પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 "ગ્રંથાવલોકન, ૮૨૭ લટી રીતિ ન પકડવામાં–દુરાચારને દુ:ખમય અંત બતાવી દુરાચારથી દૂર રહેવાનું ન સમજાવવામાં સદ્દત્તિવિનાની વાતજ ધ્યાનમાં ન આવવા દેવી એ હેતુ છે. આમ થવાથીજ આર્ય દેશમાં જે પાત્ર ઇત્યાદિની સંકલના કરવામાં આવે છે તેમાં નિરંતર કોઈ પ્રકારના ઉચીકરણ (idealising ) ના નિયમ પળાય છે. રામ, ધર્મ, હું કે નલ, સીતા, દ્વિપદી, તારામતી કે દમયંતી આપણને જ બજારમાં મળતાં નથી, વખતે આખા દેશમાં મળતાં નથી, છતાં પણ જુઠાં, અસંભવિત વ્યર્થ નથી. આપણા લેહીમાં જે વીર્ય છે તે તેનાંજ ઉચ્ચ, અનુકરણ કરવા ગ્ય, પરમ રૂ૫ છે ? આથી બીજી રીતે પશ્ચિમના દેશોમાં, જે નિયમ આર્ય વિદ્યા નિષદ્ધ ગણે છે તેજ નિયમે ઉપદેશાદિની પ્રવૃત્તિ પ્રાયશઃ પ્રવર્તે છે. દરરોજના વ્યવહારમાં જેવાં માણસ આપણે જોતા હોઈએ, જેવાં આપણને મળતાં હોય, જેવા જન સ્વભાવનાં ઉદાહરણ નિત્ય બનતાં હોય–તેજ ચીતરવું અને તેમાંથી બને તેટલે બેધ ઉપજાવી આપો. આ હુન્નરની પર કાટ ફ્રાન્સમાં આવી છે, કેમકે ત્યાંની શ્રેષ્ઠ મનાતી વાતઓમાં લેશ પણ ઉચ્ચીકરણ લગાડેલું" હેતુ નથી. તેમના પ્રખ્યાત લેખકના ગ્રંથ વાંચતાં આપણને ભીડી બજારની ગંધ આવે છે, કામાટીપુરાના કમકમાટ છુટે છે, ચીડિતા જુગારખાનાનો ખખડાટ સંભળાય છે, ગ્રાંટરોડનાં નાટકની મારામારી જણાય છે–એ સિવાય કાંઈ નહિ ! છેક આટલે સુધી કેવલ વિષયાનંદનેજ ઉદ્દેશીને નહિ, પણ જેમ બને તેમ તાદશતા ( realistic picture ) ને વળગી રહી પશ્ચિમના દેશોમાં “નાવેલ ' એ નામથી જાણીતા વાર્તા ગ્રંથ ધણા લખાય છે. આપણા દેશમાં તેવી વાત લખાતી ન હતી, પણ અંગરેજી વિદ્યાના પ્રસાર પછી તેવી ઘણી લખાવા લાગી છે. ગુજરાતીમાં તેવા સારા વર્ગની આજસુધીમાં લખાયેલી કરણઘેલા સિવાય બીજી ન હતી. કરણઘેલોવાસ્તવિક રીતે જોતાં અંગરેજીમાં જેને રોમાન્સ' કહે છે તે વર્ગમાં છે, અર્થાત ઐતિહાસિક વૃત્તાન્ત સ હિત થેડું ઉચીકરણ વાપરી કરેલે ઉતમ વાર્તા ગ્રંથ છે; પણ જેને “ નોવેલ ' કહે છે–સંસાર ચિત્ર કહે છે-તે વત ગ્રંથ તો આ સિવાય બીજો નથીજ. અમે તે ઘણા ઉત્તમ પ્રકારના આ પ્રકૃત ગ્રંથ જે પ્રસન્ન થયા છીએ અને તેના કતોને તેની વિજયી રચના માટે અભિનંદન આપીએ છી છે. આ ગ્રંથ પાશ્ચાત્ય તાદશતાની રીતિએ લખાયેલું સંસારચિત્ર છે, તથાપિ તેમાં આર્ય સિદ્ધાન્તો પ્રમાણેનું ઉચ્ચીકરણ એટલું બધું ભળેલું છે, કે તેજવડે આખે ગ્રંથ રમણીય થઈ પડયો છે. આ વાત ધીમે ધીમે સ્પષ્ટ થશે. - આ સંસારચિત્રનું પૃથક્કરણ કરતાં અમે ત્રણ વિભાગ માન્યા છે. પ્રથમ તેનાં વસ્તુસંકલના તથા પાત્રચાલન, બીજુ તેની રસિકતા અને ત્રીજુ તેની ભાષા. પણ આ પ્રતિવિભા- ગનું જુદું જુદું લખાણ ન કરતાં તે ત્રણે વાત લક્ષમાં રાખી લખીશું. મુખ્ય વસ્તુને તપાસતાં બે વાત જણાઈ આવે છે: દેશી રાજ્યતંત્રની વ્યવસ્થાનું ચિત્ર તથા ગૃહસ્થાશ્રમનું પશ્ચિમના સુધારાની છાયામાં ધીમે ધીમે તણાતું દર્શન. આ ઉભય વાત ઘણી સારી રીતે બતા* વાઈ છે. બુદ્ધિધન એ કોઈ દેશી રાજ્યમાં નાગર છે, તેની વંશપરંપરાની ખટપટની બુદ્ધિ છે, અને તે ભાગ્યક્રમે ચઢતે ચઢતે રાજયના દીવાન થાય છે. રાજાનાં સ્વભાવ-સારા, નઠારા-અને - ૧ અમે ‘નાવેલ' શબ્દનો પર્યાય “ સંસારચિત્ર ” સુચવીએ છીએ. કાદંબરી શબ્દ કેવલ નકામે છે, તથા શા આધારે લીધો છે, તે જણાતું નથી, નવલ એ શબ્દ પણ ઘણે પસંદ કરવા યોગ્ય, અર્થસૂચક, નથી, Ganan Her le Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850