પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ' ગ્રંથાવલેકને, કર્યું છે તેમાં પ્રેમની ધાડ છાયામાં વિકારી સંસારથી જે જે ડાઘા પડે છે, જે જે ઉત્કર્ષ થાય છે, ધર્મકર્મ વ્યવહાર સંસાર આદિથી તેના જે જે રંગ બદલાય છે, તેનું વ્યંગ્ય વર્ણન કવિએ જે યુક્તિ અને અનુભવથી આપ્યું છે તેનું અને યથાર્થ પૃથક્કરણ કરતાં વિસ્તાર વધી પડે એમ છે. આ ભૂતનો પ્રસંગ રાત્રીમાં મુક્યા છે, ને પછી પ્રભાત થતાં પાછાં સર્વને જીવનયુત કર્યા છે, એમાં આર્યાવર્તની ગત અને વર્તમાનદશા બતાવતાં, ભાવિ, ઉવેલ ભવિષ્યની, બહુ યુક્તિ પુર:સર સૂચના સમાવેલી છે. પ્રેમરતિરૂપ પરમ શ્રીમય ચક્રવાકીને પુનાગથી પૂર્ણ પ્રજાને આનંદેલાસમાં ઉરાડી છે. આમ સર્વ રીતે જોતાં આ ગ્રંથમાં નેનાજ વિષય છે, પણ તેને અંગે કાવ્યચમત્કૃતિ, દેશ સુધારણા, સંસાર, ધમ, આદિ અનેક વિષયને ચુમ્યાં છે. પણ સર્વમાં સુખ આનંદ, સર્વનું નિદાન પ્રેમ પ્રેમને પ્રેમજ બતાવ્યા છે. એ મમર્થ ગ્રહણુ કરવામાંજ સ્નેહમુદ્રાના નામનું સાર્થક છે; કેમકે એક પંક્તિ પણું એવી નથી, જેના પર નેહની મુદ્રા ન હોય. અકટોબર ૧૮૮૯ ૭૫-બૃહત્કાવ્ય દોહન ભાગ૨-૩ રા. રા. ઇચ્છ.રામે જે રસ્તુત્ય પ્રયત્ન આદર્યા છે તેને સર્વથા ધન્યવાદ ઘટે છે, અને એ ભાઈએ જે શ્રમ અને વ્યય કરી આપણી ભાષાના ઉત્તમ ગ્રંથને અજવાળામાં આપ્યા છે તેને પ્રત્યેક જાતના ઉત્તેજનની જરૂર છે. પ્રથમ આવા સંગ્રહ થવાનીજ ઘણી અપેક્ષા છે, જોકે તે બરાબર વિશુદ્ધ અને સટીક થાય તો બહુ ઇચ્છવી યોગ્ય છે. આ સંગ્રહોમાં વિશુદ્ધિ અને ટીકા સંબંધે ઘણી સૂચનાઓ કરવા જેવી છે, પણ તે વાત હાલ બાજુ પર રાખતાં ભાઇ ઈરછારામના આ સંગ્રહજ જેવા છે તેવા પણ વખાણવા થાય છે, કોઈ વિદ્વાન હવે એટલું કામ માથે લે કે પ્રત્યેક કવિનાં બધાં કાવ્ય જુદાં કહે ને તેની બેચાર પ્રતિ મેળવી બધા પાઠ સરખાવી એક વિશુદ્ધતા નક્કી કરે તથા ઉપર સારી પૈઠે વિવેચન, અર્કાદિપરવે થાજે, તે ભાષાની ખુબી વાચક્રને સહેજમાં સમજતાં અડચણ ન પડે, તથા ઉત્તમ વાચનને શાખ પણ જલદીથી ફેલાવા પામે. | ૭૬-બાળશિક્ષણ અને ભાઇ બહેનનું હેત:–આ કાલમાં કેળવણીમાં નીતિનું. શિક્ષણ આપવા માટે સરકાર તેમજ કેટલાક લેકે તયાર થઈ જાય છે પણ વિચારવાનું આવ શ્યક છે કે નીતિની કેળવણી કાંઇ ભણાવી ભણાતી નથી. એના ઉપદેશ તે વાતદ્વારા, ક્યાદ્વારા, સામાન્ય શિક્ષણ પદ્ધતિદ્વારા અને સર્વથી શ્રેષ્ઠ તાદશ દષ્ટાન્તદ્વારા આપી શકાય, આ સિ* દ્વાન્ત હોવાથી નીતિને ઉપદેશ અમુક વાતાનાં દૃષ્ટાન્તથી પશુ સમજાવવાના પ્રયત્ન ઘણે અંશે સ્તુતિપાત્ર અને ઉપયુક્ત ગણાય. આ પુસ્તકનો હેતુ તેજ છે, અને તેથી તેને અમે સર્વ રીતે પસંદ કરીએ છીએ. ભાષા તથા વિચાર પણ એકંદર સારાં છે. ૭૭-જીવનપ્રભાત-બાબુ રસેશચંદ્રદત્ત પ્રણીત આ ઐતિહાસિક કથાનું ભાષાન્તર કરીને રા. નારાયણ હેમચઢે ગૃજરાતી ભાષાના વાર્તાસંગ્રહમાં ધણા અમુય ઉમેરે કર્યો. એ કથાને ઇતિહાસ શિવાજી સંબંધમાં છે, અને તેનાં પરાક્રમ, સાથેના તેના ભકતની તેના ઉપરની દઢપ્રીતિ, ૭૫-સંગ્રહ કરી પ્રકટ કરનાર રા. ઇરછારામ સૂર્યરામ દેસાઈ, કીમત રૂ-૩ પ્રત્યક ભાગની. ૭૬ - રચનાર વૈદ્ય મહીધર પુરૂષોત્તમ મુંબઈ મૂલ્ય રૂ. ૦-૧૦-૦ 9--ભાષાન્તર કર્તા શ્રી નારાયણુ હેમચંદ્ર. Gandhi Heritag Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગાવલી Il/50