પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2013/ ગ્રંથાવલોકન, ૧૧ ના કરેલા ગ્રંથ કામ આવે એવા નિયમને લીધે આખા દેશને ભારે હાનિ થયાં જાય છે, ને અમે સમજતા નથી કે આવું હજુ પણ કયાંસુધી ચાલશે ? - આવાં ખાસ પુસ્તક બનાવવાની જરૂર કયારે પડે છે ? તેવાં પુસ્તકને અભાવ હેાય તારે. તે અભાવ પણ બે જાતને હોય છે. એક અમુક વિષયનાં પુસ્તક અભાવ ને બીજે અમુક નિયમને વળગીને રચાયેલાં પુસ્તકનો અભાવ. આ ઉપરથી સમજાશે કે અમુક વિષય બાબતનાં પુરતકને આપણામાં કશે અભાવ નથી, ને હોય તોપણુ દિન પ્રતિદિન પુરે પડતા જાય છે. પણ કદાપિ અમુક નિયમનાં પુસ્તકનો અભાવ હોય તો હાય-કેમકે કેળવણી ખાતાને કયા નિયમ પસંદ હશે તે આપણને નિશ્ચયપૂર્વક ખબર નથી. આ કાવ્યદેહનની બાબતમાં તે જરૂર એમજ હોવું જોઈએ કેમકે કાવ્યદેહન તે આથી પણ સરસ, તથા એમાંની તમામ બીના ઉપરાંત બીજી ઘણી સમાવનારાં બીજા* છે, પશુ આવી પદ્ધતિ પર રચાયલું કે આવા નિયમને વળગી ગોઠવેલું કાઈ નહિ હોય તેથીજ આ નવું પ્રસિદ્ધ કરવું પડયું હશે. ત્યારે આપણે આવા કયા નિયમે છે તેનું કાઈક અનુમાન આ ગ્રંથદ્વારા કરી લેવા પ્રયત્ન કરીએઃ પ્રથમ વિચારતાં એ વાત જણાઈ આવે છે કે, ઘણા કવિઓમાંથી સંગ્રહ કરી બતાવાઃએતે કેળવણી ખાતાવાળાને અનુલ વાત છે ને સારી છે કેમકે ઘણુ લખનારની પદ્ધતિ ભાયાતા ‘અભ્યાસીના ધ્યાનમાં આણુવીજ જોઇએ. ચુંટી કાઢેલા કટકા આપવાના હેતુ છતાં મલાખ્યાન, ધ્રુવાખ્યાન અને થોડાક ભાગ મુકી દઈને પદ્માવતીની વાર્તા એટલાં આખાં આપ્યાં છે. પણુ અજાયબીની વાત એ જણાય છે કે આશરે પચાસ કવિનાં કાવ્ય આપ્યાં છે તેમાં ધણુ એકનાં જે ઉત્તમ તથા લેક પ્રસિદ્ધ ને લોકપ્રિય કાવ્ય તેની કડી ઝાંખી પણ થતી નથી, ને તેને બદલે તેજ કવિનાં કદાપિ સાંભળવામાં પણ ને આવેલાં એવાં કાંઈ એક બે દાખલ કરેલાં જણાય છે. ઉદાહરણ તરીકે દયારામ, મીરાંબાઈ વગેરે જેવાનાં પ્રેમ ભક્તિનાં હયધક તથા સર્વપ્રિય લખાણું મૂકીને નકામા બે ચાર કટકા દાખલ કર્યો છે. અખે, ધીર વગેરેના ખઃ જ્ઞાનમય ચાબકા મૂકીને નિમાલ્ય બે ચાર ગીત આણી મૂકયાં છે. પ્રેમાનંદનું મલાખ્યાન વધારે ભાગ્યશાલી કે આખું આવી ગયું છે, પણ તેનાં ઓખાહરણ, સુદામા ચરિત વગેરેને તે નાક કાન કાપી લઈ, ઉત્તમ કાવ્ય જણ્યાં માટે સજા કરીને બેસાડયાં છે. ખરા કવિની ખુબી તેનાં ખરાં ઉત્તમ કાવ્યમાં હોય છે, કાચના તરંગ કે કાવ્યની ભાષા તેવામાં ખરી સમજવાની હોય છે, બાકી અમુક કવિ પ્રસિદ્ધ કહેવાય માટે તેનાં તમામ ચીથરાં ઉત્તમ હોય એમ સમજી તેમાંનું એક બતાવીએ તાપણુ ગરજ સરે એમ માનવામાં માટી ભુલ છે. ઘણુ કવિની કવિતા બતાવી જુદા જુદા નમુના બતાવવાના હેતુ આમ શી રીતે પાર પાડવાને ? જે આ કાવ્યદોહનને મુખ્ય ઉદેશ તે પણ આ પ્રમાણે રદ થઇ પડ્યા છે, તો તેનું શું કારણુ ? | તેનું કારણ એમ મનાય કે કાવ્ય કોને કહેવું” એ આ પુરતક ગોઠવનારને માલુમ ન હોય અથવા તે કેળવણી ખાતાના કોઈ નિયમથી આવી રીતે વર્તવાને બંધાયેલા હોય. કેળવણી ખાતા એ અમુકને કાય્ કહેવું ને અમુકને નહિ એ કંઈ નિયમ કર્યો હોય એવું અમારા લક્ષમાં આવતું નથી, કેમકે જેવી મતલબની કવિતા ગુજરાતી વિભાગમાંથી ધ્યાન દઈને ટાળી ! કાઢવામાં આવે છે તેવીજ મતલબની મરાઠી ખાતામાં ચાલતી નજરે પડે છે. ત્યારે ભલ કેળવ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50