પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Kee સુદર્શન ગઘાવાલ, . પ્રકૃત નિબંધ વ્યાખ્યાનરૂપજ થઈ ગયા છે. લખનારને ભાષાને ઉપયોગ ઠીક આવડે છે, તેથી જોઈએ ત્યાં ને ન જોઈએ ત્યાં બધેએ, જયાં બને ત્યાં ભાષાની ચતુરાઈ બતાવ્યાં કરી છે. જો આ બધી નિરૂપયોગી વાત કાઢી નાંખી, અંદરના શુદ્ધ વિવેચનરૂપ ભાગનો હીસાબ કરીએ, તે મનેવિકારનો નિબંધ ૪-૫ પાનાંમાં સમાઈ જાય. ઉદાહરણ તરીકે જોઈએ તે પાને ૧૫ મે થી ૪૮ મા સુધી જે વિષય લખ્યા છે તે એકની એક વાતની પુનરૂક્તિ તથા ભાષાની નજીવી લટક છટક સિવાય બીજું કાંઈ નથી. એ બધી વાત ગ્રંથકારે લખી છે તે મુજબ તો ફક્ત બે પાનામાં કે એક જ પાનામાં લખી શકાત. જે જે સિદ્ધાન્ત કહી. બતાવ્યા છે તે આ ભાષાના ગુંચવાડામાં દાખલ કર્યા કર્યા છે, પણ પૂર્વોત્તર પક્ષ સહિત પ્રતિપાદન કરવા જેવા, ‘મને વિકારની આવશ્યક્તા’ના સ્થલમાં કાંઈક લેશ છે; તે સિવાય બીજો પ્રયતન નથી. મનેવિકાર વિષે નિબંધમાં પ્રથમ મન ને તેનું સ્વરૂપ તથા ધર્મ, તથા તે પછી તેનાં જુદાં જુદાં કર્મ અને તે પર પેદા થતા વિકારનું વિવેચન, એમ સહુજ ક્રમ ધારી શકાય. વિષય એટલે બાહ્ય પદાર્થ અને મનને સંબંધ તથા તજજન્ય વિકાર એ પણ ચાલુ વિષયનું રૂપાંતર છે. ગ્રંથકારે સાહિત્યના કાંઈક સંસ્કારને અનુસાર પ્રતિવિકાર સાથે તેના અનુભાવ આપવા પ્રયત્ન કર્યો છે, ત્યારે તે તે વિકારના વિભાવ અને ભાવ પણ આપવાજ હતા. મનના પેટામાં જ્ઞાનને સર્વ વિષય સમાય છે ને તેને અનુસરતા વિકારે કામ ક્રોધાદિક છ ઘટે છે; પણ તે સર્વનો ઉત્પત્તિક્રમ, તથા પ્રતિકારક્રમ ગીતા વગેરે શાસ્ત્રથી જોયો હોત કે કોઈ અં. ગરેજી ફિલસુફની પાસે ઉપદેશ લીધે હોત, તો વધારે સ્પષ્ટ વિવેચન બનત. છ વિકારમાં પણ મુખ્ય જે કામ તેનું તે અને દર્શન પણ થતું નથી. પણ આ બાબતમાં અમને જે ખબર મળી છે તે પ્રમાણે ગ્રંથકારના દોષ નથી. તેણે જે લખેલું તેમાંથી હાલના આપણા કેટલાક ડાહ્યા પંડિતો, જે આ નિબંધના પરીક્ષક હતા, તેમણે કામને ખસેડી નાંખે છે. મનોવિકારનો નિબંધ લખાવતી વખતે આ પંડીતાની અક્કલ કયાં ગુમ થઈ ગઈ હશે, કે તે વખ. તજ ન સમજી શક્યા જે મનોવિકારમાં કામ તો જરૂર આવશેજ, જે પછીથી કામને ખસેડી નાંખી બિચારા લખનારને એબ લગાડવા જેવું કર્યું ! Re (આશા નિરાશા’ ને વિવેચનરૂપ નિબંધમાં લાવવાનું કામ ઘણું મુશ્કેલ છે. એ વિષયનું ઘણુ ખરા પંડિતાએ વ્યાખ્યાન રૂપેજ વર્ણન કરેલું છે. તે પ્રમાણે હાલ પણ રા. ગણપતરામે નિબંધ લખેલે છે ને તેમાં તે કાંઈક અંશે ફતેહ પામ્યા છે. ઠેકાણે ઠેકાણે આશાનાં અને નિરાશાનાં જુદાં જુદાં સ્વરૂપની છબીઓ જરા અસંબદ્ધ છે તેને કાંઈ ગોઠવીને જોડી રાખી હોત તથા ધેડે બેશીને ફરવા ન નીકળતાં કાંઈ વધારે ગંભીર રીતે આશા નિરાશાનો ચમત્કાર જોયા હોત તો વિષય ગાંભીર્ય ઠીક પકડત. વળી આશાનાં ચાર રૂ૫ બાંધી ધર્મ અર્થ કામ અને મોક્ષ પરત્વ વર્ણવવા પ્રયત્ન કર્યો છે. તેમાં કામ અર્થ, લખનાર બીલકુલ સમજ્યા નથી. છેલે સરવાળે, જેને લખનાર નિરાળી નિરાશા કહે છે તે વિરાગની પરાકાષ્ઠા છે. તેનું વર્ણન યથામતિ થયું છે. પણ ખરા નૈરાશ્યનું આપણા મહાત્માઓએ પ્રતિપાદન કરેલું સ્વરૂપ તથા તે પ્રાપ્ત કરવાની સાધનચતુષ્ટયી એ કર્તાને ખબર હોત તે ગ્રંથ વધારે દીપી નિકળત. આશા નિરાશાને તત્ત્વજ્ઞાનની દષ્ટિથી અથત વિવેચન રૂપે વર્ણવવી અમે કઠિન ૧ થોડે ભાગ, છાંટા, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850