પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, સાદાઈ, એમના મનોબલની ગંભીર પણ અતિ આ દઢતા, અને એમના વદનની નિરંતર પ્રyલ સમતા, એજ એમ જણાવતાં હતાં કે જીવનનો આખાએ ભાર એમને એક તૃણુવત, અકિંચિકર છે. ભરણુ પણ તેવું જ દૃષ્ટાન્તભૂત જણાવી, આ યોગભ્રષ્ટ મહાપુરુષે મરણનું એ જગતને ઉત્કૃષ્ટ દકાન્ત આયું. એડિસને મરતી વખતે પોતાના વાહાલા શિષ્યને બોલાવી કહ્યું હતું કે “ આનું નામ મરણ. આ માહાત્મા પણ સહજે તેમ કહી શક્યા હોત; એક સુખનિદ્રામાંજ, શાન્તહદયે, અકિલષ્ટ અંતઃકરશે, કાંઈપણુ મંદવાડ વેઠયા વિના, એમના આત્મા સ્વરૂપમાં સમાઈ ગયો. જાણે આ પ્રસંગ માટે જ હોય તેમ સર્વ રીતિથી પતે પરવારી રહ્યા હતા, અથવા જેમણે પોતાનું એવું પિતાનાથી ભિન્ન કાંઈ માન્યું જ ન હતું તે સર્વદા પરવારેલાજ હતા. એમના જવાથી એમને નામથી પણ જાણનાર એવા પ્રત્યેક જને કાંઈને કાંઈ ખેાયું છે. કુટુંબીઓએ અનુકરણીય માહાભ્ય દૃષ્ટિમાંથી જતું જોયું છે, મિત્રાએ હદયના વિશ્રામ અને પ્રેમનું ઉત્કૃષ્ટ આકર્ષણ ખાયું છે, રાજનીતિ એ ખટપટથી રહિત 'સીધી રાજનીતિને યશસ્વી કરી આપનાર સૂર્યને ખાય છે, સરકારે અતિનિપુણુ સહાય ખેાયે છે, લોકોએ ઉ• ત્તમત્તમ ચારિત્રનો ભવ્ય નમુને ખાય છે, જગતે સન્મનુષ્યત્વનું અમાનુષસ્થાન ખાયું છે. એમના જવા માટે શેક કરવા કરતાં એમના ગુણનું કીર્તન કરી એવા અન્ય સુજનો નીપજે એજ એ પુરુષ પ્રતિ પિતૃનિવિશેષ પ્રેમથી બંધાયેલા અમારા હૃદયની પ્રાર્થના છે. જુલાઈ-૧૮૮૫ સખેદ મરણ, રા. રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ બી. એ. એલ એલ. બી. ઇત્યાદિ, ઇત્યાદિને અકાલે સ્વર્ગવાસ થવાથી એમનાં કુટુંબીઓમાં, એમના મિત્રવર્ગમાં, અને એમને જાણનાર સર્વ જનમાં અતિશય શોક છવાઈ રહ્યા છે એટલું જ નહિ પણુ ગુજરાતના સમર્થ વિદ્વાનોમાંના આ એક મોખરાના વિદ્વાન આ રીતે ગુમ થઈ જવાથી આખા વિદ્ધસમાજને બહુ ખેદ્ય અને ગ્લાનિ પેદા થયાં છે. એ પુસ્જની વિદ્રત્તાથી અત્રના તેમ યુરપ આદિ દેશના પંડિત સારી રીતે જાણીતા છે, લોકોપયોગી કામમાં આગળ પડતો ભાગ લેવાનો એમને ઉત્સાહ અનુકરણ કરવા જેવા છે, અને એમના સરલ તથા આનંદી સ્વભાવ એમની સાથે સંબંધમાં આવનાર કોઈને પણ વીસરે તેમ નથી. એમના કુટુંબ ઉપર અકાલેજ દૈવકપ જેવું થયું" છે. એમના ભાઈ સાક્ષર શિરોમણિ શ્રીકેશવલાલનાં પત્ની અને એકના એક પુત્ર ઉભયના સ્વર્ગવાસ થયો તે પછી થોડા જ માસમાં રા. રા. હરિલાલજી ત્રણ નાના પુત્રને અને તેમની માતાને મૂકી ચાલી ગયા. એ કુટુંબ ઉપર આવા દૈવયોગને સમયે અમે તેમના શાકમાં સભાગી થતાં મિત્રધર્માનુસાર આદ્રહદયે સ્નેહમ્મરણરૂપ નિવાપાંજલિ સમપીને આ અંકને આરંભ કરીએ છીએ. જુલાઈ૧૮૮૬ Gandhi: Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12/50