પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ.. પોતાનાં દ્રવ્ય ને કાલને વ્યય કર પડે નહિ. સે પુસ્તકોનીજ યાદી શા માટે કરવી અને સે કરતાં વધારે કેમ ન કરવાં એ તો એક કલ્પનામાત્રજ છે; સૈની સંખ્યાજ સાધારણ રીત પૂર્ણ માની છે. યાદી કરવામાં આવા હેતુ સમાયેલા હોવાથી, આજ સુધીમાં થયેલી યાદીમાં જે એક ધારણ દીઠામાં આવ્યું છે તે અનિષ્ટ અને ખોટે રસ્તે દોરનારું છે એમ કોઈ પણ કહી શકશે. ગુજરાતી લેખકેમાંના કોઈપણ રખેને રહી જાય એવી ચિંતાથી પ્રત્યેક લેખકને કોઈ ને કોઈ ગ્રંથ યાદીમાં લેવો જોઈએ એવું જાણે માનવામાં આવ્યું હોય તેમ, પ્રસિદ્ધ થયેલી યાદીએથી જણાય છે. એ ધારણ વાસ્તવિક નથી. આવી યાદી કરવાના ઉદ્દેશ રસ સાથે જ્ઞાન આપવું એજ ઠરે છે, તે જ્ઞાન કીયાકીયા વિષયેનું આપવું અને તેમાં રસને કેટલે અંશ ઉમેરો એ પણ વિચારવાનું છે. અર્થાત જે જે વિષયો જાણવાજોગ કરે તે વિષય કે કેવે આકારે જણાય તો ઠીક એજ વિચાર લક્ષમાં રાખવાથી સે પુસ્તકોની યાદી અપણે સહજે કરી શકીએ. એક બીજી વાત પણ લક્ષમાં રાખવી જોઈએ. સામાન્ય રીતે જેને લખતાં વાચતાં આવડે છે. અને ગુજરાતી છઠ્ઠા કે અગરેજી પાંચમા ધારણુ જેટલું જ્ઞાન છે, અને “કેલેજ' આદિમાં જઈ જેણે આગળ અને ભ્યાસ કરવો બંધ કર્યો છે તેને માટે અને તેથી ચઢતી ગ્રં ,ણશક્તિવાળાને માટે આ યાદી છે, એ વાત કદી વીસરવી ન જોઈએ. a આટલે ઉપઘાત કર્યા પછી આપણે આખા વિષયના દશ વિભાગ કરીશું. પ્રથમ તો આપણને આપણા આર્યાવર્તમાંથીજ ઘણું જાણવાનું છે, તેને ઈતિહાસ જે રીતે મળી શકે તે રીતે ધણા પ્રાચીનમાં પ્રાચીન અને બાધક છે. તે જાણ્યા પછી બીજી વાત અર્વાચીન સમયમાં એ પ્રાચીન ઇતિહાસ વિષે તેમજ બીજા અર્વાચીન સામાન્ય વિષય વિષે જે જે ચર્ચા થઈ હોય તે જાણવાની આવશ્યક્તા છે. ત્રીજે સ્થાને આપણાં નિત્યનાં ધમકૃત્ય અને આપણી આખી જીંદગીની પદ્ધતિ જે પ્રકારે દોરાય છે તે વિષયે જાણવું આવશ્યક છે. તે પછી જીવનનો હેતુ અને ઉદ્દેશ શાછે તથા ઉન્નત જીવન શી રીતે ગાળી શકાય તે સંબંધે જેટલું જાણી શકાય તે જાણવાની આવશ્યક્તા છે. એ ચેથા વર્ગ છે. તે પછી આપણા તેમ પારકા દેશ અને ધર્મના મહાપુ અને મહાત્માઓ તેમજ આપ- . શું અને પારકા ઇતિહાસની ખરી હકીકત જેટલી મળી શકે તેટલી જાણવાની પૂર્ણ આવશ્યકતા છે કે આપણે હાલ જ્યાં છીએ ત્યાં શી રીતે આવ્યા અને એથી આગળ શી રીતે વધાય તેની આપણને સમજણ પડે. એ પાંચમા વર્ગ પછી અવૉચીન પદાર્થવિજ્ઞાન તથા તર્કશાસ્ત્રના પ્રભાવે જે કાંઈ નવી પદ્ધતિના જ્ઞાનને વધારો કર્યો છે, અને જેથી આપણને આ પણા આરોગ્યથી માંડીને તે નિત્યના નિવાહના ધંધા પર્યંત ઉપયોગી સામાન્ય જ્ઞાન મળવાના સંભવ છે તેવાં પુસ્તકોના છઠ્ઠા વર્ગ થવો જોઇએ. આ છ હેતુ ઉપરાંત બીજા ચાર વર્ગ પડી શકે છે, પણ તેમના ઉપયોગ જ્ઞાન આપવા સાથે રસિકતાને ભેળવી કેવલ કઠિન વાચનના શ્રમ હલકો કરવામાં તથા રમુજ સાથે જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં થઈ શકે છે. તેવા ચાર વર્ગમાં નાટક કાવ્ય, નિબંધ અને વાતોના સંગ્રહ થાય છે. અમારા મત પ્રમાણે આ દશે વર્ગમાં અત્યાર સુધી જણાયેલાં પુસ્તકે જોતાં પાંચમા તથા છઠ્ઠા વર્ગમાં સારા ગ્રંથની બહુ જ ખામી છે, તથાપિ જે છે તે મુક્યા છે. અન્ય ભાષાના ગ્રંથોનાં નામ છે ત્યાં ગુજરાતી ભાષાન્તરો સમજવાં. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850