પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અવલોકન, ૭૮૫ શક્તિ છે, કાંઈક આર્કતા છે, કાંઈક રસાયન છે. તેની દૃષ્ટિજ જે ઇષ્ટભાવ હોય તે ઉપજાવવાને, તેમાંજ બીજાને પીગળાવવાને સમર્થ છે. તેની અસર આજીવિત છૂટતી નથી. એવી કલ્પના કરવા માટે શાસ્ત્રાનુશીલનની આવશ્યકતા નથી, પણુ જે ક્ષદ્રલેક રચના માત્રનેજ ક૯૫ના ઠરાવી ખ્યાતિ પામવા મથે છે તેમને શાસ્ત્રાનુશીલનથી બહુ અપ્રતિમ લાભ છે. અવલોકન કારને તે પાછું અનુબંધચતુષ્ટય ઉપર જઈ તપાસ કરવાનું છે, પણ તેણે કયાં કયાં શાસ્ત્રનેજ વળગવું, કયાં બીજાનેજ જેવું, તે આ રીતે સ્પષ્ટ થઈ શકે. તત્ત્વશાસ્ત્રમાં પણ એવું જ છે. પ્રાચીન ઇતિહાસ અતિ લાભપ્રદ છતાં, તેનેજ વળગી રહેવું એ ઇષ્ટ નથી. સર્વત્ર નનતાને ઉભવ શાસ્ત્ર ઉંધનથી થયો છે. પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે. આમ જયારે દિધા નિયમ બતાવ્યો ત્યારે સિદ્ધ એક જ વાત શી છે, કે જેને અલેન કાર પકડે. બધામાં સિદ્ધ નિયમ અનુભવ એજ છે. આ વિશ્વની જેવી રચના છે, તેના જેવા નિયમ છે, તેમાંનાં મનુષ્ય પ્રાણી પદાર્થ ઈત્યાદિની જેવી પ્રકૃતિ છે તેનાથી વિરુદ્ધ કાંઈપણ વાત ન હોય એજ તે વાતની યોગ્યતાની પૂર્ણ સૂચના છે. ગમે તેવા સંભવ પણ શક્ય હોય એજ તેમને યોગ્ય ગણવાની કસોટી છે. અવલેકનકારને નાના નાના લેખનું અવલોકન કરવાનું નથી, તેને આખા વિશ્વનું, જનરવભાવનું, ને અનેક સંભનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે કે જેથી વિવિધ ક૯પનાથી ઉદ્ભવતાં ચિત્રની શક્યા શકયતાના વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે. સિદ્ધ કે કલ્પિત શાસ્ત્રમાત્રની પ્રવૃત્તિ વિશ્વના ચમત્કાર કે સંભવને ખુલાસા આપવામાટેજ છે. એક સરસ કાવ્યથી માંડીને તે રસાયન કે ખગોલ કે ભૂસ્તરના શેાધપર્યત કે તત્વજ્ઞાનનાં રહસ્યપર્યત પણ હેતુ તેને તેજ છે. તો એ હેતુ પાર પાડવામાં જે જે સંબંબ જે જે સંભવ કે સિદ્ધ અનુભવ થયા હોય તેમને માત્ર શયતાના ધારણુથી તપાસવા; અને એમ કરતાં તે સંભની યોજનાથી ચાલતી વિશ્વરચનાને સમજવામાં એક અતિ અલક્ષિત અંશે પણ સહાય મળતી હોય, ચાલતી નિકૃષ્ટપ્રવૃત્તિને ઉત્કૃષ્ટ કરવામાં સહજ પણુ માર્ગ બતાવાતું હોય, તે તે મુખ્ય રીતે સ્પષ્ટ કરી પ્રયત્નને સાર્થ ગણુ. ત્યારે શકયતા અને ઉપયોગ એ બેજ વાત, અનુબંધ ચતુષ્ટય ઉપરાંત, અવલોકનકારે લક્ષમાં લેવાની છે. દેશકાળાદિ જે જે વિચાર છે તે શક્યતામાંજ અંતભૂત છે, ને એ શકયતા તથા ઉપયોગ ઉભયને પ્રાચીન શાસ્ત્રકારે ઔચિત્ય એવું એકજ રમણીય નામ આપે છે. ' A શાસ્ત્રસિદ્ધ નિયમો પણ દેશકાલ ગત ઔચિત્યને વશ છે; કેમકે શાસ્ત્રનો ઉદ્ભવ જે અનુભવથી થાય છે, તેના પ્રયાગ આ અઘટિતઘટના પટીયસી માયામાં નિત્ય નવા નવા ચાલતાજ છે. એવાં ઘણાં ઉદાહરણ મળી આવે કે જયાં અનેક પ્રાચીન નિયમ અવૉચીન સમયે બદલાઈ ગયા હોય છે. એક નાટ્યશાસ્ત્રમાંજ લઇએ તો પ્રસ્તાવનાના જે આવશ્યક નિયમ “નાકૂતિં વિરપત્રએ ભરતમતાનુસાર હતા, તે હવેની રંગરચના જોતાં બહુ જરૂરી નથી. એમજ નવીન રંગરચનાએ “ પ્રવેશ ” પાડવાનો યોગ દાખલ કરાવ્યો છે તે આવશ્યક અને યોગ્ય છે. વળી, નાટકાદિ પરવે પણ નિર્વહણ સંધમાં કરણ્યા ન જોઈએ અથવા અદ્દભૂત ન જોઈએ આ જે શાસ્ત્ર પ્રચાર છે તે વર્તમાન સમયને કવચિતજ સુશ્લિષ્ટ પદ્ધતિ કહે છે, તે પ્રમાણે લેખનશક્તિને સાર નથી, તેનું એક અંગ છે, ને જ્યાં જ્યાં કોઈ ઉત્તમાભિલાષા કે ઉત્કૃષ્ટભાવની એકત્રરૂપે પણ સૂચક નથી, જેવી તે વારંવાર હોય છે, ત્યાં તે નિઃસાર, અધમજ છે. ianah e Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50