પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૫૬ - સુદર્શોન મથાવલિ, તો વાસ્તવિક પ્રતિભાના પ્રદેશ ઉપર નર્મદાશંકરનું છે તેટલું દલપતરામનું લક્ષ નથી એમ તે તુરતજ કહી શકે. પણ આપણા દેશમાં તે સમયે જે વિવાદ ચાલ્યા હતા તેમાં આ નીવે. ડે થઈ શક નની. જે નર્મદાશંકરમાં હતું, તે દલપતરામમાં ન હતું. દલપતરામમાં હતું તે નર્મદાશંકરમાં ન હતું. પરંતુ તે એકના એક કાવ્યતા કે લેખનના વિષયમાં હોત તો તુલનાનો અવકાશ ડીક હતા, એકલી કાવ્યાજના પર જે નમૅદમાં હોય તે દલપતમાં ન હોય અને દલપતમાં હોય તે નર્મદામાં ન હોય તે તે કવિપદ ઉપર ઉભયને સમાન અધિકાર થઈ શકે પણ આ જુદે જુદા વિષયમાં એકમાં હતું તે બીજામાં ન હતું" એમ સમજવામાં હતું, અને ને તેવી સમજણને આધારે કાવ્યત્વમાં આ બે પુની તુલનાનો ન્યાય જનસમાજે આપવા યત્ન કર્યા. નર્મદાશંકરની વૃત્તિ ઉદ્ધત, ઉશૃંખલ, સ્વતંત્ર છે એટલે તેનું ચારિત્ર અને તેમની નીતિ પણ, જેને સંપૂર્ણ માનવાને પ્રચાર પડેલો છે તેવી સંપૂર્ણ નથી, દલપતરામની વૃત્તિ સુશીલ, નિયમિત, સર્વને રંજન કરવાની છે એટલે તેમનું ચારિત્ર અને તેમની નીતિ સંપૂર્ણ નીતિપદ્ધતિના તે સમયે માન્ય થયેલા ધારણ પ્રમાણે ઉત્તમ છે. આવી એક સરખાવટ ઉભી કરીને એમ પણ સ્વીકારી લેવામાં આવ્યું કે નર્મદની કવિતા અને તેના લેખ વાંચવાથી અનીતિની વૃદ્ધિ થાય છે. દલપતની કવિતા અને તેના લેખ વાંચવાથી નીતિને પુષ્ટિ મળે છે. * ભાઈ બહેન સાથે બેસીને વાંચી શકે એવી દલપતરામની કવિતા છે ” એ દલપતરામને ઉત્તમ કવિ કહેવાનું અને “ ભાઈ બહેન સાથે બેશીને ન વાંચી શકે એવી નર્મદની કવિતા છે ” એ નર્મદની કવિતાને ઉતરતી પંક્તિની કહેવાનું ધોરણ આ પ્રકારે ઉપજાવી લેવામાં આવ્યું. - ' સુધારે ' એ નામની જે નવીન ભાવનાએ કાંઈક સમય ગુજરાતનું સામ્રાજય ભેગયું તેના તો આ બંને પક્ષવાળા પરમભક્ત હતા. ડૉક્તર વીસનને કે ફારબસ સાહેબને કે હાપ સાહેબને “ સુધાર’ તો પરમપ્રિય હતેાજ, નર્મદ અને દલપત બને સુધારાનાજ કવિ હતા. પણ સર્વનું રંજન કરનાર, ગ્રહણ કરીને પ્રતિબિંબ ઉપજાવાર દલપત જ્યારે સુધારાનો સાર “ ધીમે ધીમે સમજાવતા” હતા, ત્યારે “ મહારાજ લાઈબલ કેસ ”-માં, ધર્મને નામે ચાલતી અનીતિને ખુલ્લી પાડવામાં યાહામ કરી વિજયી થયેલા સુધારા-મંડલનો કવિ નર્મદ “ યાહોમ કરીને ” આગળ પડવાનીજ બાનીથી પોતાના દેશીઓને બરદાવતા હતા. વિચાર અને આચાર વચ્ચે અંતર રહે તે ગમે તેવા વિચારો પણ શ્રેાતાને અસર કરી શકે નહી એવી જે જે ભાવના ઉદાર હૃદયમાં રહે છે તે નર્મદ અને નર્મદના પક્ષની ઇષ્ટદેવતા હતી; વિચાર કરતે કરતે, સર્વનાં મન મેળવતે મેળવતે, સમય આવે ને સર્વે કરવા તૈયાર થાય ત્યારે, વિચાર પ્રમાણે આચાર કર, એવી જે ભાવના સંસારને સંસાર કરતાં અધિક કરવાની ઈચ્છા છતાં કાર્યબલ અને સાહસના અભાવવાળાં હૃદય ગણગણ્યાં કરે છે તે દલપત અને દલપતના પક્ષની સમાધાનમૂર્તિ હતી. સુધારા અને સુધારાને ઉપદેશ ખોટો છે કારણકે તે ઉપદેશ કરનારજ તે પ્રમાણે વર્તતા નથી એવી જે સામાન્ય ઉક્તિ તે સમયે સુધારાની સામે લાવવામાં આવતી હતી તેને તેવું બોલનારના મોઢામાં પાછી ઘાલવા સુધીનાં સાહસ અને સ્વાર્પણ નર્મદ અને નર્મદના પક્ષમાં હતાં. તેણે પોતેજ નાત, જાત, કુટુંબ, આદિ અને નેક લાભનો ભેગ આપી, પરણેલી સ્ત્રી વિદ્યમાન છતાં, પુનર્લગ્ન કરી બતાવી, સુધારાના ઉપદેશને પોતે સંપૂર્ણ રીતે સત્ય માને છે એમ સિદ્ધ કરી બતાવ્યુ હતું. દલપત અને દલ પતના પક્ષમાં આ પરાક્રમના અંશ પણ હતા નહિ. એક કવિનું જીવન પણ જ્યારે કવિતા Janaihi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 6/50