પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, (૫૩ એ સર્વ વિસ્તાર ભયને લીધે ચર્ચાપત્રમાં ચર્ચાપત્રી બતાવતા નથી. આ બધાનું અમે એટલુજ ઉત્તર આપીએ છીએ કે આ છ એ મુદ્દા અમને સર્વથા ગ્રાહ્ય છે, ને અમારા વિવેચનમાં પણ તે મુદ્દાથી ઉલટું અમે કાંઈજ લખવા ધાર્યું નથી. ચર્ચાપત્રીને ને અમારે જે કાંઈ મતભેદ છે તે માત્ર પહેલા અને બીજા મુદ્દાપરજ છે; પણ તેવા મતભેદ નજ પડે એમ કાંઇ નિશ્ચય નથી; ને જ્યારે મૂળ સંસ્કૃત અમારા હાથમાં નથી (જે ચર્ચાપત્રીએ તે જોયું છે એમ તે જણાવે છે ) ત્યારે એ મતભેદ વધારે સકારણ કરે છે. ત્રીજા મુદ્દાની વાત તો અમે સર્વથા સ્વીકારી છે. ચોથે મુદ્દા તે અમે કહીએ છીએ તેને તેજ રૂપાંતરે છે. પાંચમા તથા છઠ્ઠા મુદ્દા વિશે અમારા વિવેચનમાં કાંઈજ નથી, ચર્ચાપત્રીએ નવુંજ પિતા તરફથી ઉમેરવા ધાર્યું છે. ત્યારે તાત્પર્ય એજ થયું કે જેમ અમને જણાયું છે તેમ ચર્ચાપત્રીને પણ આ પુસ્તક ગુણુ અને દોષ બનેવાળું જણાયું છે. તફાવત એટલેજ છે કે અમારા અને તેમના ગુણ દેષના રૂ૫માં ફરક છે, પણ તે વિષે તો એટલું જ કહી શકાય કે જેવું જેનું વસ્તુપરીક્ષાનું ધારણુ. મે-૧૮૮૮ ' ૬૯--જયાકુંવ૨–આ લધુ પુસતક અમે અથથી ઈતિસુધી વાંચ્યું છે, બહુ ભાવપૂર્વક વાંચ્યું છે. સ્ત્રી એજ સંસારેનું સર્વરૂપે નિદાન છે, એને સર્વ સારૂં'. સ્ત્રીઓની મહત્તા કાણે નથી અનુભવી ? જે જે મહટાં નામથી આપણને પ્રીતિ, આશ્ચર્ય, આનંદ, ભક્તિ ઈત્યાદિ વૃત્તિઓ થઈ આવે છે તે બધાં કોઈ દેવી માતાનાં પુત્રપુત્રીનાંજ નામ છે. આટલી બધી સ્ત્રીઓની અસર છે, છતાં તેમનું કર્તવ્ય, તેમનાં મૃદુપ્રેમને અપૂર્વ પ્રવાહ, હમેશાં ગુપ્તજ વહે છે; તે બધા વિશ્વને લીલું કરે છે. જયાકુંવરની બાલવય છતાં પણ એક સન્નારીને શોભાવે તેવી ઉત્તમકૃત્તિ એજ તેમનો ઈતિહાસ આપણને જાણવા જોગ કરે છે; બાકી તેમણે કાંઈ ભવ્યપરાક્રમ કર્યું નથી કે તેમને આપણે વખાણવા બેસીએ. પણ સ્ત્રીઓએ પુરુષાર્થ કદાપિ કર્યોજ નથી. રામાયણ, ઇલીઅડ, ચીનની દીવાલ કે ગુરુત્વાકર્ષણને નિયમ, એવું કાંઈ સ્ત્રીઓએ ઉઠાવ્યું નથી, છતાં તે બધાંના ઉઠાવનારા સ્ત્રીનાજ પુત્ર હતા, ને તેમનામાં તેમની માતાઓનુંજ બલ હતું. એ બલનેજ આવિર્ભાવ જે સ્ત્રીમાંજ જણાય તે સ્ત્રી સર્વથા માન્ય છે, પૂજય છે, અનુકરણીય છે. પરાર્થે સ્વાર્પણુ એજ આપણા ધર્મને પરમવેદનીય સિદ્ધાન્ત છે. ને તેને જે સ્ત્રીપુરુષ અનુભવે તે સર્વથા પૂજય છે. જયાકુંવરમાં કાંઈક આવું દેખાય છે, ને તેથીજે તેમનું ચરિત સર્વ સન્નારીને મનનીય છે. કેળવણી એટલે નિશાળે ભણુવાથીજ સારી બુદ્ધિ થાય એ ક૯૫ના શિથિલ છે, ને તેમાં હાલની કેળવણીથી સચ્ચરિત ઉદય પામે બે બહુધા સ્ત્રીઓ પરવેતા અશકય જ છે. છતાં શુભ રીતિકૃતિના અનુકરણરૂપ સ ધ પૂર્વથીજ હોય તો તે ધરમાં કે બહાર કે ફલી શકે છે તેનું કેટલુંક શુદ્ધ ઉદાહરણ જયાકુંવર છે એમ કહીએ તો ચાલે. - ગ્રંથ જનારે પિતાનું નામ આપ્યું નથી; પણ એ શુભ સ્ત્રીના પ્રેમથી અનુણી થનારજ આ નિવાપાંજલિ આપતા હોય એવી ક૯૫ના અમને વારંવાર થઈ છે. એમ હોય તે તેનું કર્તવ્ય શંસનીય છે, પવિત્ર છે. ભાષા એકંદરે શ્રાદ્ધ અને શુદ્ધ છે. તથા લખવાની સંકલનામાં લખનારે રસની એકતા કરવારૂ૫ બિંદુ પણ ઠામ ઠામ સારાં ગોઠવી વૃતાન્તને ઠીક વિરતાર્યું છે. અંત પણ બહુ રસપૂર્ણ યોજ્યા છે. જે જે સ્થળે ઉત્તમ રસનું એકત્રિત ગુફન ૬ --મુંબઈ નિર્ણયસાગર પ્રેસ કીંમત રૂ ૮-૧૨-૦ ani Ferita 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી. 3/50