પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૬૮ સુદર્શન ગદ્યાવલિ, નો કે પોતાના ખર્ચને વિચાર આવે; તે પરમ સાત્ત્વિક હાઈ સર્વને તેવાજ દેખતા અને ને તેવાજ કરવા ઈચ્છતા, વેદાન્તસિદ્ધાન્ત ઉપર તેમને અનન્ય પ્રેમ હતો, અને તેમનું જીવન ખરૂં સમય હતું. ભટ્ટજીનું લક્ષ પોતાની વિદ્યા કેમ વિજયી થાય, કેમ વૃદ્ધિ પામે, એ ઉપર બહુ હતું. ઉપચાર કરતા તાપણુ યાધિને તુરત નિગ્રહ કેમ થાય છે તેમના ધ્યાનમાં રહેતું” નહિ શાસ્ત્રોક્ત વિધિએ શરીરશુદ્ધિથી આરંભ કરી તે વ્યાધિના ઉપચાર ઉપર આવવું, એમ કર્યો વિના જેલા પ્રયોગજ વ્યર્થ થઈ વિદ્યવિદ્યાને અપયશ અપાવે છે, એ તેમને નિશ્ચય હતો. આથી કરીને ઘણી વાર તેમને હાથે વ્યાધિને નિગ્રહ થવામાં વિલંબ થતા તથાપિ તેમનામાં જે વિદ્યાવૃદ્ધિને આગ્રહ અને પ્રીતિ હતાં તે તેમને ઘણા વિષમ પ્રસંગોમાં વારંવાર પરિણામે વિજય અપાવતાં. થોડાંક વર્ષથી તો તેમની વિદ્યાપ્રિયતાએ તેમને એવા આગ્રહમાં આર્યા હતા કે મનુષ્ય શતવર્ષ જીવતું નથી એમાં યોગ્ય ઉપચારનીજ ખામી છે. એ ઉદ્દેશથી તેઓ મરણની ધણા ગામની “ એવરેજ ' ભેગી કરાવતા, આખા ગામને જીવિતવર્ધક ઉપચાર કરી પાંચ વર્ષે તે એવરેજ ફરી લેવાય તો કેવો ફેર પડે તે જોવાની ઈચ્છા રાખતા, અને તેવા કોઈ આશ્રયની વારંવાર આતુરતા દશૉવતા કે જેથી તેમને આ આયુષ વધારવાનો પ્રયોગ અ જમાવવાની સરલતા મળે. આ આગ્રહમાં જ તેમણે જીવિતવર્ધક મંડળી સ્થાપી છે. તેમાં જોડાનારનાં કુટુંબીઓની સર્વ પ્રસંગે ઉપચારથી સંભાળ રાખવાની પ્રતિજ્ઞા કરી છે. અને વ્યાધિ મટાડનારાં નહિ પણ વ્યાધિ વિનાએ સેવન કરવાથી જીવિતને વધારનારાં એવાં કેટલાંક ઔષધા તેમણે નિમણુ કરેલાં છે. એમાંને વિડંગતાંદુલનો એમના જાણીતા પ્રાગ અતિકછગ્ય છતાં ઘણાને બહુ લાભકારક નીવડ્યા છે. તેમણે આરંભેલા વિદ્યાવૃધિના કાર્યની સાથેની તેમની એકતાનતા એક બે દષ્ટાંતથી સમજાશે. હવણાં નડીઆદમાં દેહપાત પૂર્વ એક પ્રસંગે એમ કહેતા હતા કે વધવિધાને મારે જ્યાં લઈ જવી છે ત્યાં તે કયારે પહોચે કે મારા કુટુંબીઓ અવિભક્ત રહીને ઓગણપચાસ પેઢી સુધી એનું એ કામ કરે; માટે મારા કુટુંબમાં ત્યાં સુધી વિભાગ ન પડે તેવી કોઈ યોજના બતાવા. લખીને પણ કેટલુંક મૂકી જવાનો તેમણે યત્ન કર્યો છે, ડાક્તર ત્રિભુવનદાસને સાથે રાખી તેઓએ ચરકસંહિતાનું બહુ સારી ટીકા સાથે ભાષાંતર આવ્યું હતું, પણું શોચનીય છે કે એ કાર્ય સમાપ્તિએ પહોચ્યું નથી. . આખા હિંદુસ્તાનમાં દેશીવૈદ્યવિદ્યાના આ ભાવિકભક્ત અને ચારિત્રે ખરે મહાત્મા જેવા પુરુષ મળી આવા કઠિન છે. એમના અસ્ત સાથે દેશીવૈદ્યવિદ્યાને અરત થયા જેવું’ અમને લાગે છે, અને તે માટે અમારા હૃદયમાં અતુલ ખેદ વ્યાપે છે, તેમના ભાઈ રસેશાચાર્ય મણિશંકર વિઠ્ઠલજી કે તેમના એકના એક પુત્ર રા. શંકર પ્રસાદ તેમની વિદ્યાવિલાસિતા, એકતાનતા, અને પારમાર્થિક બુદ્ધિનું સ્થાન સાચવી દેશી વદ્યકના જીવનની વૃદ્ધિ કરે અને એ મહાત્માની ઓગણપચાસ પેઢી સુધી જુદા ન થતાં આની આ વિદ્યા ઉપાસવાની છેલ્લી ઘડીની છેલી આજ્ઞાને અનુસરે એજ અમારી વાંછના છે. –૧૮૮૮ Gandhi Hentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50