પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૬o સુદર્શન ગદ્યાવલિ, વાર નિંદ્ય ભાસ્યા છે તેનો ખુલાસે શી રીતે કરી લેવા ? અમારું માનવું છે એવું છે કે જે પ્રતિભાની પૂર્ણતાને સમજે છે તેનામાં ચારિત્રની અપૂર્ણતાનો સંભવ નથી; નીતિને તાબે ન રહેવાનો દોષ તેવાં જ કરતાં હોય તે કરતાં નીતિને તાબે રહેવાને દેવ તેઓ વધારે કરે છે. જગત જેને નીતિ કહે છે તેને પ્રતિભાવાન અને નીતિ માનતાં નથી એ વાત ખરી છે; મન કર્મ અને વાણીના સર્વદા વિયાગ રાખી રવાર્થ સિદ્ધ કરવાનો માર્ગ વિ. ચરતાં ડાહ્યા, સમજુ, અને ચારિત્રવાન દેખાતા રહેવામાં વિક્ષેપ ન આવવા દેવો એવી જે રીતિને જગત નીતિ કહે છે તેને પ્રતિભાના પ્રદેશમાં અવકાશ નથી. એટલે પ્રતિભાનાં બાલકો મનકર્મવચનની એકતાના સરલ એકમાર્ગી પણાની જે સત્યનીતિ તેનેજ વળગી રહે છે, જગતની પેઠે પિતાનું ખરું જીવન છાનું રાખી, ખાટું જીવન ખરાને નામે બહાર ચલાવવા મથતાં નથી. તે કઈ પણ ભુલ કરતાં હોય તે પિતાની આવી સત્ય નીતિને વળગી રહી, તેનેજ સર્વદા વશ રહી, જગતી પેઠે છુપુ જીવન જુદુ રાખી શકતાં નથી, જાહેરજ જીવન ગાળે છે, એટલીજ છે. જે સ્વાર્થ સંકોચાય અને ભય કૃપણુતા આદિથી આખા વિશ્વનાં પાપમાત્ર ઉદ્ભવે છે તેને ગંધ પણ જેને લાગી શકતા નથી એવી પ્રતિભા જગતની કે કોઈની આંખથી છુપાવવા જેવું પાતામાં કાંઈ જ દેખતી નથી, એજ તેનું પરમ સ્વાર્પણ અને પરમ નીતિમય સંપૂર્ણ ચારિત્ર છે. પણ એનેજ જગત અનીતિ અને ચારિત્રની અપૂર્ણતા કહે ખોટું નથી, કેમકે જગત જેને નીતિ અને ચારિત્ર કહે છે તે તે લેકદૃષ્ટિ માટેની એક અને પિતાના ઓરડા માટેની બીજી એવી નીતિના ધોરણથી ઠરાવેલું છે. એક દીવાનાશાલામાં પૂરેલા દીવાનાને પૂછવામાં આવ્યું કે તું ડાહ્યા હોય એમ જણાય છે છતાં તને કેમ અહીં પૂર્યો છે ? તેણે ઉત્તર આપ્યું “ બધા વધારે મતનો સવાલ છે; હું છું તો ડાહ્યોજ, પણ મને ગાંડા કહેનારના મત મારા કરતાં વધી ગયા એટલે હું અહીં છું અને તે મત આપનારા છુટા છે.” પ્રતિભાને જગત અનીતિની છાપ મારે ત્યાં પણ આ ગાંડા માણસે બતાવેલી વધારે મતની કોટી કરતાં બીજી કસેટી લાગુ થતી નથી. છતાં એવા વધારે મતે કેટલી પ્રતિભાને, કેટલા કેટલા દેશમાં, કેદમાં રંજાડી છે, બાળી નાખી છે, મારી નાખી છે, તિરસ્કાર અને અપયશમાં ડુબાવી દીધી છે. પ્રતિભા અતિ વિરલ હોય છે, વધારે મતે તે હારે તે તેમાં આશ્ચર્ય નથી. પરંતુ કેદખાનાં, અગ્નિ, વિષ, તિરસ્કાર કે અપમાન કર્યું પણુ પ્રતિભાને અપ્રતિભા કરી શકતું નથી, કાલનાં અનેક પડ તેના ઉપર ફરી જાય તે પણ તેની ખાક નવી પ્રતિભાના અશ્ચિની ચિણગારીઓથી ભરેલી રહે છે. અને એજ ન્યાયે આપણે આપણા કર્તવ્યની ખાતર, આપણા દેશની ખાતર, આપણા ગ્રંથકારોની ખાતર, આપણાં બાલકાના ઉગતા ચારિત્રની ખાતર, આટલે વર્ષે પણ દલપત અને નર્મદ એ બે ભાવનાને ન્યાય આપી શકીએ તે આપ જોઈ એ. ઉભયે નરરન હવે વિદ્યમાન નથી, લાભ હાનિના પ્રસંગ તે તે વ્યક્તિને અંગે હોઈ શકે તેને હવે અત્યંત અભાવ થયા છે તે સમયે એ ઉભય ભાવનાની યથાર્થ તુલના કરી જેને જે યોગ્ય હોય તેના સ્પષ્ટ સ્વીકાર કરવામાંજ આપણું શ્રેય છે, અને એ હેતુથીજ અમારે આ ચર્ચાને કવીશ્વરના સ્વગવાસ માટે અતિશય શાકાતુર હદયે પણ પુનઃ સંભારવી પડે છે. સત્ય અને સમયુનું બલ અગાધ છે; મનુષ્ય કે મનુષ્યની ગમે તેવી રચનાઓથી સત્યને દબાવી શકાતું નથી, તેના ક્ષણિક પરાજય ભાસે પણ કાલગતિએ તે પુનઃ પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યા વિના રહેતુ’ andhi Fe Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10/50