પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૮૩૬ જસુધીમાં આપણા ગુજરાતી મંડળમાં ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન મેળવેલી એક બે સ-નારીનાં નામ પ્રસિદ્ધિને પામ્યાં છે, પણ આ ભાગ્યવતીનું અંગરેજી ભાષાનું પણ સારા પ્રકારનું જ્ઞાન જેમાં અમે ઘણા પ્રસન્ન થયા છીએ, અને સર્વ સન્નારીને તેમનું અનુકરશુ કરવા ભલામણ કરીએ છીએ. - ૪૯-કુસુમમાલા:–આ લઘુ કાવ્યગ્રંથ અવલોકન કરતાં અમને ધણા હર્ય થાય છે; અને આપણુ ગુર્જર મંડલના ગ્રેજ્યુએટ ’ના હાથથી રચાયેલો હોવાથી વિશેષ શુભ આશોની પ્રેરણાથી સંતોષ ઉપજે છે. છુટાં છુટાં કાવ્ય કુસુમની માલા રચવામાં જે કારીગરી વપરાઈ છે, તે હાલમાં સર્વને મેહ પમાડનાર પાશ્ચાત્ય રીતિની છે. છતાં સંસાર છે, એ વિશેષ ચમત્કૃતિ ! પાશ્ચાત્ય દેશમાં કુસુમનાં જાતિ ને રંગ અત્રે પણ ન જોવામાં આવે એવાં આકપકને ભભકાદાર નીપજે છે, પણ તેમાં સુગંધ કવચિતજ હોય છે, એમ પાશ્ચાત્ય કાવ્યકુસુમ પણ માયશઃ રસરૂપસુગંધવજિત છતાં કાઈ નવીન રંગરૂપથીજ આકર્ષક હોય છે. સાહિત્યમાં કાવ્યનો આત્મા રસ ગણ્યા છે, તેમ પાશ્ચાત્ય સાહિત્યમાં નથી એમ નહિ, પણ પાશ્ચાત્ય સાહિત્યમાં કેવલ રસ એજ કાવ્યનું પ્રાણપ્રદ લક્ષણ એમ નિબંધ નથી. વિશ્વચમત્કૃતિનાં વર્ણન આર્યસાહિત્યમાં ઠામ ઠામ છે, પણ તેમને કાવ્યવમાં ખપાવનાર કઈ રસાશય કાવ્યના અંગમાં તે પડયાં હોય છે, તે છે. પાશ્ચાત્ય સાહિત્યમાં તેવાં કાવ્યને સ્વતંત્રજ કાવ્યત્વ આપાયેલું છે. ચમત્કૃતિરૂપ રમણીયતા કીયામાં વિશેષ આવે એ કેવળ સહૃદયહુદયવેદ્ય વાત છે. વર્ણનાત્મક કાવ્ય સ્વતંત્ર કાવ્યરૂપ ગણાય ત્યારે તેમાં ચમત્કૃતિ આધાયક, કવિની તન્મયતા એજ વિશેષે હોય છે. આમ થવામાં મુખ્ય સાધન અનુભવ અને સ્વાભાવિક પ્રતિભા એ ઉભય હરે છે. આવાં કાવ્યમાં વ્યયરૂપ ધ્વની બનતાજ નથી એમ અમારું કહેવું નથી પણ જે અંશે તે આર્યસાહિત્યના નિયમથી જુદા પડે છે, તે અંશ વિશેષ છુટ કરતાં કહ્યા તે ભેદ જણાય છે. આવી જાતિનાં વર્ણનાત્મક કાવ્યો પાશ્ચાત્ય દેશમાં બહુ જુદી જુદી યુક્તિથી લખાય છે, ને આપણું કહેવાતા કવિયોના વાડામાંથી પાડું એક’ જેવાજ વિષયપર છતાં, પણુ કાઈ ખરા કવિત્વનાં ઉપપાદક હોય છે. - જુદા જુદા પ્રકારનાં કાવ્યસ્વરૂપ ઘડાતાં છેક ચાલુ સદીના આરંભથી ઈગલંડમાં આવી કવિ ધણા થયા કે જે કેવલ વર્ણનાત્મક કાવ્યજ લખવા લાગ્યા. તેમાં પણ તેમણે વિશ્વરચના સાથેની પિતાની તન્મયતા એવી જણાવી, અને તૃણથી માંડીને મ્હોટા રાજસુધી પણુ ઇશ્વરકૃતિ ઉપર એ ગાઢ અને ઉદ્દાર સમાન પ્રમભાવ દર્શાવ્યું કે તેમનાં કાવ્ય પ્રથમ વર્ગનાં ગણાવા લાગ્યાં. આટલું જ નહિ પણ તેજ કાવ્ય જનહૃદયની વાસનાઓને બહુ ઉચ્ચ ભાવે પમાડનાર સાધન થયાં, રાજ્ય ખટપટનાં તોફાનને શામક નીવડ્યાં. અને જન જનની સમાનતાનાં પ્રતિપાદક હાઈ પ્રેમભાવ વધારનાર ઠયા. આવી ઉત્તમ કાવ્યપદ્ધતિનું કાંઈક દર્શન કરાવવાના આ કુસુમ માલા પ્રયત્ન છે. અંગરેજીમાં “ ગોલ્ડન ટ્રેઝરી ' નામના કાવ્યસંગ્રહનો નાનો ગ્રંથ છે, તે નમુના ઉપર કાવ્યમાલાની રચના છે. આમાંનાં સર્વ કાવ્ય ઘણાં સારાં થયાં છે એમ કહેતાં કાંઇ બાધ નથી; અને પાશ્ચાત્ય કાવ્યપદ્ધતિનું આપણને દર્શન કરાવવાનો આ પ્રયત્ન સફળ છે, એમ પણ ૪૦-રચનાર રા, રા, નરસિંહરાવ ભોળાનાથ બી. એ. સી. એસ કીમત૦-૮-૦ Ganani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50