પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ૭૭૪ સુદર્શન ગાવલિ, હિંદુઓ તે કઈ મહા અજ્ઞાની અંધ અને જંગલી લોકે છે, તેમનો ઉદ્ધાર કરવા પિસા આ પવા એ ધમકૃત્ય છે. એ અર્થ શાલામાં ચાલતી કેટલીક ચોપડીઓમાં હિંદુ માતાઓ પતાનાં બાલકને ગંગાજીમાં મગરે ને ખાવા નાખી દે છે એવી છબીઓ ચીતરેલી હોય છે; મહાટા રથની નીચે કચડે હિંદુઆ કચરાય છે એવું ચીતરેલું હોય છે; હિંદુ પોતાની પત્નીને બાંધીને બાળી મૂકે છે અને તેના જીવને ભૂત બનાવી પિતાના દુશમનોને દુ:ખ દેવા માટે તાબે રાખે છે એવાં ચિત્ર કાઢેલાં હોય છે. આ બધાનો શો અર્થ છે ? એક ઉપદેશકે તે એટલે સુધી કહ્યાનું મેં વાંચ્યું છે કે હિંદુસ્તાનના પ્રત્યેક ગામમાં નાનાં છોકરાંનાં હાડકાં ભરી મૂકવાને એક ખાડો હોય છે.” આવા અજ્ઞાન લોકોને ઉદ્ધારવા ક્રીસ્થીઅને અહીં આવે છે !! ! ૧૦-મી. સ્ટીડ અને બ્લેસ્કીઃ —આની સામે “ રીવ્યુ એફ રીવ્યુઝ ” માં મી. ટીડે મેડેમ ન્હેલેદ્રસ્ટીના ઉપર જે અભિપ્રાય આપે છે તે જાણવા જેવું છે કે મેડમ બ્લેટસ્કીએ ખરેખર મહાન કાર્ય સિદ્ધ કર્યું છે; તેણે ધમોભિરુચિ વધારી છે, કમ પુનર્જન્માદિ વિચારે બહાર પાડયા છે, પણ સર્વ કરતાં ઉત્તમ કામ એ કર્યું છે કે જે હિંદુઓને તિરસ્કાર યોગ્ય, હસવા જેવા, જંગલી ગણવામાંજ પંડિતાઈ મનાતી હતી, જે હિંદુ પંડિતાના ગમે તેવા લેખ પણ કેવલ વ્યર્થ મનાતા હતા, તે હિંદુઓ અને તે પંડિતજ પરમ જ્ઞાનના ધણી છે, તેમની પાસેથીજ દુનીયાને શીખવાનું છે, એ તેણે સાબીત કરી આપ્યું છે; એમ થવાથીજ ભાતૃભાવનો વિસ્તાર થવાના તેણે માર્ગ કર્યો છે. ૧૧-દેવતાએ કરેલી શિક્ષાઃ—“ મલબાર અને ત્રાવણકોર સ્પેકટેટર ” નામના ૫૫રમાં લખ્યું છે કે એક ગ્રેજ્યુએટ કેાઈ દેવનાં દર્શન કરવા ગયા. ત્યાં તેના મિત્રોએ દેવ આગળ કાંઇ દ્રવ્ય મુક્યું, પણ આ ગ્રેજ્યુએટ તો દેવને લાંચ આપવાની જરૂર નથી એમ કહી કશું મૂકયું નહિ. ત્યારે પેલા મિત્રોએ તેને બે પૈસા આપીને કહ્યું કે તમારી પાસે ન હોયતો લે, આ મકા; પણ પેલાએ તો એ પિસા દેવની પેટીમાં નાખવાને બદલે કાકરા પેટીમાં નાખ્યા. આ થયા પછી તેની આંખે હરકત થવા લાગી. તે બાર કલાકમાં તે આંધળોભીત થઈ ગયે. તેનાં માબાપ તથા તે સર્વે તે દેવતા આગળ કાલાવાલા કરવા ગયાં છે. e ૧૨--મી, આ ટે:-મુંબઈના પ્રખ્યાત વકીલ રા. રા. મહાદેવ ચીમણાજી આ2. બી. એ. એલ. એલ. બી. ના મરણથી આપણા અગ્રણી વર્ગમાં ઘણી અગત્યની ખોટ પડી છે, તેમણે તરુણ અવસ્થા અભ્યાસ અને વ્યાવહારિક ઉપાધિમાં ગાળ્યા પછી વકીલાતમાં ઘણી જ પ્રખ્યાતિ મેળવી હતી. પોતાની જેટલી મીલકત હતી તે બધી તેમણે પુનામાં “ આનંદાશ્રમ” નામે મંદિર બંધાવી તેમાં વાપરી છે, અને ત્યાં શાસ્ત્રીએ રાખી પ્રાચીન સંસ્કૃત ગ્રંથાને શોધાવી છપાવવાનું કામ ચલાવેલું છે. ઘણુક અગત્યના ગ્રંથે બહાર પણ પડી ચૂકેલા છે. આવા ઉદાર, સ્વદેશાભિમાની, અને સ્વાર્પણ કરનાર, ગૃહસ્થની ખાટ પૂરાવી અશકયવત છે. તેમણે મરણ સમયે સંન્યાસ લીધા હતા, અને આનંદાશ્રમમાં શિવાલય આગળ એક સમાધિ પ્રથમથી કરાવી રાખી હતી તેમાં પોતાના શરીરને મકાયું હતું. એ સમાધિની એવી વ્યવસ્થા રાખી છે કે શિવલિંગના સ્નાનનું જલ તેના ઉપર પડયાં કરે. એ ગૃહસ્થની શુભ વાસના એમને સફલ થાઓ. ડીસેમ્બર-૧૮૯૪ Gandhi Herlitage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24/50