પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કંથાવલોકન, ૬૭*—ગંગા-અમે આ વાર્તાનાં કલ્પના તથા વસ્તુફેટન જેઈ બહુ સંતોષસાધે એ વાતને હિંદુ ઘરસંસારના ઉત્તમ ચિત્રરૂપે ગણીશું. ગંગા એ એક પ્રતિષ્ઠિત કુટુંબના કનિટ્ટ પુત્રની ગૃહિણીજ છે, કેમકે તેના જેવાં કુલીનતા, પ્રઢતા, પ્રેમ, ભક્તિ, આજકાલની બધીજ વહુઓમાં જોવામાં ભાગ્યેજ આવે છે. રા. ઈચ્છારામે આ વાર્તાની વસ્તુને ખીલવતાં વચમાં ગંગાના કુટુંબનો ઈતિહાસ આપવા આ કથા દાખલ કરી છે. પણ તેથી રસમાં જરાપણું ભંગ થતો નથી, ઉલટું ગંગાનું શાન્ત પણ મધુર અને અલૈકિક પ્રેમ શાર્ય જેના બલે તે પિતાની કપરી સાસુને પણ વશ કરી શકી છે, ને છેવટ પોતાના પ્રાણનાથના પ્રાણુ સાથેજ પ્રાણ તજી ગઈ છે, તે અદ્દભુત દેશભક્તિરૂપ પ્રાઢ પ્રેમનીજ છાયા હતું એમ જાણવાથી, આપણા મનને કોઈ જુદીજ દિવ્ય અસર થઈ માનભાવ પેદા થાય છે. આ કથામાં રા. ઈ. * છારામે પુનર્લગ્નના ચાલતા ઘેટાળાને ઠીક ઉત્તર આપ્યો છે. એમણે આખર સુધી એજ સિદ્ધાન્ત વાત લીધી છે કે “ આર્યધર્મનું જે બંધન છે તે જોતાં સ્ત્રીનું લગ્ન ફરીથી થાયજ નહિ, પણ જે સ્ત્રી રજસ્વલા થઈ નહિ હોય ને પતિગત થયો હોય, વૈધવ્ય પાળવે તે બાઈ અશક્ત હોય, તે એક દયા ખાતર તેનાં લગ્ન થાય તો ઠીક, જોકે રૂડાંતો નહિ જ.*” વિધવા નણંદને ગંગા તથા તેના ભાઈએ કેવા માનમરતબામાં પોતાની સાથે રાખી છે, તથા તે વિધવાને માબાપે પણ કેવી લાલન પાલનમાં મહલાવી છે તે સારી રીતે ચીતરાયલું છે; છતાં કહ્યા તે સિદ્ધાન્તને વળગી, ગંગાની વિધવા નણંદ તથા મેતીલાલનાં પુનર્લગ્ન ગ્રંથકારે કરાવ્યાં નથી, તેમ તેમને પ્રેમમાં રમવા દેતાં છતાં તેમની પાસે એકપણ અયોગ્ય શબ્દ ઉચરાવ્યા નથી. બલકે પ્રેમમાંજ પાતપિતાને હાથેજ તેમના અંત અણુવ્યા છે. ગંગા પિતાને પણ પોતાના પતિ સાથેજ એક ઉત્તમ સતીની પેઠે મરણ પમાડી છે, આમ કરવામાં રા. ઈછારામે પ્રેમનો જે પવિત્ર મહિમા આર્ય કુટુંબ પૂજે છે, તેને સારા બહાર પાડ્યા છે, તથા વિધવાઓને, ઘરમાં બીજા દુઃખ દે છે એ કપિત ગપાટે જે આજકાલ ચાલી રહ્યો છે તેને પણ ઠીકે ખોટો પાડવા પ્રયત્ન કર્યો છે. આમ હિંદુ સંસારના એક ચિત્ર તરીકે આ કથા બહુ સારી છે, ને સર્વ સ્ત્રીપુરુષને વાંચતાં આનંદ સાથે સદ્ધર્મયુત આપે તેવી છે. ભાષાપણુઠીક શુદ્ધ રાખવા ગ્રંથકારે સારો પ્રયાસ લીધા છે. ૬૮-અરેબીઅન નાઇટ્રાસ ભાગ- ૨:-આ પ્રખ્યાત ગ્રંથનું ભાષાંતર સંપૂર્ણ થયેલું" જોઈ અમને પરમ સંતોષ થાય છે, અને વાર્તાને એ ઉત્તમ સંગ્રહ આપણી ભાષામાં ઉમેરાયાથી રા. ઇરછારામના આપણે બહુ આભારી છીએ. કલ્પનાશક્તિના વિલક્ષણ તરંગોને માટે આ વાર્તાઓ પ્રખ્યાત છે, અને તેથીજ અતિઅલ્કતના મિશ્રણુથી વાંચનારનું મન રંજન કરવા સમર્થ થાય છે, અને સાદામાં, સાદી સમજશક્તિનાં માણુને પણ બહુ ચિત્તાકર્ષક થઈ પડે છે. આટલું જ નથી પણ તેમાં સમાયેલી દરેક વાત પરિણામે બહુ બેધદાયક હોય છે. એટલે એવા વાચનથી બે ઘડી ગમત મળવા ઉપરાંત સારે બેાધ પણ થયા વિના રહે નહિ. અંગરેજી “ ડીકેમેરાન ” જેવા, કે કેટલીક નવલે જેવા, ગ્રંથ કરતાં આ ગ્રંથના કથાપ્રસંગ કઈ રીતે વધારે અનીતિવાળા નથી; બ૯કે બીલકુલ અનીતિવાળાજ નથી. પછી જેવા વાંચનાર. - પાનું ૨૬ ૧. ૬૭-રચનાર ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ કીમત રૂ ૧-૮-૦ ૬૮-ભાષાંતર કરનાર રા. ઈછારામ સૂર્યરામ. કીમત રૂ ૩ ગુજરાતી પ્રેસ મુંબઈ. Gandhi Fieritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી