પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કવીશ્વર દલપતરામ ડાહ્યાભ:ઇ સી, આઈ, ઇ, ૭પટ ઉભા રહી જોઈએ, ત્યારે થાડે પણ થઈ શકે છે. ત્યાં સુધી ગતાનુગતિક લેકમતમાં તણાઈ ગમે તેમ માનોએ તેથી તે તે વ્યક્તિના સ્વરૂપમાં કાંઈજ ફેર પડવાના નથી, આમ હોવાથી આવા અસંત પ્રશ્ન માં ઉતરવાનું બાજુ ઉપર રાખતાં પણ આપણે કેટલાક સામાન્ય વિચાર કરી શકીશું. પ્રતિભાની પૂર્ણતા અને ચારિત્રની પૂર્ણતા એ બે સાથે હાવાં જોઈએ, સાથે હોય તેજ પૂજ્ય થાય, એ વાત એટલી બધી સર્વમાન્ય છે કે એનું પ્રતિપાદન કરવાની આવશ્યકતા નથી. જે પ્રદિપાદન કરવાનું છે તે એ છે કે જયાં પ્રતિભાની પૂર્ણતા હોય ત્યાં ચારિત્રની અપૂર્ણતા હોઈ શકે એવું લોકો માને છે તે ખોટું છે. લેકમત એવું છે કે પ્રતિભા અને ચારિત્ર ઉભયની પૂર્ણતા હોવી જોઇએ, અમારું માનવું એવું છે કે ઉભયની પૂર્ણતા સાથે સાથેજ હોય છે, એકતી પૂર્ણતા વિના બીજાની પૂર્ણતા સંભવતી પણ નથી. જેનામાં પ્રતિભાની પૂર્ણતા નથી, ને તેથી, અમારા વિચાર પ્રમાણે ચારિત્રની પણ પૂર્ણતા નથી, તેનામાં તે ઉભયેની પૂર્ણતા છે એમ દર્શાવવાને પ્રતિભાની પૂર્ણતા સાથે ચારિત્રની પુણતા હેવી જોઈએ એવી એક દલીલ ઉપજાવેલી છે. વસ્તુને ગતિ તો એવીજ લાગે છે કે જ્યાં પ્રતિભાની પૂર્ણતા સ્વીકારાઈ ત્યાં ચારિત્રની પર્ણતા સ્વીકારવી જ જોઈએ, પ્રતિભાની પર્ણતા અને ચારિત્રની પૂર્ણતા સાથે હોવી જોઈએ. અમુક નામાં ચારિત્રની પૂર્ણતા નથી, માટે પ્રતિભાની પણ નથી, એ ન્યાય ખોટા નથી, પણ તેને ઉલટી રીતે લગાડીને આપણે એમ કહીએ કે પ્રતિભા પુર્ણ છતાં ચારિત્ર પૂર્ણ નથી તે તે વાત યથાર્થ નથી. - પ્રતિભાની પૂર્ણતા મનુષ્ય પ્રકૃતિના જે અંશનું કાર્ય છે તેજ અંશનું કાર્ય તેના ચારિત્રની પૂર્ણતા છે. પ્રતિભાનું દર્શન ત્યારેજ થઈ શકે છે કે જયારે પ્રાકૃતજનસુલભ શંકા, ભય, સ્વાર્થ, કૃપણુતા ઈ-યાદિમાંથી, મુક્ત થઈ મનુષ્ય પોતે પોતાને પણ ભૂલી જાય એવી ઉદાર, ઉન્નત, સર્વમયતાના ક્ષણ અનુભવે છે. ચારિત્રની પૂર્ણતા પણ એવા સ્વ અને સ્વાભિમાનને ભુલવાના ક્ષણો માંજ સમજાય છે, એવી ક્ષણોમાં કરેલા નિશ્ચયાજ ચારિત્રને પર્ણ કરી શકે છે. સર્વમયતાના તે ક્ષમાં જે અર્પણ થઈ જાય છે, પરાર્થે સ્વમાત્રના ફલની આશા વિનાને યય થઈ જાય છે, તેજ ચારિત્રની પુર્ણતા છે. ચારિત્રમાત્રનું તત્ત્વ છે. મન વાણી અને કર્મની એકતા રૂપ જે માહાભ્યને ચારિત્રનો સાર કહેવામાં આવે છે તે આ હ• દયવિરતારમાંથી અને તે વિસ્તારે પ્રતિપદે બાંધેલા રવાપણુમાંથીજ સંભવે છે. તો જે હદય પ્રતિભાની પરિપૂર્ણ ઝાંખી પામવા જેટલો વિસ્તાર અનુભવી શકે છે તેજ હૃદય ચારિત્રને પૂર્ણ થતાં અટકાવનાર જે રવાથે સંકોચ અને કૃપણુતા તેમાં બંધાઈ રહે કે કૃતાર્થતા માને એવું સ્વીકારવું સામાન્યબુદ્ધિમાં ઉતરી શકે તેવું નથી. અને પર્ણતા—પછી પ્રતિભાની ચારિત્રની કે ગમે તેની, તેને જે ભક્ત છે તે અપર્ણતાને કેમ વરી શકે ? જેને સંદર્ય, રમણીયતા, કાન્તિ એવાં નામથી તરસનો વર્ણવી ગયા છે, જેનું નિર્વચન “ પદે પદે નવીન થયાં જાય એવું ' કાંઈક એ કરતાં વિશેષ શબ્દથી કરી શકાયું નથી, તેજ પૂર્ણતા છે; અંગની બુદ્ધિની, ચારિત્રની, લાવણ્યની, ભવ્યતાની. ભાવનાની પણ જે પર્ણતા છે તેજ સેદર્ય છે, તેજ પ્રતિભાવાનની ઉપાસ્ય છે. તો જે પ્રતિભાની પર્ણતાને ઉપાસે તે ચારિત્રની અપર્ણતાને ઉપાસે એવા સ્વીકારનો સંભવજ જણાતા નથી. ' છતાં પ્રતિભાવાન કવિ, શિલ્પી, ગાયક, નાની આદિના આચારે જગતને અનેક Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750