પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદશ ન ગદ્યાવલિ, તથા એક તળુબાલાનું તેના એક ભક્ત સાથે સંપત્તિ વિપત્તિ સર્વ સમયે એકરૂપ રહેલુ’ મેંમદર્શન, એ બધાં ચિત્તને આકર્ષે તેવાં છે. કથાને વાંચતાં દેશપ્રીતિ, પ્રામાણિકતા, ઈત્યાદિ અનેક ભાવનો ઉદય થવા ઉપરાંત શુદ્ધ પ્રેમને વિજય જોઈ અંતરને અપૂર્વ આનંદ થાય છે. ભાષાનરની ભાષાં પણ સારી છે, અને ગ્રંથ સર્વત્ર વાંચવાની ભલામણ કરવા યોગ્ય છે. a ૭૮--મુદ્રારાક્ષસ–પ્રખ્યાત કવિ વિશાખદત્તનું રચેલું આ નાટક બહુ રીતે વિલક્ષણ છે. એ નાટકનું વસ્તુ એવું ઐતિહાસિક છે કે તે નન્દવંશને ઉચ્છેદ થઈ મોર્યવંશની સ્થાપના થયાનું ચિત્ર છે. બીજા પ્રખ્યાત નાટકની પેઠે એમાં શુંગારાદિ સંવિધાનપષક રસ નથી, એટલે એક રીતે બીજાં નાટકોની પંક્તિમાં એને મૂકાય એવું નથી. છતાં સંવિધાનચાતુર્ય અને પાત્રનિરૂપણુ માટે એ નાટક કોઈ રીતે ઉતરે તેવું નથી, કવચિત નમુનાલાયક થઈ પડે તેમ છે. એનું વસ્તુ પ્રખ્યાત ગુણાઢયની બહ૯થામાંથી લીધેલું છે. e આ નાટકનું ભાષાન્તર આગળ ભાવનગરમાં કેાઈએ કરેલું છે, પણ તેના કરતાં રા. કેશવલાલનું અમને સર્વથા ઉત્તમ લાગે છે. રા. કેશવલાલ આ કામ માટે ઘણું કારણથી યોગ્ય છે. પોતે સારા સંસ્કૃતજ્ઞ હોવા ઉપરાંત, રસજ્ઞ છે, તેમ પ્રાકૃત અને સ્વભાષાના જ્ઞાનમાં સપ્રમાણુ રીતે નિપુણ છે. એમની કૃતિ પણ એમની યોગ્યતાને અનુરૂપ થઈ છે. એમણે ભાપ-ન્તરને જેમ બને તેમ સરલ કરવા માટે બહુ કાળજી રાખી છે, ને એજ હેતુથી મૂલના છ દેને પણુ ગુજરાતી રૂઢિ ઉપર આણવા પ્રયાસ કર્યો છે. આટલું નથી પણ સંસ્કૃત પાઠને બે ચાર પ્રતથી વિશુદ્ધ કરી જે સંદિગ્ધ સ્થલે છે તે તે સ્થલે ઔચિત્યપુરઃસર સમાધાન થાય તેવા પાઢ નિર્ધાર્યા છે. આટલે અંશે પંડિત તેલંગના અંગરેજી ટીકાવાળા પુસ્તક કરતાં પણું આ પુસ્તક વધારે ઉપયોગી છે. મુલ નાટકમાં જે બે ચાર બહુ સદગ્ધ સ્થલ છે તેના અર્થપેરવે યદ્યપિ મતભેદ રહે તથાપિ રા. કેશવલાલની સંગતિ સપ્રમાણ અને સુશ્લિષ્ટ છે. કવિચરિત તથા સ્પષ્ટાર્થ માટે કરેલી ટીકા વગેરેથી ગ્રંથને ભાષાન્તરકર્તાએ બહુ સારે શાભાવ્યા છે. કોઇ પ્રસંગે બનશે તો પુનરાવલોકન વખતે આ ગ્રંથ ઉપર વિસ્તારથી વિચાર કરીશું. ફટ–વિષ્ણવ સંપ્રદાયના આચાર્યાને પ્રશ્નની અરજી–આ અરજીની એક પ્રત અમારા તરફ મેકલતાં મંડલીએ એમ માગણી કરી છે કે તે વિષેનો અમારો અભિપ્રાય અમારે સ્પષ્ટ જણાવ. જે પ્રશ્ન પૂછેલા છે તેના ઉત્તર આપવાનું કામ અમારૂં નથી. કે. મકે અમે વૈષ્ણવસંપ્રદાય કે કઈ સંપ્રદાયના અભિમાની નથી, જે સત્ય હોય તેજ ગમે ત્યાંથી પણ લેવું એ ઉત્તમોત્તમ માર્ગ છે, પણ તેને અમુક આકારવાળ' કરી તેના પર છા ૫ મારવા માટે તેને ઘાટ ઘડવાની જરૂર નથી. તસ્વશોધક મંડલીએ જે કામ કર્યું છે, તે બહુ સ્તુતિપાત્ર છે એમ કાણુ નહિ કહે ? આપણા દેશની ખરાબી થવામાં મુખ્ય કારણ ધર્મભ્રષ્ટતા છે ને તે ધર્મભ્રષ્ટતાની જવાબદારીને માટે ભાગ આચાર્યોને માથે છે. વલ્લભસંપ્રદાય માટે પ્રશ્ન કરવા કરતાં લગભગ બધા સંપ્રદાય માટે શંકાએ કરવાને આ સમય છે, છતાં પુષ્ટિ માર્ગમાં એટલી બધી ગરબડ છે, ને તે ધારવા પ્રમાણે પાછળના આચાર્યોએ વધારી દીધી હશે, કે તેના ઉપરથી એક વખત સ્થિરતાથી વિચાર કરનારની શ્રદ્ધા ઉડી જાય. એ મતને [ સિદ્ધાન્ત અદ્વૈત જેવો અથવા અદૈતજ છે, છતાં તેમાં જે સેવા, ભાવ, ઈત્યાદિના ૭૮ --ભાષાન્તર કર્તા રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ બી, એ, અમદાવાદ, ૦૮-જુનાગઢ તત્તવિવેચક સભા તરફથી. a nainen ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 12850