પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી, આઇ. ઇ. વ્યભાવ નાની વધારે સમીપ હતી. વળી આ નર્મદપક્ષનું સુભાગ્ય હતું કે એ પક્ષમાં નર્મ. દાશંકર ઉપરાંત બીજા પણ બે ચાર સારા લેખક હતા. દલપતરામના પક્ષમાં તેમના વિના અન્ય સારા લેખકે તેમના સમયમાં એટલે કે જે સમયે તેઓ ગુજરાતને પોતાની કાવ્યભાવના શીખવતા હતા તે સમયમાં ઝાઝા હતા નહિ. બન્ને પક્ષની ભાવનાઓની તુલના કરનારાં ભાષા, વ્યાખ્યાનો, ચર્ચાપત્રો, અને રમુજી નકલે સુદ્ધાંત પણ આપણને જુના બુદ્ધિવર્ધક અને બુદ્ધિપ્રકાશની ફાઈલોમાંથી મળી શકશે. | કોઈ પણ બે કાવ્યમાંથી કયું સારું ને કયું નહિ, એકના એક પુષ્પનાં રચેલાં બેમાં પણ કીધું સારુ” ને કીધું નહિ એ કહેવુ અતિશય કઠિન છે. જેનારની પેતાની રુચિ અનુસાર તેને સારુ નહિ–સારું લાગે એ કારણુ ઉપરાંત મુખ્ય કારણ એવું છે કે પ્રત્યેક કાવ્યને પોતપોતાનીજ ખુબી હોય છે, વખતે બીજા સાથે સરખાવી શકાય એ સાધારણ ધર્મ જેમાં ન હોય તેવી પણ ખુબી હોય છે. આમ હોવાથી કાવ્યત્વની એક અમુક ભાવના સાથે મેળવવાથી જેનું કાવ્યત્વ સિદ્ધ થાય તે સારું કાવ્ય એ શિષ્ટસંપ્રદાય છે. પરંતુ એ કાવ્યભાવનાએ પાછી સહૃદયવેદ્ય છે, અને સહૃદયત્વ સર્વને હેતું નથી એ દુભાંગ્ય છે. એટલે દલપતશાહી કે નર્મદશાહીની ઉત્તમતા અધમતાનો નીકાલ ન થઈ શકયા ત્યારે સામાન્યજની જેમ એક ગુગને બીજી ખામીથી હલકો પાડવા ઇચ્છે છે તેવી, સંભારતાં પણ અતિ શાચ કરાવતી, પદ્ધતિએ એ તુલનાનો ન્યાય થયો જણાય છે. એ પદ્ધતિજ જાણે ખરા પ્રશ્નનો નિર્ણય કરી શકતી હોય, પાત્રની અન્ય પ્રકારની ખામીને પાત્રસ્થિત વસ્તુના અન્ય પ્રકારના ઉકર્ષમાંથી કાંઈક ઉભુ કરી શકવાનું ધારણ જાણે સત્ય હોય, તેવા ઉગાનાં કાવ્ય પણ એક અથવા બીજા પક્ષે ગાળાગાળી કર્યા જેવાં ગાયાં છે. તેમનાં નામ નિર્દેશ કરો અત્ર આવશ્યક નથી. - દલપતરામ પ્રતુણુ કરનાર, નર્મદ આપનાર હતા. સ્વચ્છ કાચમાં પડતા પ્રકાશને દશવનાર દલપતનું હૃદય, પ્રકાશ પડતાંજ ભભુકી ઉઠતા સૂર્યકાન્ત જેવા નર્મદહદયથી જુદુજ હતું. દેશકાલ અને અધિકારીને વિચારી વિચારી કાવ્યતરંગને મર્યાદામાં રાખવાનો યત્ન કરનારા દલપતરામ અને કાવ્યપ્રતિભાના સ્વતંત્ર સ્વરૂપને દેશકાલનિરપેક્ષ પ્રાપ્ત કરવાના અભિલાષી નર્મદાશંકર એમની વચ્ચેનો તફાવત તુરતજ સમજાઈ શકે એવે છે. અમદાવાદમાં રહી ગૂજરાતી સાહિત્યનો ઉદ્દભવ કરાવનાર ગુજરાતના ભેજ સર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના હાથ નીચે ગૂજરાતના ગ્રાહક કવિને હાથે જ્યારે આટલું બધું કરાવી શકાયું છે ત્યારે મુંબઈમાં એજ ભેજના આશ્રયથી સ્થપાયેલી ફાર્બસ સભા “ રાસમાલા”-ના ભાપાંતર કરતાં વધારે સંગીત કામ કરી શકી નથી. કારણ સ્પષ્ટ જ છે. અમદાવાદમાં બધા ગ્રહણ કરનારા પંડિતા હતા. મુંબઇમાં તે કાંઈક પણ આપવાના ઉન્માદમાં ચઢેલા પંડિત હતા. ગ્રાહકોએ જે ગ્રહશું થયું તે તે લખ્યું અને ગાયું, અર્ધનાર તેને તે છતાં જે ગ્રહણ કરવા નહિ પણ સામા અર્પવા તૈયાર હતા તેમણે તેની વાંસળીના નાદ પ્રમાણે પદવિન્યાસ ન વિસ્તાય. આ રીતે પણ આ બે પક્ષનો તફાવત ખુલ્લે છે. નર્મદાશંકર અને દલપતરામ એ બે શરીરને ન ઓળખનાર, એ બે શરીરને અને જે જે સંબંધી, સહાય, મિત્ર મંડલે આદિ હતાં તેમનું લેશ પણ ભાન ન પામેલે, કોઈ વિદેશી સહદય આ બેની કૃતિને વિલેકે anani Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50