પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મંથાવલોકન, વિરતાર છે, તથા છેવટ માક્ષનો પણ પ્રકાર છે તે તો અદ્વૈતથી ઉલટ જ છે. આ મુલમાંથીજ વિરોધ છે, તો પછી તેના પત્રશાખા પુષ્પાદિમાં એથી અધિક વિરોધ હોય તેમાં આશ્ચર્ય નથી. સર્વ ધર્માભિલાષકને ઈચ્છવા જેવું છે કે આચાર્યો આ મંડલીના પ્રશ્નોમાંના જે મુખ્ય પ્રશનો છે તેને—ખુલાસા કરશે, ને તે ખુલાસાજ કરશે એમ નહિ, પણ ખરૂં સમાધાન કરશે. e આ સિવાય તારા વિજળી કષ્ટ નિવારણ, નાટક, વિમાન, દશકુમાર ચરિત ( રા. ઈચ્છારામે પ્રકટ કરેલું ) ભારતધર્મનું ત્રિકાલદીન( રા. મનમેહનદાસ દયાળદાસે કરેલું કર્નલ આ૯ોટના એ વિષયના એક ભાષણનું ભાષાન્તર) પૌરાણિક આખ્યાયિકા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનો ઉપહાર, વિલાયતી માળી, એટલા ગ્રંથો ઉપકાર સાથે માન્ય રાખી તેમના ક્તને ઉ. તત્તર અધિક પ્રવર્તક આશિર્વાદ દઈએ છીએ. દયારામ કૃત કાવ્ય સંગ્રહ, કાવ્ય પ્રભાકર, હિન્દુ અને બ્રિટેનિયા, નીતિ ૦૫વહારિક ધર્મ, બાહ્ય વસ્તુની સાથે માનવ પ્રકૃતિ સંબંધ, ઋતુવર્ણન, બુદ્ધ દેવ ચરિત, જટિલ પ્રાણુ પદબંધ. કુસુમાવલિ એટલા ગ્રંથા ઉપર યથાવકાશ વિવેચન આપવું બાકી છે. નવેમ્બર-૧૯૮૯ ૮૦ દયારામકૃત કાવ્ય સંગ્રહ;-ગૂજરાતના પ્રાચીન તથા મધ્યકાલીન કવિઓમાં દયારામ પ્રથમ અથવા દ્વિતીય પંક્તિ ધરાવે છે. તેની વાણીનું લાલિત્ય, તેના રસની એકતાનતા તેને ભાવ ઉપજાવવાની શક્તિ, એ બધાં એવાં લૈકિક છે કે તે ખરી કવિપ્રતિભાનાં ચિહ્ન હોવા ઉપરાંત સર્વને કાવ્યરસને સ્વાદ ચખાડવાને સમર્થ છે. વળી એ કવિએ ભક્તિને અવલખી શંગારાદિ વિસ્તાયો છે તેથી એકલો શૃંગાર એવી રીતે વર્ણવનારને જે કલંક લાગવાનો સંભવ રહે તેમાંથી તે મુક્ત થઈ ગયો છે એટલું જ નહિ પણ ઉલટ તેજ કારણથી અતિ લોકપ્રિય થઈ પડ્યા છે. એનાં કાઢય વાંચવાં કે ન વાંચવાં એ વિચાર વિરાગી જેવી નીતિના અધિકારમાં ઉન્મત્ત થયેલા આપણા કેળવણી ખાતાવાળાને સૌથી આપણે તો એમ કહેવાની ફરજજ છે કે કાવ્યરૂપે જોતાં એનાં કાવ્ય ઉત્તમ પ્રકારનાં છે. વરતુમાત્રના બે ઉપયોગ થઈ શકે છે, ને જેવાં અધિકારી હોય તેવા ઉપયોગી નીવડે છે. માટે વસ્તુજ દુષ્ટ છે, એમ કાંઈ કહી શકાતું નથી. આ કવિની આવી પ્રતિષ્ઠા છે ખરી પણ એમાં કાંઈક ન્યુનતા થવા જેવા પ્રસંગ આપણને કેટલાક સમય થયાં હાથ આવ્યા છે. ભાલણ, થેભણ, રાજે, નરસિંહ મહેતા પણુ, એવા કેટલાક કવિની કવિતાઓ સારરૂપે કે ઘણીવાર તો આખીને આ ખી આ કવિ પોતાની કરી બેઠેલા છે, તેથીજ એવી બધી બાબત બાતલ કરતાં એમનું પિતાનું જે અવશેષ રહે તેને હીસાબે તેઓ દ્વિતીય વર્ગમાં આવવા ને યોગ્ય ઠરે છે. આવા કવિનાં ગ્રંથને એક સંપૂર્ણ સંગ્રહ થવાની જરૂર હતી ને તે કામ આપણુ પ્રખ્યાત કવિ શ્રી નર્મદાશંકરે કર્યું હતું, ને જે કે આપણે તેમણે પાડેલા કવિ દયારામના કાવ્યના વર્ગ સાથે એકમત ન થઈએ તોપણ, એમનું એ કામ બહુ ખુય હતું’ એમાં સંશય નથી, એનો એજ સંગ્રહ કેટલાક વધારા સાથે ગુજરાતી પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયેલ છે, ૮૦ સંપ્રદુ કરનાર કવિ નર્મદાશંકર લાલશંકર ત્રીજી આવૃત્તિ ( સુધારા વધારા સાથે ) ગુજરાતી પ્રસ, મુંબઈ, કીમત રૂ. ૨-૮-૦ ના Gandhi e Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50