પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદાન ગદ્યાવલિ, e Se એજ એનું ઉત્તમોત્તમ રક્ષણ છે. સ્થૂલ સૂક્રમ બધી ઉપાધિથી એજ એને સાચવે છે. આવાં મિથ્યા વલખાં મારવા કરતાં જનપ્રસિદ્ધ જે નીતિ છે તેને જ વળગી રહી માણસે મન કમી વાણીની શુદ્ધતા સાચવે તે એ બહુ છે. ત્યારે સ્પષ્ટજ છે કે વિરાગથી કરીને શૂન્યતા પ્રાપ્ત કરવી એ હેતુ નથી. વિવેક વિરાગથી કરીને પૂર્ણતા પ્રાપ્ત કરવી એ હેતુ છે. અભ્યાસ પૂર્વે જે અપૂર્ણતા છે, અહેમમત્વના ભેદથી કરીને જે અપૂર્ણતા ભાસે છે, તેને સ્થાને હૃદયને અહોનિશ ભરી દે તેવી પૂર્ણતા પ્રાપ્ત કરવાના હેતુ છે. એવી પૂર્ણતા આવવાને અર્થે વિરાગમાં પણ વેગ હોવા જોઈએ, તીવ્ર બલ હોવું જોઈએ એમ શાસ્ત્રકારે વારંવાર કહે છે એ વ્યવસ્થા સમજાવવાને વિરાગ છે પ્રકારના માન્ય છે: અપર અને પરૂ. અપર વિરાગ પુન:ચાર પ્રકારના માન્ય છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય, વશીકાર. સારાસારનો વિચાર ગુરુશાસ્ત્રાદિથી પ્રાપ્ત કરવા યત્ન કરે તે યતમાન વિરાગ છે; પોતાના જાણેલા દેવને પ્રયત્ન કરી ત્યજતા જતાં આટલા ટળ્યા આટલા રહ્યા એમ વિચારતા જવું તે વ્યતિરેક વિરાગ છે; વિષયમાત્રની વાસના ત્યજીને મનને આમભાવનાના આસુક્ષ્યમાત્રમાં જ રાખવું તે એકેન્દ્રિય વિરાગ છે; અને પ્રાતકાતવ્ય થઈ તૃષ્ણા માત્ર ત્યજતાં અભેદમયતામાં વિરમવું તે વશીકાર વિરાગ છે; પર વિરાગ તે આ વશીકારનેજ અધિક પરિપાક છે. આત્મભાવનામાંથી ગુણ, અજ્ઞાન, આદિનો લેશમાત્ર અસ્ત થઈ જાય એવા પરમ વશીકારને પર વૈરાગ્ય કહે છે, અને જેમ એ વશીકારમાં અધિક વેગ તેમ આત્મભાવનારૂપ નિર્વિકલ્પ અભેદસાક્ષાત્કાર સવર પ્રાપ્ત થતા આવે છે. ભગવાન પંતજલિ પણ કહે છે: તીવ્રરંગાનાનાસન્નતા: સમાધિટનમ:( તીવ્ર સંવેગવાળાને સમાધિલાભ વધારે સમીપ છે ). અભેદાનુભવ અથવા નિર્વિકલ્પસાક્ષાત્કાર થવારૂપ જે સમાધિ. તે વિરાગને સંવેગ અથવા વેગ જેમ તીવ્ર તેમ બહુ સમીપ જાણો. તૃષ્ણાને અભાવ થતાની સાથે આત્મભાવનાના બલની અતિશય વૃદ્ધિરૂપ સંવેગ ઘણાજ આવશ્યક છે. સાધકના રક્ષણ માટે તેમ ફલ જે સમાધિલાભ ત્યાં સુધી પહોંચાડવાને માટે વેગની પૂર્ણ અવશ્યકતા છે. . વિરાગની આવી વ્યવસ્થા કરી બતાવવામાં શાસ્ત્રાને એજ હેતુ છે કે વિવેક વિરાગાદિ અભાવપર્યવસાયી ને થતાં ભાવપર્ય સાયી થાય; શૂન્યતા ન ઉપજાવતાં પૂર્ણ તા ઉપજાવે. | ' વિવેક અને વિરાગ સિદ્ધ થતાં જે ચિન્હા અને અનુભવ પ્રાપ્ત થશે એમ તે તે સ્થાને, આ વિવેચન કરવામાં, સમજાવ્યું છે તે પણ આવે પૂર્ણત્વને ભાગે જ્યારે વેગપૂર્વક વિવેક વિરાગાદિ અનુભવાશે ત્યારે થશે. દુ:ખ, કલેક્ષ, આપત્તિ, વ્યાધિ, એવાં તે અનેક આવશે. આ માર્ગે ચઢયા પછી, જાણે બધાં કર્મને અત્યારેજ ભાગ કરાવી નાખી આ માર્ગાનુયાયીને સર્વ કાલને માટે કર્મથી મુક્ત કરી દેવાના હોય તેમ, સાધારણ લેકેને સ્વપ્ન ન આવતાં હોય તેવાં અનેક સંકટના એધ આ માગોનુયાયીના માર્ગમાં આવી પડશે પણ વેગપૂર્વક વિવેક વિરાગાદિને આદરનાર સાધકે તેમનાથી જરાએ ભય પામતો નથી, પાછા હઠતા નથી, શન્યતારૂપ વિરાગને આશ્રય કરતા નથી;પ્રત્યેક કલેશ, પ્રત્યેક વ્યાધિ, પ્રત્યેક ઉપાધિ, પ્રત્યેક આપત્તિ, સવમાંથી પોતાના વૈગને અધિકાધિક સબલ કરવાનાં સાધન પ્રાપ્ત કરી આત્મભાવનાના વિસ્તાર પ્રાપ્ત કરતા જાય છે અને એમ વિરાગને સુદઢ કરે છે. જે જે અંશે પેતામાં અપૂર્ણત્ય છે તે તે અંગે પૂર્ણત્વ પ્રાપ્ત કરતો જાય છે, અને એમજ આત્મવિરતારથી અભેદને ભાગે વિરાગાદિ સાધનાને વાળતા જાય છે. andhi H 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850