પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અંધાયાન, ના વેપાર શીદ કરે ? આ રીતે કન્યાવિક્રયને ચાલ પેશી જાય છે. જયાં પસા લેવા એજ મતલબ રહી ત્યાં કન્યાની મરજી, કે વરની થેગ્યતા, કે ઉભયની ઉંમર જોવાનો વખત કયાંથીજ આવે ? તે વખત ન આવે ત્યારે પરણનાર જોડું જે કેવલ ગરીબ થઈ ગયુહોય તેને પણ એકાદ છોકરી થાય તો વેચવાની ઉતાવળ હોયજ એટલે પ્રજા પણ સબલ કયાંથી થાય ? અથવા તે પ્રજાનું સુખ પણ કયાં સચવાય ? આમ ઉત્તરોત્તર હાનિ થતે થતે આખા વર્ગનું નિર્મલ થવાનો પ્રસંગ સહજમાં આવી જાય. કન્યાવિક્રય કરવાથી જે પૈસા હાથમાં આવે છે, તે આવે તેવા તરતજ પિતાને માર્ગે પડે છે. કન્યાનાં માબાપ આવી રીતે સહજમાં મળેલા પૈસાને જમણુવારે કરવામાં ખુશીથી ઉડાવે છે, ને પાપનું પોટલું બાંધી, ખાટી આબરૂની ખાતર પિતાનું તેમજ પિતાની દીકરીનું ઘર ચાખું કરે છે. એકતા આ રીતે એ પૈસાનો ધણો ભાગ એકદમ ત્રીજે ઘેર જતા રહે છે. બીજું તે પછી જો કાંઈ શેષ રહ્યું હોય તો તે વગર મહેનતે મળેલું હોવાથી તેનો ઉપયોગ પણ વગર મેહેનતેજ થાય છે. ખાવા પીવામાં ને મે જમઝામાં તે પસા સપાટાની સાથે પાછા ત્રીજે ઘેર વાસ કરે છે, તે લેનાર તથા દેનાર તો હતા તેના તેજ રહે છે. ઉપરાંત આવી રીતે હરામનું ખાવાની દાનતવાળાં દીકરીનાં માબાપ કોઈ જાતનો ધ ધ આદરતાં નથી કેમકે દીકરી એ એક પાકી હુંડી છે તેથી તેમાંથી જે જોઈએ તે મળશે. પૈસા આપી ને પરણેલા લેક પણ આવાને જોઈ જોઈ એમ ચહાયજ કે અમારે પણુ એક હીરે અવતરે તો ઠીક કે વટાવીને મોજ કરીએ, આમ થવાથી કરીને ધંધો ઓછો થાય છે ને નિરધમ વધે છે તેથી નાતના લોક સ્વાભાવિક રીતે ગરીબ થઈ જાય છે. * આ રીતે તપાસતાં આપણને સાફ જણાય છે કે નાતનો ક્ષય થવાનું, ગરીબાઈ થવા નું, અને અપકીતિ થવાનું ખરૂં કારણ કન્યાવિક્રયરૂપે જે આલસુ થવાની મરજી અને પિસા મેળવવાને લાભ મૂર્ખ લેકને લાગે છે તેજ છે. કન્યાવિક્રયથી નાતનું નિર્મુલ જવાનું. લોક ગરીબ થવાના એબે વાતતો મુખ્ય જણાઈ પણ બીજા" પેટાનાં દુઃખ છે તે કહેવા બાકી રહ્યાં છે. પિતાનાં છોકરાંને જે માબાપ આવી રીતે વેચે છે તેમનાં અંતઃકરણ કેવાં હોવાં જોઈએ ? જે પોતાની જ છોકરીના સુખને વિચાર ન કરતાં તેને ગમે તેમ વેચીને પતાનું સુખ તાકે છે તે કોઈ પરાયા માણસને હાનિ કરીને પણ પોતાના સ્વાર્થ સાધવામાં શી હરકત માને ? એવાં માણસ જુઠું બોલતાં, કોઈનું બગાડતાં, કે પાપ કરતાં, કદાપિ પણ ડરશે નહિં. પોતાનાં બાલકનું પોષણ કરવું એ માબાપ માત્રને ધર્મ છે, તે છતાં જે છોકરી બીચારી ૧૦, ૧૨ વર્ષ પછીતો તેના ઘરમાં ખાધા પીધાનો ખર્ચ કરાવનારી નથી તેનેજ વેચવી એ કેવું પાપ ભરેલું ને ટુંક અક્કલનું કામ છે ! આવા માણસ શું નહિ કરે ? કહેવત છે કે સાબતે અસર” તે પ્રમાણે જ્યાં આવા લોકનીજ સબત ત્યાં શા વિચાર થાય કે ભાઈચાર રહે? નઠારા માણસે નઠારાંજ કામ કરે અને એક એકના ઉપર દ્વેષ, કુટુંબમાં પણ કલેષ, ને નિરંતર અસંતોષ સિવાય બીજું દીઠામાં આવેજ શાનું ! આવાં કારણથીજ અસલના મહાવિદ્વાનોએ કહેલું કે જ્ઞાતિએનના નાત હોય તો દેવતાની શી જરૂર છે. નાતજ દેવતાની પેઠે પગલે પગલે બાળવાને પુરતી છે. ખરું જોતાં તે નાતો થવાનો હેતુ સં૫, સદાચાર, ને ભાઈચારો વધ એ જણાય છે, પણ તેને બદલે હાલતો કુસંપ, દુરાચા ૨ ને, દેષ દેખીએ છીએ ! ! Gandhi Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750