પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૮૯૨ સુદર્શન ગાવલિ. Annan સંબંધના નિબંધામાં ભાષાનું પ્રાધાન્ય કહ્યું છે, પણ સામાન્ય નિબંધ માત્રનો વ્યવહાર પર વે તો એમ નિશ્ચયપૂર્વક જાણવું કે, ન્યાયપૂર્વક અવલોકનવાળા વિચાર એજ નિબંધનું સ્વરૂ૫ છે. વિચારની નિર્બળતાની ખેટ ભાષાના કોઈ પણ ચમત્કારથી પુરી પડનારી નથી; ને આ કારણુથીજ આપણા ગુજરાતમાં લખાણોના સંબંધમાં માહાટી ભુલ થતી ચાલી આવે છે. લખતાં એટલે કે વ્યાકરણથી શુદ્ધ ભાષામાં પોતાના વિચાર દર્શાવતાં આવડયા, એટલે સર્વ એમજ સમજે છે કે હવે કવિ, નિબંધકાર, ભાષણકાર, કે ગમે તેવા લખનાર થવામાં હરકત નથી. આ કેવળ ભૂલ છે. સર્વ જાતિના લખાણુક્ષે ભાષા શૈણુ અને વિચાર અથવા રસ મુખ્ય છે. ભાષા અલબત્ત એવી હોવી જોઈએ કે જેમાંથી શિષ્ટ લોકને અર્થ સમજાઈ આવે. પ્રથમ શબ્દ અને તેની અમુક અર્થ બતાવવાની શક્તિ નક્કી કરે છે, જેમકે Y ને કાર જેડી સાથે શું લખીએ તો એ વર્ણસમુદાય કાઈ ઘણું ઘર વગેરેના સમૂહનું નામ સર્વેથી સમજાય છે. શબ્દ માત્રના આવા અર્થને આમિયા અથવા સુથાર્થે અથવા વાક્વાર્થ કહે છે. શબ્દ વિષે આ પ્રકારના અર્થ જણાવવાના સંકેત ઘડાવા એ કેવળ જનસમૂહમાં ચાલતી રૂઢિને અધીન છે. જ્યારે શબ્દનો મુખ્ય અર્થ લગાડતાં કોઈ વાકય બરાબર બેસે નહિ ત્યારે બીજો અર્થ ક૫ પડે છે. જેમકે ગામમાં ધાડ પડી એમ સાંભળતાંજ પચાસ ઘેડુ તૈયાર થઈ ગયું; અહીં* ઘેડુ શબ્દથી ફક્ત ધેડાજ કહેવાથી અર્થ બેસતૈ નથી, પણ ઘેડા સહવર્તમાન સીપાઈ સમજવાથી બેસે છે. આ રીતિના અર્થને હૃક્ષણા કહે છે. જ્યારે કોઈ શબ્દ સમુદાયથી કે શબ્દથી અમિષા અને ચક્ષના ઉભયથી જુદો પણ આનુમાનિક અર્થ થઈ આવી રમણીયતા સંપાદન થાય ત્યારે દચંગના શક્તિએ થયો એમ જાણવું. પ્રવાસ કરતા પતિને સ્ત્રી કહે છે કે “ જવું હોય તો જાઓ. પણ તમે જ્યાં જાઓ ત્યાંજ મારા જન્મ થજો, આમાં તમારા જવાથી હું મરી જઈશ એ જે આનુમાનિક અર્થ સૂચવ્યા છે, એ જન્મ શબ્દની વ્યંજના શક્તિના બળથી છે. આવી શક્તિવાળા શબ્દોનો સમુદાય તે રાજા, વાજા સાર્થક થાય માટે રા. નવલરામભાઈ ચાર ગુણની આવશ્યક્તા જણાવે છે. આ ચાર ગુણુ જણૂાવ્યા છે તે પ્રમાણે નિબંધના વિષયને માટે ટૂંકામાં સારા સમાવેશથી અર્થ સંપાદન કરે છે, પણ એમાં ન્યાય અને સાહિત્ય ઉભયનું સંમિશ્રણ છે. વાયેનો અર્થ જ સુવા માટે તો વાકયમાંના શબ્દોને વ્યાકરણ પૂર્વક સંબંધ (કાંક્ષા ) બતાવેલા અર્થની સ્વાભાવિક્તા સહિત ધારેલો અર્થ કહેવાનું સામર્થ થતા ) અને શબ્દોનું સામિપ્ય (ાનિક) એ બસ છે. આ રીતે જોતાં શુદ્ધિ અને યોગ્યતા એ બેજ વાયાર્થે જણાવવાને પુરતાં છે. આવી રીતિનાં જે વાક્ય થાય તે સહજ સમજાય તેવાં છે કે કઠિન છે, તેમાં ગ્રામ્ય શબ્દો છે કે નથી, એ વગેરે વિષય સાહિત્યને છે. નિબંધકારને તે ઉભયની જરૂર છે માટે રૂઢિ અને સુવર્ણતા (જેને બદલે અગ્રામ્યતા અને પ્રસાદ એમ લખ્યું હોત તો વધારે પારિભાષિક ગણાત) એ ઉભયની પૂર્ણ જરૂર છે. ભાષા જરૂર એવી હોવી જોઈએ કે, જે ભાષા તે હોય તે ભાષાના શિષ્ટ બેલનાર જુદા જુદા પ્રાંત પરગણાંના છતાં પણ સામાન્ય રીતે સમજી શકે. આમ થવા માટે દેશ્ય શબ્દો કે ગ્રામ્ય શબ્દો તજવાની જરૂર છે. સર્વ સામે માન્ય શબ્દોજ લેવા અને તેનો ઉપયોગ કરો. સંસ્કૃતમય કે ફારસીમય ભાષા કરવાનો પ્રયત્ન વ્યર્થ જ છે, પણ સંસ્કૃત મૂલપર ગયાવિના શિષ્ટ ભાષા બનતી નથી. પારિભાષિક શબ્દને Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850