પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, યેનાં સ્તનની પેઠે છેક ખુલ્લો થઈ જતા હોય તે પણ કામને નહિ તેમ ગુજરાતની સ્ત્રીઓનાં સ્તનની પેઠે છેક ગૂઢ હોય તે ૫ણુ કામ નહિ; પણ મારવાડની સ્ત્રીઓનાં સ્તનની પેઠે કાંઈક ગુઢ ને કાંઈક નહિ ગુઢ એ હોય તેજ ખરે ” રા- દોલતરામની ઘણી રચના બહુજ કિલષ્ટ છે, ને તે ઠેકાણે ઠેકાણે જણૂાઈ આવે છે, કેવલ નજ સમજાય એવી લિચ્છતા લેવા કરતાં કાંઈક સમજાય તેવી કિલષ્ટતાનો એકજ નમુને બતાવીએ. | દિવ્ય પરીમુખ ગાર ધરી યમ અંબર શ્યામવિષે વિલર્સ છે, રાત સમે નમિષ્ટ સરોવરમાં ત્યમ પંકજ નૃત્ય કરે છે; તેપણુ પાંખડી સર્વ સહિત મિંચાય ઉદિત થયે જવ ભાનું, આજજ આ ગઢલક વિષે કયમ આમ અહો વિપરીત જણાણુ!! આ પદ્ય ચંદ્રવર્ણનનું છેને કવિતી ઉક્તિ છે. એમાં સારી પ્રતિભા કે રત રસ છે એમ કાણુ નહિ માને? ચંદ્રને ગારમુખી પ૨ કલ્પી શ્યામ અંબરમાં—આકાશ તથા વસ્ત્રમાં—વિચરનારી કહી, વળી તેનેજ નભ સરોવરનું પંકજ કહ્યું, ને તે યથાર્થ નૃત્ય કરતું જ કહ્યું ને તેથી સરેવર પણ જરૂર મિષ્ટજ, નહિ તો પંકજ ના શામાટે ? આમ શબ્દે શબ્દે રસ પૂરીને આ પદ્યને કવિએ શુભ પ્રતિભાના પ્રતિબિબરૂપે ઝળકાયું છે એમાં સંદેહ નથી; પણ એજ પ્રતિભા કેવી આંબળી નાંખી છે, તેને કેવી મચડી નાંખી છે ને કલેશ પેદા કરી રસ ભંગ કર્યો છે એ સંસ્કાર દોષ પણ નજરે પડી ખેદ પમાડ્યાવિના રહેતું નથી. મુખ્ય કલેશ તે એજ થાય છે કે ચંદ્રનું ઉદય થઇ પ્રાત:કાલે અસ્ત થવું તેને પંકજના નાચવા તથા મીંચાવારૂપે વર્ણવ્યું છે, ને તે રાતમાં તથા સૂર્યોદયથી થયું એમ વૈપરીચ બતાવી વિભાવના કે વિશેષક્તિ કરી છે. વળી ચંદ્રને પંકજની ઉપમા આપી છે પણ ચંદ્ર જે ઉપમેય તેનું ઉપમાનમાંજ અધ્યવસાન પણ અતિશયોક્તિ માટે રાખેલું છે. આવા અલંકાર સાધવા તરફ કવિનું લક્ષ ગયું છે. પણ એમ કરવામાંથીજ કલેશ પેદા થયો છે. વસ્તુગત્યા જ્યાં સંબંધ બંધ બેશી શકે ત્યાં આવી કાર્ય કારણુ ભંગરૂપ ક૯૫ના એક ચમત્કારને માટે મેજી શકાય. સૂર્યથી કરી પંકજનું મીચાવું, કે રાતમાં તેનું નાચવું એ બંને વસ્તુગતિજ નથી, છતાં કવિઓ સ્વતંત્ર છે, તેમ ૫ણુ કલ્પી શકે, પણ તે કયારે ? જ્યારે આલબતગત રસના નિવહથી એ ઊંધી કુપના ગતાર્થ હોય ત્યારે જ. લંકામાં શું સૂર્ય ઉદય થતાં ચંદ્ર અસ્ત પામતો ન હતા? કે તે વાતને fઆજજ” એમ કેમ થયું એમ કવિ બતાવે ક? આજજ એ શબ્દથી એમ સૂચના થઈ જાય કે આલંબનગત કઈ એવા રસાંશ હશે કે જેથી આમ વૈપરિત્ય સમજાય, અને જે પંકજ-ચંદ્ર-છે તે અથવા ભાનું કે ઉભય કોઈનું રૂપક માત્રજ હશે, લાક્ષણિક જેવાં હશે. પણ આમાંનું કશું એ છે નહિ, છતાં વિનાકારણુ આવી વિપરીત ક૯૫ના એક અલ કારના લાભથી કરીને કવિએ પરમ કલેશ ઉત્પન્ન કર્યો છે. ક્લેશ નહિ પણ વિરોધ થયો પશુ ગણાય એ વિરોધ ટાળવા આપણે ધારીએ કે ભાનુ તે રામચંદ્ર હોય ને પંકજરૂ૫ ચંદ્ર તે ઇન્દ્રજિત હોય તે જેમ તેમ બંધ બેસે, બરાબર તે નહિજ-૫શુ તે એ વાંચનરે લાવવું કયાંથી!! અ મ બીજી રીતે સારી પ્રતિભા પૂણું આ પદ્યને પ્રસાદવિનાનું એટલે તદ્દન ક્લિટ કરી બગાડી નાંખ્યું છે. વળી પ્રથમ ને દ્વિતીય પંક્તિમાં જ્યમ ને સમ એ શબ્દ વાપરી પંકજંના નૃત્યને ને પરિતા વિલસવાને ઉપમેયાપમાન ઠરાવી બે જુદાં જુદાં છે એમ સૂચવવા જેવું Gandhi. Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વ8/50