પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રે annasamnanananna સુદર્શન ગદ્યાવલિ, ચલિત છે તેને ટીકા કહેવાયજ નહિ, તેની જરૂર પણ નથી. એનું નામતો માત્રનિંદા છે, ને તે અધમ લેખકોની ઉ૫વિકા છે. એના વિશે આપણે કાંઈ બેલવાની જરૂર નથી. દા. જેન્સને બહુ માર્મિક રીતે એવા નિર્દક માટે કહ્યું છે કે “તેમનામાં જે ન્યૂનતા હોય છે તેને પૂર્ણતાને રૂપે જણાવવા એવા લોકો કોઈ સંપૂર્ણ જણાતા મહાશયોને નીચા નમાવવા વેવલાં વીણે છે, કે તેમ કરવાથી તેઓ પોતે કાંઈ પ્રસિદ્ધિ પામે. પણ તેમને જે અપ્રસિદ્ધિ અતિ ઉચિત છે તેમાં જ રહેવા દેવાને એકજ રસ્તો છે, ને તે એ કે તેમની કાઇએ દરકાર ન કરવી.” લેક અર્થાત વાચકવર્ગ પણ એમ જાણે છે કે ટીકા થવી એ મહાહાનિ અને કષ્ટ છે. ડીકા થઈ એટલેજ જાણે કાંઈક દૂષણ છે એમ સિદ્ધ થઈ ચુકયું ! આવા લોકભ્રમ પણ અધમ ટીકાકારાના અસદાચરણથી પેદા થયો છે પણ એમાં કાંઈ સાર નથી. નિંદા કરનારની નિંદા સત્ય હોતી નથી, ને નિંદાને બદલે વાસ્તવિક ટીકાકારના મતભેદથી જે હોય તેને દૂષણ લાગતું નથી. લેક એમ માનતા હોય કે એક માણસ જે લખે અથવા બેસે તે ત્યારે જ ખરું કહેવાય કે જ્યારે તેને સર્વ પ્રમાણુ કરે, તો આ કરતાં વધારે મહાટી ભુલ બીજી કોઈ નથી. શ્રીરામ જેવા અકલંક્તિ મહાત્માનું શુદ્ધ ચરિત પણ લોકષ્ટિએ કેવલ અદૂષિત નથી, તે સામાન્ય આચાર વિચારપરવે મનુષ્યમાત્ર એકમત થાય એમ આશા રાખવી વ્યર્થ છે. એવું સામાન્યતઃ મનાય છે કે “ સેશાણાનો મત એકજ ” તથાપિ અમારું માનવું તો એમજ છે કે મતભેદ એ કોઈ પણ દેશની વિદ્યાસમૃદ્ધિનું સુચિન્હ છે, ને જેમ વસ્તુગયા અનિવાર્ય છે તેમ લાભકારી છે. સત્ય છે તે એવું નથી કે મતાંતર સહન ન કરી શકે, જે અસત્ય છે તેજ મતાંતર સહન કરવા અસમર્થ છે. ગમે તે બાજુએથી જુએ પણ સત્યપ્રતિમા સર્વથા એકરૂપેજ સમજાશે. પણ અસત્ય તો માત્ર જે બાજુએથીજ જેવાને લીધે સત્યાભાસ જણાઈ શકતું હોય તેટલી બાજુએથીજ ઇટરૂપે સમજાશે. આમ સત્યને મતાંતરનું ભય નથી. મતાંતર સહન કરવું એ અતિ ઉદાર બુદ્ધિ અને વિશાલ વિદ્યાપ્રસાદનું ફલ અથવા લક્ષણ છે. ત્યારે લોક એમ સમજે છે કે ટીકા થઈ એટલેજ દોષ સિદ્ધ થયે તે ભ્રમ છે એટલું જ નહિ, પણ જેના ઉપર ટીકા નથી થતી તે દેષવાળું છે એમ હોવાનો સંભવ છે. જે ગ્રંથ, જે લેખ, જે ઉક્તિ, વિદ્રચ્ચર્ચાને યોગ્ય થઈ તે, યદ્યપિ મતાંતરગ્રસ્ત હાય તથાપિ, સાર્થ છે, ધન્ય છે, ઉત્તમ છે, વિશુદ્ધ છે. ત્યારે હવે આપણે ટીકા શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા સમર્થ થઈશું. ટીકા એ શબ્દ પ્રાચીન સમયમાં વિવેચન કે વિવરણ માટે રૂઢ હોય એમ જણાય છે. પ્રાકૃત સમયમાં પાશ્ચાય રીતિને અનુસરતાં, જે રીતે ગ્રંથાદિને તપાસવાનો પરિચય પ્રચલિત છે, તેને ટીકા એ નામ ઘટતું નથી. અંગરેજીમાં એને “રિવ્યુ” કહે છે ને તેને ધાત્વર્થ ‘પુનરવલોકન” એટલેજ છે. એટલે આપણી ભાષામાં પણ એને આપણે “ અવલોકન” એમ કહીએ, કે એવાજ અર્થના કોઈ શબ્દથી વ્યવહરીએ, તે યથાર્થ છે. એમ કરવાનું બીજું પણ કારણ છે. ટીકામાં જે હોય તેને જ આશય સ્પષ્ટ કરાય છે. અવલોકનમાં તે ઉપરાંત તે વિષયનું સાંગ ટન નિરૂપોય છે. જે વિષય હોય તેજ વિષયને પુનઃ અલકી તેનું રૂપ જેવું નિરૂપ કે આલેખ્યું હોય તેવું અન્ય રીતે, પણ ભૂલને અધિક પ્રકાશ મળે તેમ, સ્પષ્ટ કરવું એ અવલોકનના વિષય છે. શબ્દભેદ નક્કી કરતાં, આ પ્રમાણે, આપણે અવલોકનો અર્થ પણ જોઈ લીધા. દોષ કાઢવા બેસવું એ અવલોકન નથી, અથોત અવલોકનને હેતુ નથી. એટલે સુધી પણ કહીએ કે અમુક રચનાને સારી નરસી જણાવવી એ પણ તેનો હેતુ નથી. અવલોકનને હેતુ તે માત્ર એટલો જ છે કે samahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50