પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી ગ્રંથાવલોકન, ૮૦૧ કહી તે આજ કારણથી. મહાજ્ઞાન જે આત્મજ્ઞાન તેને પાકૅ બેંધ થયા વિના આ વિષયનું' વિવેચન રૂ૫ વર્ણન નજ બને; કેમકે સર્વત્ર આત્મભાવ સમજાવો આશા નિર્દૂલ કરી પરમાનંદ સમજાવતાં શાસ્ત્રમાત્રનું દહન થવાની જરૂર પડે છે. e નિબંધની ભાષા ઠામ ઠામ ઠીક છે, પણ નિબંધને યોગ્ય પ્રઢિવાળી નથી. તેમ ‘ઉપયા, ત્રાશ, લતાડી’ એવા ગ્રામ્ય અને બે વ્યભિચારપણું પ્રગટ, પંચેન્દ્રી, કપાવાવે, અનિદ, મનોમંગ, વિતરાગ,' એવા અશુદ્ધ શબ્દો પણ ઘણા આવે છે. વળી વગર સમજે કેટલાંક વાક્ય પણ ગઠવેલાં નજરે ચડે છે, “મનના સ્થાયીભાવમાં અન્યરસ મળવાથી મનોવિકાર ઉત્પન્ન થાય છે' અહી’ ‘ સ્થાયિભાવ” અને વેદાંતાદિ ગ્રંથ ' અહીં વેદાંત ' નો અર્થ લખનારની સમજ બહાર જણાય છે. ઓકટોબર-૧૮૮૬. ૧૬-નિબંધ રીતિ-આજ કાલ ગુજરાતમાં દેશી પરદેશી લખનારાની સંખ્યા એટલી વધી પડી છે ને તેમણે એટલાને એવા એવા ગ્રંથ લખવા માંડયા છે કે, જે ગ્રંથની સંખ્યા માત્રથી જ કોઈ દેશની વિદ્વત્તાનું માપ થઈ શકતું હોય, તે ગુજરાત મુંબઈ ઇલાકામાંના સર્વ ભાગમાં પ્રથમ પંક્તિએ આવવું જોઈએ. પણ સર્વને જાણીતી વાત છે કે, મરાઠી ભાષામાં જે પદ્ધતિના ગ્રંથો લખાયા છે ને લખાય છે, તથા મહારાષ્ટ્ર લેકને જે શોખ પેદા થયેલ છે, તેનાં પંદરમે અંશે પણ ગુજરાતમાં નથી. નકામાં ચીથરાં કઈ રાસડા કોઈ તેવાં ભવાઈ જેવાં નાટક, કોઈ ગરબા કે કોઈ નિર્જીવ વાત એમ ભાતભાતના ગ્રંથ લખાઈ લખાઈ જથાબંધ બહાર પડે છે-તે સર્વ તરફ જોતાં કાવ્ય તે શું, લખાણું તે શું, ભાષા તે શું. કે વિચાર તે શું એ જાણે સર્વ ભુલી ગયા હોય તેવો દેખાવ નજરે આવે છે. ઈશ્વરે પગ આ પ્યા છે તે ચાલવું, હાથ આપ્યા છે તે તે ચોતરફ ફેરવવા, પછી ખોટે રસ્તે કે ખરે રસ્ત; તેમ મેં આપ્યું છે માટે ગમે તે પણ બાલવું ને તે બેલેલું જે બે ચાર કે સા બસે પાંનાંની ચાપડી બન્યું તે પછી કવિ, ગ્રંથકત્તો વગેરે થવામાં વારજ નહિ ! આવા કટીયા આજકાલ-નિરર્થ વ્યાપાર હાય તેમ-સરસ્વતિને લજવવા બેઠા છે, ને પોતાની અંધતામાં વળી સામાને પણ અંધ દેખી કોઈ ખરા વિદ્વાનને પણ પોતે મહાજ્ઞાનિ હોય તેમ હસી કાઢવા ચુક્તા નથી ! આવા વખતમાં યોગ્ય વિદ્વાનો સમજીનેજ પિતાની કલમ દબાવી રહ્યા છે. પણ તેમાં કોઈ કોઈવાર રા. નવલરામભાઈ જેવા સમર્થ લખનાર દેશેન આપે છે, તે જોઈ. અમારા હૃદયને પરમ સંતોષ થતાં આનંદ થાય છે, કે ગુજરાતની સેવા કરનાર વીર પુરૂ પ્રયતનથી કંટાળ્યા નથી. ગ્રંથ લખવામાં ને તેમાં વિશેષે કરીને વિવેચનરૂપ ગ્રંથ લખવામાં કે વિચાર રાખવાની જરૂર છે, એ આ લધુ ગ્રંથથી કાંઈક સમજાય છે. એનાં ચાર પ્રકરણ પાડેલાં છે, તે માંનાં પ્રથમ ત્રણમાં, નિબંધની રચનાને લગતી સૂચનાઓનો સમાવેશ છે, તથા છેલા પ્રકરણમાં તે સૂચનાઓને અનુસાર કેટલાએક વિષયનાં નિબંધોગ્ય સ્વરૂપ ચીતરી આપવા પ્રયત્ન કરેલ છે. ગ્રંથ મુખ્ય કરીને મહેતાજીઓ વગેરે પરીક્ષા આપનાર શિખાઉએ માટે ધારેલ છે. તથાપિ તેમાંથી પુખ્ત વય અને અનુભવવાળાને પણ લેવા યોગ્ય બીના કેટલીએક છે. નિબંધમાં વિચાર અને ભાષા એ ઉપર સમાન ધ્યાન આપવાનું બતાવી, ક પરીક્ષા) ૧૬-રનાર રા. રા. નવલરામ લક્ષ્મીરામ. ફી-૦-૬-૦ પુસ્તકાલય Gandhi Heritag અમદાવાદ, © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50