પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, તેમજ પડી હશે, કોઈએ હજુ તેના વિષે અભિપ્રાય આપવા પ્રયત્ન કર્યો નથી. સરસ્વતી ચં. દ્રની આંગળીએ સ્નેહમુદ્રા કાંઈક કડક પડે તેવી છે, છતાં છે તે શુદ્ધ કુંદન અને રત્નજડિત એટલે કોઈ અંશે તેને અનુચિત તો નથીજ; પરંતુ સરસ્વતીની પ્રાકૃત પ્રસાદીવાળાને એ કાભુ અચકર થવું અમને તો અસંભવિત લાગે છે. આ ગ્રંથમાં જે ચમકાર સમાયેલા છે તે એક પ્રકારનો નથી કે તેને સહજમાં વાચક સમક્ષ ધરી શકાય. એમાં વસ્તુ સંકેલના કેઈક જુદાજ વિષયની છે. પદ્યમાં તેને આધીન રહી સાધવા ધારેલે કાવ્યર્થ વળી તેથી પણ જુદે ! છે, અવાંતર પ્રસંગોમાં રહેલા મર્મ એ ઉભયથી વિલક્ષણ છે, અને આખા વિષયમાં સ્નેહનો કોઈ અપૂર્વ સંસ્કાર, જે અપૂર્વ સાથે અવાચ પશુ છે, તે જુદાજ રંગે જામેલ છે. આ પ્ર. થનું બંધારણ છેક પ્રાચીન શૈલી ઉપર નથી, તેમ નથી છેક અવૉચીન ઉપર. એમાં ઉભયનું મિશ્રણ છે, પણ અવૉચીન ઉપર કાંઇક અધિક વલણ છે. પ્રસંગે પ્રસંગે ભવભૂતિની પેઠે ભાવ ઉભરાઈ જય છે, પણ એભાવના પ્રવાહ પાછા શેલીની ભારતીની પેઠે કઈ એવા ઉપરમાં ઉતરી પડે છે કે તેને એક છાંટે પણ આપણે હાથ આવતો નથી ને આપણે તેની ગૃઢતાને લીધે જ તેનાથી મોહ પામતા તેની મિથ્યા શોધમાંજ ભમ્યાં કરીએ છીએ. આમ છતાં કાવ્યપ્રવાહ કોઈ રીતે અણગમો પેદા કરતો નથી. આખા ગ્રંથનો વિષય પ્રેમ સિવાય બીજો નથી, પણ તે પ્રેમ એટલે અમુક સ્ત્રીપુરુષના વેગે ઉત્પન્ન થતી લાગણીઓની ગરબીઓ નહિ, પણ દિવ્ય ઉચ્ચ પ્રેમ જેને સંસ્કાર લાગવેજ દુર્ધટ અને જેના અનુભવ થા આ મત્યે લેકમાં પણ અમરત્વજ. નાયક યદ્યપિ પુરુષરૂપે કહે છે ને તેના એક મિત્ર તથા સ્ત્રી એમ લીધાં છે તથાપિ તે સર્વમાં અમને તો ઉગ્ર આમાર્પગુરૂપ દેશપ્રીતિ અને તેને પ્રોત્સાહન કરનાર વત્સલતા, રતિ પ્રણતા, ઈત્યાદિ વૃત્તિઓનાં દિવ્યરૂપક માત્રજ સમજાય છે. પ્રવાસી પતે એકલો નીકળે છે ને રતિના અભાવે દુ:ખ સ હન કરતાં જડમય બને છે પણ તેને પ્રાપ્ત કરી ચેતનવત થઈ આનંદે છે. એક પ્રસંગમાં દેશવાત્સલ્યરૂપ યોદ્ધાના હૃદયમાં પ્રાગાર પરાકાષ્ટાને પામે છે; ને એની સહચરી પણ એ ૫રાકાષ્ઠાના પ્રસંગને પોતે જે જે રીતે વાપૈણુ કરી પિતાથી જાતિને દુ:ખી દેખી પોતાના સહચર સાથે મુછવશ થઈ મૃતપ્રાય થાય છે તેથી દીપાવે છે. આ સ્થળને પ્રસંગ હિંદુ સ્ત્રીઆની અધમતા એ છે; અને તેનેજ આપણાં દુ:ખમાત્રનું નિદાન ઠરાવવામાં કવિએ બહુ યુક્તિથી કાવ્યર્થ ગેહવ્યા છે. કવિએ પુનદ્વાહને જે નીવેડો આણ્યો છે તે સર્વને રુચે એવે નથી તથાપિ ઠીક છે એમ કહ્યાવિના ચાલે નહિ, પરંતુ જેણે નેહના તત્ત્વનું આટલું ગૃઢ પાન કરેલું છે કે જેના પ્રેમનીશાના ઉદ્દગાર પ્રાકૃત લોકને ગળે ઉતરવા પણું કઠિન છે, તથા સતીત્વને પવિત્ર મહિમા જેણે યથાર્થ ચીતર્યા છે, તેના તરફથી પુનદ્ધાહ પ્રસંગે છેક પ્રાકૃત નીતિનો બાધ થાય એ તેના ગૂઢ પ્રમપાનને શોભતું નથી. પ્રેમની ભૌતિક છાયા સ્ત્રીનું દુ:ખ દેખી નિતાર્પણ કરી રહેલાં સ્ત્રી પુષ્પને તેમના મિત્ર મળે છે ને તે પછી જે જે કાવ્યના ઉદ્ગાર થયેલા છે તે ખરી કવિત્વશક્તિના નમુના છે. અહા ! પ્રેમનું ઔષધ પ્રેમજ છે. પ્રેમહીતતા જોઇ ઉદાર પ્રેમે જે અપેણું કર્યું છે, તે પાછા સમાન પ્રેમથી પુનર્જીવન પ્રાપ્ત કરે છે. ને કવિ જેને ભૂત કહે છે તે રૂપે બોલે છે. પ્રેમીને બધુઃ વિશ્વ પ્રેમમય લાગે છે. કવિની એ. માંજ શક્તિ છે કે તે જે ભાવ પોતાના નાયકને આપે છે તે ભાવમાં તેને એવા તન્મય કરે છે કે બધું વિશ્વ તેને તે ભાવમય જણાય છે. હૃદયભૂતે જે જે વસ્તુ પદાર્યાદિનું અવલેાકન Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10/50