પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૫૦ સુદર્શન ઘાવલિ, પતિ હોય; વરને તે પ્રિયા, અધાગના, ઈ યાદિ હોય ! ! એવી જ ગરબડ વહુને નાથ એ બે શબ્દો સાથે વાપરી ૧૬ મા સર્ગના ૧૧ મા લેકમાં પણ કરેલી છે. અખાત શબ્દ સમુદ્ર કે મહાસાગરના નાના અંશનો વાચક છે, તે નાનાપણું તથા બહુ તોફાન ન કરવાપણું ઇત્યાદિ સૂચવે છે ત્યારે રાવણના કુલને ખરા મહાન કલંકરૂપ ઇદ્રજીતને ફક્ત પાપના નાના અખાત રૂપજ કહે એમાં શો રસ જામવાના હતા !! હાનિ તે સ્પષ્ટજ છે. આવાં કેટલાંક ઉદાહરણ આપણે જોવા બેસીયે? ચાસન ચાલે, વેચુંટા, મસ, ધીમેલ, થા, ઈત્યાદિ ગ્રામ્ય શબ્દોથી; તેમ ઐતિહ્ય, વિષજલ ઈત્યાદિ ખેાટે અર્થે વાપરવારૂ ૫ ગ્રામ્યતાથી, ઠામ ઠામ પ્રતિભામાં થોડી ઘણી પણ મલિનતા દાખલ થઈ ગઈ છે. e આવા પ્રકારના સંસ્કારદોષ તો અનેક છે. માટે શું પ્રતિભા નથી? જેમ કલંક સહિત પણ નિષ્કલંક ચંદ્રપ્રભા દીપે છે, તેમ રા. દેલતરામની પ્રતિભારૂપ કૈમુદીપણું અસંસ્કારરૂપ કલક સહિત છતાં નિષ્કલંક શોભે છે. રાત્રીથીજ દિવસ શુભે છે, અંધારામાંજ અગ્નિ વધારે દીપે છે, તેમ કાવ્ય-વપણુ કાંઈ અસંસ્કારમાં છુ પાયેલું વધારે દીપી ઉઠે છે—તે સ્વાભાવિક રીતે કવિતામાં સિદ્ધ છે એમ થાય છે. સંરકારદોષ છે તે ઉચ્ચાભિલાષી થવાથી ટળે એમ છે; એક પ્રાકૃત લેાકની ખુશી સંપાદન કરવા તરફ વળવાથી, એટલે કે સહેલા શબ્દો વાપરવા જવાના લાભથી, એકાદ તડપડ પરધરી જેવા પ્રાસના લાભથી, થઈ આવે છે. પણ ઉચ્ચાભિલાષી ખરા પ્રતિભા પૂજક કવિઓ અપ્રાકૃત અલૈકિક સુંદરતા-રસ-ના પૂજક છે, ને તેમણે તો કદાપિ લાકિક પ્રાકૃત ધર્મ લેવોજ જોઈએ નહિ. આમ શુદ્ધ પણ કાંઇક સંસ્કાર હીન પણ પ્રતિભા તે સર્વથા આ ઈદ્રજિત કાવ્યમાં ઝળકીજ રહેલી છે, તે તેથીજ તેને કાવ્યત્વ તથા તેના રચનારને કવિત્વ બને સાથેજ પ્રાપ્ત થાય છે, ને યોગ્ય છે. " એ સિવાય, સેવ્યસેવકધર્મ ( શાસ્ત્રી શંકરલાલનું) હજરત મહદનું જીવન ચરિત, મા અને છોકરાં, સીતાવનવાસ (શ્રી નારાયણ હેમચંદ્રનાં ); સગુણી વહુ ( રા૦ વનમાલી લાધા મોદીનું ભાષાન્તર" ); રાજ્યપદ્ધતિ અંગરેજી તથા ગુજરાતી (રા. ભ૯હાર ભીખાજી બેલસરેની) એટલા ગ્રંથે પણ અમને અભિપ્રાય માટે મળેલા છે તે સર્વે બહુ સારા છે, ને વાંચવાયોગ્ય છે. શ્રી નારાયણના ત્રણે ગ્રંથને વિષય બહુ ઉત્તમ છે, તેમ રા. એલસરેનો ગ્રંથપણ હાલની રાજ્યવ્યવસ્થા સમજવાની આવશ્યક જરૂર પૂરી પાડનાર તથા ઉપગી છે. માર્ચ૧૮૮૮. | * ઐતિહ્યું એવું ઈતિહાસદારા વાત સિદ્ધ કરનાર પ્રમાણુનું નામ છે, તેને ઈતિહાસ એ અર્થે વાપર્યું છે; વિષજલ એ તે:”નવાઈ જેવો શબ્દ છે, તે જે કવિએ નોટ ન આપી હોત તે સમજાત પણ નહિ. વિષજલ એટલે ઝેર કાજળી!! ક્યાંથી એ શબ્દ આવ્યા ? ઝેર એટલે વિષ ને કા એ પછી વિભક્તિને પ્રત્યય અને જલીતે જલ એમ કાંઈક સંગતિ મેળવીને વિષજલ એ શબદ કવિએ ક૯યો હશે ! ચતુરાઈ ખુબ કરી !! શબ્દ વિભાગ ઝેર +કા+ જલી એમ નથી લાગતો પણ ઝેર+કાજલી એમ લાગે છે તે ભાષા વિવેક સમજનારે વિચારી લેવું. ૧ એજ ગ્રંથનું બીજું ભાષાન્તર પણ થયેલું છે, જે વિષે અમે એકવાર અભિપ્રાય આપી ચુક્યા છીએ. વિષય ઉત્તમજ છે એતો નિર્વિવાદ છે, પણ ભાષાન્તરમાં ભાષા પરત્વેજ [ સરખાવટ કરી જોતાં પૂવેનું જે ભાષાન્તર છે તે અમને તો વધારે ઠીક લાગે છે, Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50