પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૮૧૩ ૩૦–અરેબીઅન નાઈટ( પ્રથમ ભાગ ) :-ભાઈ ઈચ્છારામ સૂર્યરામે આજકાલ આપણી ગુજરાતી ભાષાની સારી સેવા બજાવવા માંડી છે. તેઓ સર્વ રીતે ઘણે દૃઢ પ્રયન કરી પુસ્તકો લખ્યાં જાય છે, તથા પોતાનું ગુજરાતી' પણ ગણી ઉત્કૃષ્ટ રીતે ચલાવે છે. એમના ગ્રંથ એકંદરે કામના અને લાભદાયક હોય છે, એટલે એમને ઉપકાર વાચક વર્ગપર ખુલ્લેજ છે, “ અરેબીઅન નાઈટ ' ની વાતો વિષે સર્વના જાણ્યામાં આવ્યું હશેજ, એના જેવી રમુજી, ચમત્કારિક, તથા ક૯પના શક્તિમાં ચઢી શકે એવી બીજી વાત કોઈ પણ સ્વને જાણમાં આવી નથી. આખા દિવસ શ્રેમ કરી કંટાળેલા મજુરથી માંડીને તે સારા તત્ત્વજ્ઞાનના તર્કમાં મશગુલ રહેનાર પંડિત સુધીના તમામ માણસને આવી વાર્તાઓનું વાચન ઘણી રમુજ આપી મન ને તનને થાક મટાડે છે, સદુપદેશ આપે છે, ઈશ્વરની સત્તા સમજાવી જીદગી જોગવવાની યુક્તિ સૂચવે છે, સુખદુ:ખમાં કેવું વર્તન રાખવું એ બતાવી મનને શાન કરે છે. આવા વાચનની ગુજરાતી ભાષામાં ઘણી ખેટ છે. તે પૂરી પાડવાના આ પ્રયત્ન નાનો નથી. પ્રથમ ભાગજ આશરે ૧૦૦૦ પાનાંને છે ને બીજો પણ તેવડાજ થશે એટલે ખરેખર ગુજરાતની આલમને ભાઈ ઈરછારામનો થોડો આભાર માનવાનો નથી. ઉદ્દેશ માત્રથીજ આ તેમની મહેનત સર્વને ઉપયોગી છે એમ નથી. પણ તેમના ભાષાન્તરની સરલતાથી તથા ઉત્તમ ચિત્રોની યોજનાથી પણ ઉપયોગમાં વધારો થયો છે. ભાષાન્તર એવું સાદું અને સરલ બન્યું છે કે તે વાંચતાં જાણે કોઈ મૂલ વાર્તા વાંચતા હોઈએ એ ભાસ થાય છે. આ ટલે માહાટે ભાષાન્તર ગ્રંથ મૂલનું યથાર્થ ભાપાત્ર છે કે નહિ એ તપાસવાની બીલકુલ જરૂ૨ નથી, કેમકે આવી વાર્તાઓને આનંદ આપવાનો મુખ્ય હેતુ તે બરાબર સચવાય છે. આ પ્રમાણે સર્વ યોગ્યતાથી પૂર્ણ આ ભાષાન્તરગ્રંથ ગુજરાતના સર્વ વર્ગના લોકના, ને વિશેષે કરી મધ્યમ કેલવણીવાળાના હાથમાં સારી પેઠે જવાના એ નિઃસંશય વાત છે. એજ પ્રમાણે રા. ઇચ્છારામના બીજા ગ્રંથપણ ફેલાયા છે ને ફેલાવાના; તેમનું ગુજરાતી” તે તે પ્રમાણે પસરેલું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આમ છે ત્યારે તેઓ વાચકવર્ગને જે રમુજ, શિક્ષા, કે વિચારે આ પવા મહા શ્રમ લે છે, તે ભેગેજ શુદ્ધ ભાષા લખવાનો ઉદ્દેશ રાખતા હોય છે, જેમાં તેઓ હાલ ગુજરાતી લેકની સેવા બજાવે છે તેમ ગુજરાતી ભાષાની પણ અપ્રતિમ સેવા બનાવી શકે. અમે એમ નથી કહેતા કે વિનાકારણુ શબ્દો બદલી બદલીને બીહીવડાવે તેવા ભારે સંસ્કૃત શબ્દો લખે અથવા મારી મચડીને વાયરચના મળી નાંખે. અમે રા. ઈચ્છારામને સારો સંસ્કાર અને તેમની શુદ્ધ ભાષા લખવાની જીજ્ઞાસા એમના લખાણની પંક્તિ પંક્તિએ - ઇએ છીએ, પણ તેમાં કેટલુંક અશુદ્ધ રહેવાથી લેક ભુલાવામાં પડે તેવું થાય છે માટેજ તે મુકી દેવાની તેમને ભલામણ કરીએ છીએ. કોઈ વગર હીસાબનો ને નકામે ટાયલાં કરનાર હોય તેને આ વાત જણાવવાની જરૂર નથી; પણ ભાઈ છારામ જેવા આજ કામમાં તન મન ધનથી મચેલા ગૃહસ્થને આવી વાત જાણવી ઘણી જરૂરની થઈ પડશે. અમે એમને હાલને ગ્રંથ લગભગ આખે વાંચી જોયા છે. પ્રથમ ભુલ તેમનાં તમામ લખાણીમાં ઉકારાંત નામનું બહુવચન કરવાના સંબંધની નજરે ચડે છે. ૧૦૫ થી ૧૧૦ પાના સુધીનાં પાંચ પાનાંમાંજ તે ભુલ બારવાર થઈ છે તે બધાં હજાર પાનાંમાં કેટલીવાર હશે તે વિચારી લેવું. આ વાતમાં તેઓ કશા નિયમ પણ પાળતા જણુતા નથી. કેમકે જેમ ફાવે તેમ વા ૩૦–ભાષાન્તર કત્તો રા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ; મુંબઈ. કીમત રૂ. ૩. andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50