પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, વિસરી જતા નથી. પણ જે વિદ્વાનોને સંતોષ થવાથી કાવ્યની કૃતાર્થતા છે તેવા ગુજરાત શાલાપત્રના અધિપતિ રા. નવલરામ ભાઈ જેવા થોડાજ હશે. આ કાવ્ય માટે રા. નવલરામ ભાઈએ પોતે જ ગુજરાત શાલાપત્રમાં અપેલા અભિપ્રાય લખ્યા હોય એમ માનવાની પણ અમને હાલતા મરજી નથી. આમ છતાં અને ગ્રંથકર્તા પોતાનું વિત્ત જાતે સમજવા છતાં શા માટે નિરાશ થઈ ખરૂં ખાટું કરાવવાનો આગ્રહ કરે છે ? જે ખરા વિત્તવાળા છે તે તો લખ્યાંજ જાય છે-લેકે કાલાંતરે પણ તેમની ગણના કવિના રહેતા નથી, કેમકે આ વિશાલ ભૂમીમાં કાલાન્તરે પણ કોઈ એક રસિક કે સુજ્ઞ ન નીકળી આવે એમ તે બનેજ નહિ. અમારા હાથમાં જે ખંડકાવ્ય છે તેમાં સે શિખરિણી છંદની અંદર જુદા જુદા વિષયનું મેલન કરી પ્રેમને, જ્ઞાનને, કાવ્યનો કે વિશ્વવર્ણનને વિષય સમાવેલ છે. આખું કાવ્ય જેઇ જતાં ક્તના મને નમાં પ્રેમનો સંસ્કાર શુદ્ધરૂપે અને દઢ પડેલો જણાય છે, તેમજ શ્રી શંકરાચાર્યના વેદાન્તનો પણ ભાસ ધીમે ધીમે પ્રવેશ કરી પ્રેમને બ્રહ્મભાવમાં પરિણામ પમાડતા નજરે ચઢે છે, ભવભૂતિના ઉત્તર રામમાંના ઊંચા પ્રેમ સાથે શંકરાચાર્યની આનંદલહરીના મહામાયારૂપના રસિક પ્રમાદના સંસ્કાર ઝાંખો ઝાંખો પણ ઠીક મિશ્ર થયેલો જણાય છે. આ બે વિષયને મેળવીને સમાનતાએ: લખવાની પ્રસિદ્ધ રૂઢિ ફારસી તથા તે પરથી ઉર્દુ માં ઘણી છે, ને તેનાજ મુખ્ય સંસ્કાર જેમ કવિને બેઠા હોય નહિ તેમ અમને વારંવાર લાગ્યા કરે છે. ફારસી કાવ્યો વગેરેમાં જેમ પ્રેમાંશ કાંઇક તરતો અને જ્ઞાનાંશ કાંઈક ઢંકાતો ચાલ્યો આવે છે, તેમ આ કા વ્યમાં પણ જણાયાવિના રહેતું નથી. વાસ્તવિક રીતે જોતાં આ કાવ્ય આ બે વાત ઉપરજ લાગુ થઈ શકે છે, પ્રેમ કે જ્ઞાન, કવિએ વિશ્વલીલા વર્ણનને તથા કવિતા અને કવિ વિષયના અર્થોનો જે આ૫ ૯૫ મા છંદમાં કર્યો લાગે છે, તે ઠીક છે પણ કવિ-કવિતા એ પતિ-પત્નીમાં એટલે પ્રેમમાં, અને વિશ્વલીલાએ પ્રેમ જ્ઞાન ઉભયમાં સમાઈ જાય છે: કેમકે પ્રેમનું તેમજ જ્ઞાનનું પશુ આલંબન વિશ્વજ છે; અને કવિ-કવિતા કે પતિ-પત્ની કે ગમે તેમાં પણ રૂપ પ્રેમનું જ છે. આ વિષયે એટલા ગહન છે કે તેને બાધ સર્જાશે પૂર્ણરૂપે થવા એ વિરલ છે. તથાપિ યોગ્ય અધિકારીઓ અમારા કહેવા પ્રમાણે આ કાવ્યનો વિષય સમજશે તો કોઈ કોઈ ઢામે ભાસતા દેષ વાસ્તવિક હરશે નહિ. ' આપણી ભાષામાં આજ સુધી ઘણાં ખરાં કાવ્યો ફક્ત અલંકારથી કે બીજી કોઈ પર ચુરણ ચતુરાઇથી દીપાવેલાં જોવામાં આવ્યાં છે. કાવ્યમાત્રના અવરૂપ રસમાત્રનેજ આશ્રય લઈ કાવ્ય રચવાને કાંઇક પ્રયતન કવિ નર્મદાશંકરમાં જણાવે છે તથા અમને પણ તેવાંજ કાવ્ય પુરાં ઉભેદક જણાયાથી અમે તે માર્ગ પ્રસિદ્ધ રીતે સૂચવ્યા છે ને એટલું વિશેષ પ્રતિપાદન કરવા મહેનત કરી છે કે જે આ રસમાત્રને પરમરસના રૂપાંતર તરીકે બતાવાય તે પ્રયત્નમાં વધારે શાભા અને સલતા છે. આ ખંડકાવ્ય આવા પ્રયનવાળ હોવાથી અમને બહુ પ્રિયકર છે. ભાષા તથા રચના પણ એકદરે સરસ, માઢ. અને સંસ્કારવાળાં જણાય છે. આ સર્વે ઉપરથી લખનારે પોતાનું કવિત્વ સિદ્ધ કરી આપ્યું છે એમાં સંશય નથી. મે–૧૮૮૬ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50