પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૫૪. સુદર્શન ગદ્યાવલિ, દલપતરામનાં તે પ્રકારનાં કાવ્યોને પસંદ કર્યો. અથવા અમને તો એમ ભાસે છે કે ફાર્બસ સાહેબે પોતાની કાવ્યભાવના દલપતરામને શીખવી. વાચનમાલાની રચના થઈ તેમાં પણ મહેરબાન સાહેબનો અભિપ્રાય સર્વને માન્ય થવા જેવું ધારણ હતું. તે પુરુષ આ દેશની કેળવણી લો સ્થાપના કરવામાં દેશકાલાનુસાર માટે ભગીરથ પ્રયત્ન કરી ગયા છે, તેમના લક્ષમાં અંગરેજી * રીડર્સ ' ની ભાવના રહેલી, તેમાંનાં સ્વભાવ વર્ણનરૂપ કે બેધક કથિ જેવાંજ કાવ્યો - આ દેશની વાચનમાલામાં પણ આવવાં જોઇએ એ તેમનો ઉદ્દેશ રહેલે. એટલે જેમ એક પાસાથી ફાર્બસ સાહેબે તેમ બીજી પાસાથી હાપ સાહેબે પણ દલપતરામને બેધક અને સ્વભાવેકિતમય કાવ્યાની પદ્ધતિ શીખવવા માંડી. કાલાન્તરે ગૂજરાત વર્નાકયુલર સોસાઇટી માં રહી ગૂજરાતી સાહિત્યને સ્વરૂપ આપી શકાય તેવી સ્થિતિ થઇ, શાળાઓમાં ગુજરાતી કાવ્યના શિક્ષકરૂપે કાવ્યભાવનાની ઉત્તમોત્તમ સ્થાપના કરવાને ભાગ્યશાલી સમય આવ્યા, ત્યારે તે કવિ એટલી વયે પહોચ્યા હતા કે જ્યારે ઘણું કરી મનુષ્ય માત્ર પોતાના અભિપ્રાયો તુરત બદલી શકે એવી સ્થિતિમાં હોતું નથી. ગુજરાતને વાચન અને કાવ્ય સ્વરૂપને કાંઇક પણ સ્વાદ લગાડનાર રૂપે દલપતરામને આપણે જેટલું માન આપીએ તેટલું ઓછું છે, પણ જે કાગ્યભાવના એમણે અને એમના અનુયાયીઓએ ગુજરાતને આપી છે, અને છેવટની કરીને આપી છે, તેટલી જ તેમની કવિત્વમાં હતી કે વધારે હશે ? એ પ્રશ્ન થાય છે; તેમજ કાવ્યભાવનાનો પરમાવધિ એજ છે ? એમ પણું. પ્રશ્ન ઉઠે છે. ફાર્બસ અને હાપ સાહેબના ભાષા અને કાવ્યના ધારણ પ્રમાણે કાવ્યતરંગને વહેવા દેવાની દલપતરામની પ્રકૃતિ જોતાં એ પ્રશ્નનો નિર્ણય કરી શકાય તેમ નથી કે દલપતરામ છે તે કરતાં વધારે ઉત્તમ પ્રતિભાને પાત્ર હતા કે નહિ. પરંતુ એ પ્રશ્નનું ઉત્તર આપવામાં તે ઘણા સુજનો એકમત થશે કે કાવ્યભાવનાની પરમાવધિ તે દલપત કાવ્યજ નથી. in પણ આ વાર્તા અત્યારે આપણેજ કહેવી પડે છે એમ નથી. દલપતરામના પિતાના સમયમાં, વાચનપ્રકારની અને કાવ્યભાવનાની ટંકશાલ ચાલતી હતી તેવામાંજ, મુંબઈ અને સુરત તરફ એક વિદ્વાન મંડલ પોતાની નવીજ ભાવનાએ વાચન અને કાયના પ્રવાહને દેરવા યત્ન કરતું હતું. સંસ્કૃત વિદ્યાના સંસ્કાર પામી તેના કાવ્ય ચમત્કારનો ભક્ત થયેલે, ટેનીસન, શેલી અને બાયરન શેકસપીચરથી તે મિલ્ટન અને કાઉપર સુધી કાવ્ય પ્રતિભાને ઓળખતે, અંગરેજી ઉપરાંત જર્મન, ફ્રેંચ, લાટિન, ઝોક, સાહિત્યમાં વિહરતો, કાલિદાસ, શદ્રક, જયદેવ, આદિનો રસ પોતાના દેશીઓને ચખાડવા યન કરતો, અને દેશી યુવકોને રસની ઉત્તમોત્તમ ભાવના શીખવવાનોજ ધંધો કરતા, ડાકટર હેરેસ હેમન વીસન, એ મંડલને સહાય અને પ્રેરક હતો. તે મંડલ ઉપર તેની છાપ પડી હતી. બુદ્ધિવર્ધક, ડાંડીયા, એ નામનાં પત્ર કાઢી, બુદ્ધિવર્ધકસભા સ્થાપી, અનેક ગ્રંથ લખી, તેઓ જે પ્રયત્ન કરતા, વાચન અને કાવ્યની જે ભાવના ગૂજરાતને આપવા ઈચ્છતા તેનું સ્પષ્ટ આદશ કવિ નર્મદ જે તેમને પરમપૂજ્ય અગ્રણી હતા. સંસ્કૃત સાહિત્યના સર્વસ્વના થોડા ધણે પણ સ્વાદ લઈ, દયારામભાઈ જેવા કવિને અંધકારમાંથી બહાર લાવવાના યત્ન કરી, અંગરેજી કાવ્યસાહિત્યનો પણ વિહારી, અતુલ બલવતી પ્રતિભાવાળા, એ પુણ્ય નવીજ જાતનું કાચ ગુજરાતને સંભળાવવા લાગ્યા. એ પણ કાવ્યભાવનાનો પરમાવધિ છે એમ કહેવાનો આગ્રહ કરવાના હેતુ રાખ્યા વિના પણ એમ કહી શકાય કે દલપતશાહી કાવ્યભાવના કરતાં આ નર્મદશાહી કાવ્યભાવના વારતવિક કા...! andhi Heritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50