પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

3019//28 લેકવૃત્ત, ૭૭૩ ૬-પ્રાણવિનિમય:-થીઓસોફીસ્ટ ઉપરથી માલુમ પડે છે કે યુરોપમાં હંગરીના કોઈ ગામમાં એક બાલાને કોઈ વિધાયકે પ્રાણુવિનિમયથી બેશુદ્ધ કરી વિશ્વદૃષ્ટિ પર્યત પહોચાડી તે બાલાનો ભાઈ કે ગામમાં ભણતા હતા, ને ત્યાં બહુ માંદે થઈ ગયા હતા, તેથી તેની ખબર લાવવાની આ વિધેયને આજ્ઞા કરવામાં આવી. બાલા વિશ્વદૃષ્ટિથી પોતાના ભાઈ પાસે પહોંચી પણ તે તો મરી ગયા હતા, જે જોતાંજ એક માટી ચીસ પાડી તે પણુ શબ થઈને પડી. અનેક ઉપાયથી પણ ઉડી નહિ. પ્રાણવિનિમયની રમત કરનાર વિચારી જનોએ આ વાત ખુબ લક્ષમાં લેવા જેવી છે. ૭-મનુષ્યના પ્રપિતા વાનર:-Bફેસર હક્ષલી લખે છે કે મારા ગરીબ પતિરાઈ ઉરાંગઉટાંગવાનર વિષે અકારણુ શોક કરવા હું ઈચ્છતા નથી, પણ સુંદરતાથી વિચારતાં કે બુદ્ધિથી વિચારતાં એ સગાઈનું અસ્તિત્વ હોય એમ લાગતું નથી. જયાં મારી આંખે કાંઇ ન જણાય તેવી વૃક્ષધટામાંથી પણ ફલને એ ચુંટી લાવશે; પણ દેવતાને સમર્પણ કરેલા કાઈ ભવ્ય દેવાલયની શાન્ત ભવ્યતાથી મને જે માનબુદ્ધિ ઉપજી આવે છે તેવી માનબુદ્ધિ જે વિશાલ વિશ્વલીલામય વનાન્તને વિષે તે પોતે રહે છે તેને જોતાં એ મારા પીતરાઈને કદાપિ થવાની નથી એની મને ખાતરી છે; છતાં મને શક નથી કે પેલા ફલને ચાવતાં બેઠેલા, લાંબા હાથ ને ટુંકા પગવાળા આપણુ એ મિત્રના ગંભીર વદનની નીચે પણ એવું તો કાંઈક અવશ્ય રહેલું છેજ કે જે ‘ભૈતિક શાસ્ત્રા’ની મર્યાદામાં પકડાય એવું નથી. મધુરતાનું જે પ્રત્યક્ષ એ અનુભવે છે, તૃપ્તિના જે પરિતાપ અને લાગે છે, તે કઈ કવિની આલ્હાદક ક૯૫નાની પેઠે ભૌતિકશાસ્ત્રની મર્યાદા બહારજ છે.” ૮-ડાવિન:-માણસ વાનરમાંથી થયાં એમ માનવાનું કયાંથી પ્રાપ્ત થયું ! આખું' જગત જડમય છે, જડના ક્રમિક વિકાસમાંથી જંતુ, માછલાં, પક્ષી, પશુ, વાનર, મનુષ્ય, એમ ક્રમે ક્રમે ઉગ્યુ, વિકયું; ચેતન એવું કાંઈ છેજ નહિ; એમ માનવામાંથી એ વિચાર પેદા થયેલ છે. છતાં ડાર્વિન જેણે ઇવેલ્યુશન અથવા પરિણામને આ વાદ ઉપજાવ્યા તેના પરમ મિત્ર અને ભક્ત તથા તે વિષયમાં પ્રમાણભૂત પ્રોફેસર હક્ષલી જે કહે છે તે તે આપણે જોયું કે ગમે તેવા પરિણામ માને પણ ચેતન કેાઈ એરજ વાત છે, એને જડમાંથી ઉપજાવી શકાવાનું નથીજ. પણ આમ કહેવાથી ડાવિનની મહત્તા શુ આછી થાય છે ? લેશ પણ નહિ, એક પરમાણુથી તે મોટા ભવ્ય મનુષ્ય સુધી જેણે અભેદની સાંકળ જોડી આપી છે, જેણે આખાં બ્રહ્માંડનાં બ્રહ્માંડ તે સાંકળીને છેડે જોડી દીધાં છે, જેણે પ્રાચીન ધર્મપુસ્તકાનાં બંધનમાંથી વિચારને છોડાવી અગાધ અનન્ત જીવનનું ભાન કરાવ્યું છે, જેણે સ્વતંત્ર વિચાર સ્વતંત્ર ઐક્ય અનુભવવાના માર્ગ કર્યો છે, તેના કામને નાનું કહેવાની કેાની તાકાદ ! છે ? પણ એ બધા જડને નહિ; અનન્ત, અમેદમય, નિવિકાર, એકાકાર ચેતનને, વિલાસ છે એટલે જ સુધારે: કરવાની નાની સરખી અપેક્ષા છે. નવેમ્બર–૧૮૯૪ ટ–અમેરિકામાં હિંદુઓ વિષે વિચાર:–સ્વામી વિવેકાનંદ ૧ થીઓસીસ્ટમાં ” લખે છે કે ૧ કીરીઅન પાદરીએ અમેરિકાના લોકોને એમજ શીખવવા યત્ન કરે છે કે Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 23/50