પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૧૨ સુદર્શન ગાવલિ, ૭૫) રાખ થઇનને આપેલી સતી એવા મુખ્ય તક હેને વગેરે લખવામાં કાંઈ સાર જોતા નથી. તેમની આપેલી નોટ અમે ઘણી ખરી વાંચ છે, તેમાં તેમની ઘણી સંભાળ માલુમ પડેલી છે તે સધળી સારી કાળજીથી લખાયેલી છે; પણ એક બે અખાના છપા જે અમે જોયા તેમાં કાંઈક ન્યુનતા માલુમ પડી છે. જ્ઞાન અદકે નહિ સિદ્ધિવડે, શું સતીનામ શણગારે પડે; એકમની કાવે સાધવી, સેજ ન ઇચ્છે સિદ્ધિ વાધવી; અણુલિંગી નાવે સંસાર, ફેકટ માયા ઉરાડે વાર, આને સાર તેઓ લખે છે કે “ સિદ્ધિ થી જ્ઞાનની મહતા છે એમ ન સમજવું, જ્ઞાનીમાં એ સ્વાભાવિક છે કે સિદ્ધિનું ડંફાણ તેને ન ગમેઃ કારણ કે સિદ્ધિ તે ઉલટી મેક્ષમાં અંતરાય થઈ પડે છે-એ માયાને ભાગ છે અને જ્ઞાની પુરૂષ માયાથી લાભાયજ નહિ, ( સેજલગાર પણઆ અર્થ લેતાં ભાવ સરળ છે.)” આ અર્થ અમને માન્ય છે, પણ સેજનો અર્થ ‘ લગાર પણ’ એ મુખ્ય નથી, અને એકમનીમાં ફક્ત એક મનવાળી એવે, જ્ઞાનને આપેલી સતીની તુલનાથી માનેલે અર્થ માત્રજ નથી; તેમ અલિંગી શબ્દ ટીકામાં સમજાવ્યા નથી અને, તેથી કરીને છેલ્લી પંક્તિને ભાવ પણ આપેલા સારમાં સમાયે નથી. છેલ્લી બે પંક્તિનો અર્થ એ છે કે, જેને એકમની ( અર્થાત યોગ શાસ્ત્ર પ્રસિદ્ધ ઉન્મની ) એટલે સર્વમાં એકજ ભાવે માને એવા મનવાળી અવસ્થા થઈ છે તે સામે ધવી ખરી ( વૃત્તિ-અવસ્થા ) કહેવાય છે. એનું જ નામ સેજ, સહજસમાધિ, અને તે સહજ સમાધિવાળા સિદ્ધિ વધારવા ઈચ્છતા નથી. કેમકે સિદ્ધિ હોવી એ તો એક લિંગ-ચિહ; પુરૂષ, પદાર્થ વગેરેને તે પુરૂષપદાર્થ રૂપે ઓળખવાનું લક્ષણ- થયું, ને જે સંસારમાં ન અવાય તેવો મોક્ષ જોઈતા હોય તે અણલિંગી, કાંઈ પણ લિંગવિનાના અથોત નિગુણ, નિર્લેપ બ્રહ્મમય થવું જોઈએ. આમ હોય તેજ મોક્ષ થાય બાકી કશાથી નહિ. એ દઢ કરવા ઉમેરે છે કે, વાર, પાણી ઉરાડવાં વગેરે કર્મ છે તે તો માયાનો મેલ છે. તે પરમ માહા પ્રતિ ટ્રાકટ, નકામે છે. એજ સિદ્ધિ સંબંધે આખે આગળ લખે છે કે “અખા અહં૫દ ટાળી જોય. પછી તું રે તો સિદ્ધિને મેય” તે વિષે ટીકામાં લખ્યું છે કે “...માટે હુપદને ટાળશે તે સિદ્ધિને મેહ આપોઆપ ટળી રેશે-હુપદનાં કારણથીજ સિદ્ધિવાળી લાગે છે, અને સિદ્ધિહુપદને વધારે છે, ” આ અર્થઅમને સર્વથા માન્ય છે, પણ તેમાં કવિના વ્યંગ્યાથ ખુલે ન થયા. અખો કહે છે કે સિદ્ધિ એવી વસ્તુ જ નથી, કેમકે અહં પદ હોય ત્યાંસુધી તે જણાય છે, ને અહં પદ ટાળવું એવું મોક્ષનું સ્વરૂપ છે, તે ખરૂં” જ્ઞાન ખેાળતા હોય તે સિદ્ધિ માહાટી જાણી તે મળે કે જ્ઞાન મળ્યું એમ ન સમજીશ, પણ અહં'પદને છોડ અને તે પછી જે તને સિદ્ધિ દેખાય તે ભલે સિદ્ધિને સંધરજે. પણ અહં* પદ ગયુ કે સિદ્ધિ પણ ગઈ. એટલે સિદ્ધિ તે જ્ઞાન નથી, પણ અહં૫દ મુકી શ્રદ્ધભાવ ક. રવા એ જ્ઞાન છે. વળી અલંકાર સમજાવવામાં આ ફલાણા અલંકાર છે એમ લખી બેસી રહેવું વાજબી નથી. અલ'કારની વ્યાધ્યા કરીને લગાડી આપવાની જરૂર છે કેમકે અલંકારવિયે ઘણુ મત ભેદ પ્રસિદ્ધ છે. આવા કોઈ મત ભેદ છતાં પણું આ ઉત્તમ પદ્ધતિને પ્રથમ ગ્રંથ મનન કરવા યે શ્ય જોઈ અમને ઘણા આનંદ થયા છે. અને સર્વ વાચક લેકને એ ગ્રંથની પરિપાટીનું પૂર્ણ અવલોકન કરવા ભલામણ કરીએ છીએ, anahi tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12/50