પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદરશન ગદ્યાવલિ, ૩૩ માન રહેવા માટે હાથમાં વાંસ રાખીને બે પાસા વજન સરખું રાખવાની તજવીજ કરે છે, તેનો તેજ નિયમ અંતઃકરણની રસૃષ્ટિને લાગુ કરવાનો છે. જે વૃત્તિ ઉઠી તેનું બલબલ વિલેકી તેટલાજ બલાબલવાળી તેનાથી વિરુદ્ધ વૃત્તિ ઉપજાવવી એટલે અંત:કરણની સ્થિતિનો ભંગ ‘ નહિ થાય. આ પ્રકારે અભડાસ કરતે કરતે યમનિયમાદિ દૃઢ થશે ત્યારે એક એક અંગની સિદ્ધિથી એક એક લાકિક સામર્થના ઉદય થવા લાગશે. અહિંસા સિદ્ધ થવાથી પ્રાણીમાત્ર પોતાનું સહજ વર પણ તેવા પુણ્યની સમીપ ત્યજી દેશે. ત્યાં સાધારણ જીવમાત્ર તેના આગળ શ્રેમભાવ ધરે એમાં આશ્ચર્ય શું ? સત્ય સિદ્ધ થતાં વાણીની સિદ્ધિ આવે છે, તેય સિદ્ધ થતાં સર્વ રત્નોની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મચર્ય સિદ્ધ થતાં વીર્ય સિદ્ધિ થાય છે અને પોતાના વીર્ય એટલેમાનસિક એજના પ્રભાવથી પિતાનું સામર્થ્ય પ્રાજવા અને શિખ્યાદિકને તે અપવા સમર્થ થવાય છે, અપરિગ્રહ સિદ્ધ થતાં પૂર્વજન્મના જ્ઞાનનું પુરણ થવા માંડે છે: શાચ સિદ્ધ થતાં દેહાધ્યાસ ઘટે છે અને અંતઃકરણની શુદ્ધિથી પ્રસન્નતા, એકાગ્રતા, ઇદ્રિયજય, અને આત્મદર્શનની યોગ્યતા આવે છે, સંતોષથી અલૈકિક સુખ થાય છે, તપથી શરીર અને ઈદ્રિયોના રવાભાવિક સામર્થ માં ઘણા ઉત્કર્ષ થાય છે, સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાની કૃપા થાય છે, અને ઈશ્વર પ્રણિધાનથી સમાધિ થાય છે. અર્થાત યમનિયમાદિક દશજ યથાર્થ સચવાય તો સમાધિ પર્યત જઈ શકાય છે, અને જે એકાગ્રતા વૃત્તિનિરોધરૂપ સમાધિનું સ્વરૂપ છે. તેનાજ એ દશે પ્રકારાન્તર છે એમ સમજી શકાય છે. - યમ અને નિયમ પછી આસન. ચિત્તની સ્થિરતા સચવાય અને શરીરને અસુખ લાગે નહિ તે આસન જાણવું; આસનનું આવું લક્ષણ છે તથાપિ સિદ્ધ, ભદ્ર, પદ્મ, સ્વરિતક આદિ અનેક આસને હઠપ્રક્રિયામાં પ્રસિદ્ધ છે તે, તે તે પ્રકારની હક્રિયાને ઉપયોગી છે. વૃત્તિનિરોધ અને તદનંતર નિર્વિકલ્પ આમસાક્ષાત્કારના માર્ગમાં પ્રવૃત્તિ કરનારને તો સ્થિર અને સુખરૂપ તેજ આસન એ તેનું સ્વરૂપ સર્વથા પૂર્ણ અને દષ્ટ છે. પ્રાણાયામ કરવાનો વિચાર રાખનારને તે સિદ્ધાદિક એકાદ આસનની અપેક્ષા જ છે, કારણકે આસન પછી જે પ્રાણાયામ છે તેના ઉદેશ પ્રાણને નિરાધ કરીને ચિત્તનો તથા ચિત્તની વૃત્તિને નિરોધ કરવાનો છે. તે માટે શરીર અને નાડીઓની અમુક સ્થિતિ આવશ્યક છે. શ્વાસ,શ્વાસની ગતિનો વિરછેદ તે પ્રાણાયામ, જેને કુંભક કહેવાય છે તે, એવું પ્રાણાયામનું લક્ષણ છે. સિદ્ધાન્ત એવો છે કે દેહમાત્રમાં પ્રાણવાયુજ સર્વ ક્રિયાનો કરનાર છે, અને જેનાથી જ્ઞાનવિચારાદિ સંભવે છે તે મન પણ પ્રાણની સાથેજ ક્ષીરનીરની પૈઠ મળેલું રહે છે. પ્રાણના ચલન વલનથી મનનું ચલન વલન થાય છે, ને મનના ચલન વલનથી પ્રાણનું ચલન વલન થાય છે. બહુ દોડવાથી કે આયાસ કરવાથી શ્વાસ ઘણી વહે છે ત્યારે મન પણ વિદ્યલ હોય છે, ભય ત્રાસ આદિકના પ્રાશ પડતાં મન રોકાઈ જવાથી શ્વાસપ્રધાસ રોકાઈ જાય છે, એ સર્વના અનુભવમાં હોવું જોઈએ. મન અથવા ચિત્ત અને તેની વૃત્તિઓને એકાગ્ર કરી વૃત્તિનિરોધ સાધી શકનાર ઉત્તમાધિકારીને પ્રાણાયામની અપેક્ષા નથી, જેની વૃત્તિ બહુ ચંચલ છે તેને પ્રાણને રોકી તે દ્વારા વૃત્તિને રોકવાના થોડા થડે અભ્યાસ રાખવાની અપેક્ષા છે, એ વાત આગળ કહેવાઈ ગઈ છે. પ્રાણુને રાક કે વધારે ચલાવો એ આદિ ક્રિયાથી શરીરમાં જેમ સુખ થાય છે અને વૃત્તિનિરોધ સંભવે છે, તેમ યથાર્થ રીતે તે ક્રિયા ન થઈ શકે તે શરીરમાં અનેક વ્યાધિ થાય છે તે વૃત્તિમાં પણ વિકલતા પેશી જાય છે. પ્રાણદ્વારા વૃત્તિને રધવાને જે અભ્યાસ તે હગ કહેવાય છે. વૃત્તિઓ analnifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50