં દશ વર્ષ કરતાં ગયાં દશ વર્ષમાં પાંચ સાત ગણાં લખાયેલાં માલુમ પડશે. તેમ એ બધામાં એટલું જોવા જેવું છે કે એના એ વિષય ઉપર પ્રથમે એટલે આજથી પચીસ વર્ષ પર જે લક્ષ અપાતું, જે ગંભીરતાથી અને ઉંડાઈથી વિચાર ચલાવાતે, તે કરતાં ગયાં દશ વર્ષના લેખમાં ત્રમાં વધારે ગાંભીર્ય, વધારે માન, અને વધારે હૃદય દીઠામાં આવે છે; એટલું જ નથી પણ આર્ય ભાવનાને ન સ્વીકારનાર એવા સાહિત્યમાં પણ આગળ કરતાં બહુ ઉત્તમ પ્રકારના ફેરફાર જણાય છે. ભૌતિક પદાર્થ વિજ્ઞાનના શોધને પણ ચૈતન્યશાસ્ત્રવાળાંની સ્પષ્ટ અસર પડેચી છે. આપણા દેશીઓ “ આપણું' એવું જે કાંઈ કહેવાય છે, જેને માટે આપણને અભિમાન અને યાર્પણ કે સર્વસ્વાપણુ કરવા જેવી ભક્તિ ઉપજે તેને ઓળખી, હાનિકારક એવા “ પરકીય’થી જુદુ કરતાં શીખતા જણાય છે; પોતાની વાત સત્ય હોય તે પણ શરમથી તેને છુપાવી રાખવાની કાયરતા છોડી વધારે ધેર્ય ઉપર આવતા સમજાય છે. અર્થ ધર્મનાં જે રીત રીવાજ ઈચાદિ છે તેમને યથાર્થ સમજી તેમનું મેગ્ય આચરણ કરવા ઉપર લેકની શ્રદ્ધા વૃદ્ધિ પામતી દેખાય છે. સ્થિતિ આવી છે. મૂલ જે સ્થિતિ દશ વર્ષ ઉપર આ પત્રના ઉદ્ધવનું કારણ થઈ હતી તેની તેજ કાયમ છે ને વધારે સતેજ સબલ થઈ છે. એવી જે સબલતા આખી દુનિયાં ઉપર આજ પ્રવર્તી રહી છે, તેની સાથે ગુજરાતી વાચકવર્ગને સંબંધ કરાવનાર આ એક પત્રનું અને સ્તિત્વ સર્વથા સાર્થક છે. આ પત્રના વાચકોએ એના ઉપર જે ભાવે, જે શ્રદ્ધા ને જે પ્રેમ દર્શાવ્યાં છે તે પણ આ પત્રના જીવનને તેમના અંતરાત્માની એક સાક્ષી છે. આશા છે કે ભવિષ્યમાં એ વિશ્વાસને આ પત્ર અધિક યોગ્ય થાય, જે પ્રેમ અને ભરોસાથી આ પત્ર ઉપર અનેક સુજનાનાં હદય લેભાય છે તે પ્રેમ અને તે ભરોસાને તે અધિકાધિક પામે. અકટોબર-૧૮૯૫. સા ઉત્તમ પુસ્તકો. સાક્ષ ખાસ નિમત્રણ, | ( ૧૬૮ ). અંગરે 20 ભાષામાં જ લેઝર્સ ઓફ લાઈફ” એટલે “ જીવનનો આનંદ ' એ નામ ને એક ઉત્તમ લેખ સર જોન લબકે લખ્યા છે. એમાં સસંગ, કર્તવ્ય, મત્રી, પ્રેમ, ઈત્યાદિ ઍહિક સાધનાથી જીવનને કેવી રીતે આનંદમય કરી શકાય તે વિષે મુખ્ય રીતે વિવેચન કર્યું છે. એ લેખમાં એક પ્રકરણ પુસ્તકોના સમાગમથી જીવનને આનંદિત કરવા વિષયનું છે, અને તેમાં તે લેખકે અંગરેજી ભાષામાંનાં એક સે ઉત્તમ પુસ્તકનાં નામ ગણુ યાં છે. એવા હેતુથી કે તેટલાં સે પુસ્તકોના સંગ્રહુ કાઇ ની પાસે હોય તે તેને આનંદ અને ઉપદેશ સાથે જીવન નિર્ગમવું સુલભ થઈ શકે. આ ઉપરથી અમારા મનમાં ઘણા સમયથી એમ આવ્યું હતું કે ગુજરાતી વાચકવર્ગ પાસેથી એવાં સે પુસ્તકોનાં નામ માણવાં, અને તે પછી ભિન્ન ભિન્ન વાચકોની ચિના Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 48/50