પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ગ્રંથાવલોકન, a કાવ્યમાં રાત્રી, પ્રભાત, વન, વિલાસ, યુદ્ધ આદિ વર્ણન આવેજ છે, ને તે વર્ણનેની મુખ્યતા એજ, કાવ્ય ને ઇતિહાસથી જુદુ પાડે છે, નહિ તે રામાયણ ભારતાદિને પણ કાવ્યમાં ગણાત. કાવ્યમાં ઐતિહાસિક વસ્તુ બહુ નાનું અને ન્યૂન વિસ્તારવાળું હોઈ અપ્રધાન ૨હે છે, ને તે વસ્તુને અવલંબી ચાલેલી કવિની પ્રતિભા બહુ પ્રધાન રહે છે; ઈતિહાસમાં એથી ઉલટું હોય છે. ત્યારે કાવ્યનું કાવ્યત્વ સંપાદન કરનાર ધર્મ કેવલ કવિગત પ્રતિભાન છે, ઐતિહાસિક વસ્તુનું યાયામ્ય એ નથી. તે સહજ પ્રશ્ન થાય છે કે ઈંદ્રજિતવધને જે કાવ્યત્વ આપણે આરોપીએ છે તે તેના રચનાર કવિની પ્રતિભાના પ્રભાવથીજ કે ઐતિહાસિક વસ્તુની - મહત્તાથી ? જે વસ્તુમાડામ્યથી કાવ્યત્વ કહેવા જઈએ, જેમ ધણા લોકો કરે છે, તો તે ભૂલ છે; કેવલ પ્રતિભાની મહત્તાથી કાવ્યજ કહીએ તો તે વારતવિક છે.ત્યારે ઈદ્રજિતવમાં જે પ્ર તિભાનું પ્રતિબિંબ છે તે કેવું છે એજ જાણવાની વાત છે. પ્રતિભા એટલે સ્વાભાવિક કાવ્ય રચવાની શક્તિ. વિશ્વનાં વસ્તુ પદાથોદિને તો સર્વે જુએ છે. વિચારે છે, પણ તેમાંથી કાંઈક નવીજ ચમત્કૃતિ કાઢી આનંદ અનુભવ ને ઉપજાવ તે પ્રતિભાનું કામ છે. એક મહાકાવ્ય રચવા માંડયું હોય અને તેમાં રાત્રી પ્રભાત આદિ વર્ણન કરવા માંડયાં હોય તેને રીત પ્રમાણે વર્ણવી જવાં અને જે વસ્તુને આલંબન ગણી કાવ્ય પ્રત્યુછે તેની અને વ. ણુનના રસની એકતા કરવામાં લક્ષ ન રાખવું એ સારી પ્રતિભાને નમુના ન કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ તો સર્ગ દશમામાં જે પ્રભાત વર્ણન છે તે ખરેખરૂં શુદ્ધ પ્રતિભાનુંજ કાવ્યત્વ છે એમાં શક નથી, છતાં આલંબનગત વીરરસ, તેને ગૈાણુત્વ પમાડી, કેવલ શાન્તરસ પ્રધાન થઈ ગયું છે, એ કવિની પ્રતિભામાં દૈતભાવ થયેલો સૂચવે છે, તે તે પ્રતિભા બરાબર એકતાનતાને પામેલી નથી એમ આપણને જરા વાર જણાવે છે. પણુ પ્રતિભા જાતે નથી એમ નથીઃ પ્રતિભા તો છેજ છે ને તે રા. દલપતરામના ઋતુવર્ણનમાં જણાવેલી છે તે કરતાં પણ ઉંચા પ્રકારની છે, એ એજ સર્ગની રચનાથી પણ સહુદયને સમજાશે. એજ પ્રમાણે ઉત્તમ પ્રતિભાનાં ઉદાહરણ જેવાં હોય તો પાંચમે સર્ચ—સન્યરચના, ચાદમે સર્ગ-સુચના વર્ણન, તથા બીજા સગા સીતા મહૈદરી સંવાદ, સુલેચનાવિરહ ઈત્યાદિમાં પુષ્કળ મળી આવે છે, ને રા. દોલતરામની શુદ્ધ કાવ્યશક્તિ આપણને જણાવે છે. સ્વાભાવિક પ્રતિભાને પણ સંસ્કારની તે જરૂરજ છે. હીરો હીરો છે તે વાત ખરી છે, પણ તેને એપી સાફ કરવાની જરૂર છે, તેમ ન થાય તો તેનું હીરાપણું નકામું જેવું થઈ રહે છે, અને તિભાના આનંદમાં નિમગ્ન થઈ આ કાવ્યમાં કવિએ જે કાવ્ય રચ્યાં છે તે રસ અલંકારાદિથી ભરપૂર છે, પણ તેમાં તેમના તરગ એટલા બધા ઉપરાઉપરી દોડી રહ્યા છે, જે કાંઇ નવીન પ્રકારનું-અસાધારણ કાયવ ચમકાવી દેવાની કવિની ઉત્કંઠાને લીધે એવા ગુંચવાઈ પડયા છે, કે ઘણાં પધા કેવલ કલિષ્ટ થઈ ગયાં છે. તે અર્થનો બાધ yટ રીતે કરતાં નથી એટલું જ નહિ, પણ કોઈ કોઈવાર તે બહુ મનન કર્યો છતાંએ સ્પષ્ટ થતાં નથી. કાવ્યમાંના જામેલા રસને પડતા મૂકીને શબ્દો કે અલંકારની કલિષ્ટતાને બંધ બેસાડવા માટે થોભી રહી દુ:ખ વેઠવું પડે એ રસજ્ઞ વાંચનારને તે કડવું ઝેર જેવું લાગે, અને કવિપણુ જે ખરે રસત્તજ હોય તે એવી ભુલમાં કદાપિ ન ઉતરે, એટલાજ માટે કાવ્યોમાં પ્રસાદગુણુને આવશ્યક ગણ્યા છે; ને શાન્ત કે શુંગાર કે કરણ્યા પ્રધાન કાવ્યમાં તો તે જીવનરૂપ છે. એમ પણ. વારત વિક રીતે માનેલું છે. સાહિત્યકારોનાં વચન પ્રમાણે બાલીએ તે “ કાશ્વાર્થ તો દક્ષિણની સ્ત્રી1 CCC Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47/50