પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૯૮ સુદર્શન ગદ્યાવલિ, ૧૨– સભ્યાસભ્ય વિચારનિર્ણયઃ—આપણા દેશની રૂટિ પ્રમાણે શિષ્ટાચાર કર્યો અને અશિષ્ટાર કર્યો તે બતાવવાને આ લધુ પુસ્તકનો ઉદ્દેશ છે. તેમાં હાલતા બાલવામાં, ચાલવામાં મળવામાં, પત્ર લખવામાં, ઉછી ઉધારના વ્યવહારમાં અને બીજી પરચુરણ બાબતમાં શિષ્ટાચાર શા છે તે વિચારવા પ્રયત્ન કર્યો છે. આવા પુસ્તકને ઉદ્દેશ અમુક વાતમાં અમુક રસ્તો જ સારે છે એવા ઉપદેશ આપવા કરતાં સારી પંક્તિના લેક અમુક રીતિજ સારી ગણે છે. એ બતાવવા તરફ વધારે હોતતો ઠીક; તેમ ધર્મ વિચારની જે ચર્ચા છેવટ ચલાવી છે, તેને પણ આમ વિચારતાં આ પુસ્તક સાથે સંબંધ સમજવો જરા કઠિન થઈ પડે છે. ભાષા ઠીક છે, જો કે “ પરિપાઠ,' તે ( તેઓને બદલે ) વગેરે શબ્દો અને ‘પાત્તર ઇચ્છિત’ એવા અસંગત સમાસ કહીંકહીં નજરે પડે છે. - ૧૩-બાલ કેળવણીની રીતિ (પ્રથમ દર્શન):–નાના બાલકોને યથાર્થ કેલવણી આપવાના સૂકમ નિયમોને વિવેક કરવા માટે આ પુસ્તકની રચના છે. આ વિષય કે ગહન છે, ને કેટલા અનુભવની અપેક્ષા રાખે છે, એ વાત ગ્રંથકર્તાએ જાણ્યા છતાં, પોતાની પ્રસ્તાવનામાં ઉડાવી દઈ પોતાનું પુસ્તક “ અવલોકન કરનારી પ્રજાને કંટાળો આપનારૂં” તો નહિ થઈ પડે’ એમ લખ્યું છે; તથા પિતાનીજ વિદ્વત્તા ઉપર પાછળથી પાકા ભરેસામાં આવી જઈ વિદ્યાહીન મનુષ્યો મારી નિંદા કરશે એમ પણ કહી બતાવ્યું છે; છતાં અમે એમ કહેવું વાજબી ધારીએ છીએ કે, આ પુસ્તક કર્તાની છબીમાંની મુખમુદ્રાથી જણાય છે તે કરતાં વિશેષ ઉમરે રચાયું હોત તે છે તે કરતાં વધારે સયુકિતક, ગંભીર, અને સર્વને મનન કરવા યોગ્ય થઈ પડત. ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધ થવામાં આવા વિષય હાથમાં લેવાની વાત અમે ૫સંદ કરતા નથી. પ્રથમ પ્રયત્ન છતાં, કર્તાએ સારી મહેનત લઈ બને તેટલું અવલોકન કરી ચર્ચા ઠીક કરી છે પણ અનુભવવિના વારંવાર જે દોષ થઈ આવે છે તેવા નજરે ચઢયાવિના રહેતા નથી. હઠ કરી રોતા બાળકને નાના મોટા ગોળના ગાંગડા બતાવી છાનું રાખતાં “ ભાઈ. તું ડાહ્યા થઈને હઠ કરે છે એ સારું નહિ' એવું ‘સભ્ય ” વાકય વૃદ્ધ માતાએ કહી શાન્તિ પેદા કરી, એ વાત ઝટ લક્ષમાં આવે તેવી નથી. જે હજુ જક કરે તેવું બાલકજ છે, તેને સબુદ્ધક બોધ લાગવાનો સંભવજ નથી. માટે કર્તા ગોળના ગાંગડાની વ્યવસ્થા આગલજ અટકી જઈ સભ્ય ભાષણ કરવાની સલાહ આપવામાં ન ઉતર્યા હોત તો ઠીક હતું. આવાં બીજા' ઉદાહરણ પણ મળી શકે એમ છે, છતાં લંબાણ ન કરતાં આ વિષયેનું મિ. કિસનલાલ આજથીજ મનન કરે છે એ તેમને, તથા તેમની લખવાની હોંસને લીધે દેશને, લાભકારક માની અમે તેમને અભિનંદન આપીએ છીએ. e ૧૪-xકંજુસના કર્મની કહાણીઓ:--આ પુસ્તક તેના કર્તાએ અભિપ્રાય માટે ભેટ કર્યું છે તે સ્વીકારતાં તેમાં ૧૦-૧૨ વાતનો સમાવેશ કર્યો છે એમ જણાવીએ છીએ. આ વાત કંજુસ માણસોની છે, પણ તે ગમે તો લખાવટના કારણથી, કે ગમે તે જે અંગરેજી વગેરેમાંથી વાત લીધેલી છે, તે મૂળ વસ્તુમાંની નીરસતાના કારણથી, ધારવામાં આવતી હશે તેટલી રમુજ પેદા કરનાર કે બાધકારક અમને તે જણાતી નથી. વાતોમાં સમાવેલી કવિતા અપ્રાસંગિક તથા સાધારણ પ્રકારની છે અને ભાષા પણ અદેષ નથી. ઉપરાંત નામ વ ૧૨-૧૩-રચનાર કિશનલાલ ગોવિંદરામ દેરાસરી. અમદાવાદ. ૬-૪xરચનાર પુરૂષોત્તમ કહાનજી ગાંધી. લીંબડી કીમત ૦-૬-૦ orta Ganahl Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50