પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮ અભ્યાસ, અમેદાનુભવ થવાથી જે ત્રિગુણાતીત માર્ગ હાથ આવે છે તેમાં કમ નિકમ નો વિભાગ કરવાનો રહેતો નથી. અનાસક્તિરૂપ સમતા તેજ સર્વસ્વ છે. અદ્વૈત વેદાન્ત અને સાંખ્ય એટલે પચીશ તત્ત્વની વ્યવસ્થાને અનુસરનાર સાંખ્ય તેને આધારે રચેલી યોગવ્યસ્થાનાં ફલમાં જે આ સૂક્ષ્મ અંતર છે તે ઉપર લક્ષ ન કરવાથીજ ત્યાગ અને સંન્યાસના જે કર્મયાગ અને કર્મસંન્યાસરૂપ અર્થ થયા છે તે ઉદ્ભવેલા લાગે છે. ભગવાનને એ અથોપણ ગીતામાં સુધારી લેઈ કમ ફળત્યાગ એ અર્થ કરી આપવાની આવશ્યક્તા જણાઈ છે. કાંઈ કરવું નહિ, પડયા રહેવું, ઘરબાર, વ્યવહાર, આદિ વેદાન્તને હોવું ન જોઈએ, એ જે વેદાન્તના ફલને મિયાગ્રહ લેકબુદ્ધિમાં થઈ ગયું છે, તે આ સૂક્ષ્મ ભેદ ન સમજાયાને ૫રિણામ છે. આ પ્રકારની તત્વવ્યવસ્થા ઉપર આ સ્થલે વધારે વિરતાર કરવાનું પ્રયોજન નથી. બુદ્ધિમાન સાધકને આટલે વિવેક એમ સમજાવી શકશે કે ચિત્તવૃતિનિરોધરૂપ બને અને તે નાં સાધનમાત્રને વેદાન્તને સર્વથા અતિશય ઉપયોગ છે, પરંતુ જેને વેગ અસંગતાત સમાધિ કહે છે ત્યાં ન અટકતાં વેદાન્ત તેથી આગળ જાય છે, અને જેને વેદાન્ત અસંમજ્ઞાતને બદલે નિર્વિકલ્પ એવું નામ આપ્યું છે તે સમાધિએ પહાચવા યત્ન કરે છે. એ નિર્વિક૯૫દશા ત્રિકાલસિદ્ધ, વ્યવહારસમયે પણ અખંડિત, સતત ઊંદત, રહે છે: અને જ્ઞાનીનું મન જ્યાં જ્યાં જાય, તેની વૃત્તિ જે જે પદાર્થ કાર થાય, ત્યાં ત્યાં, આરૂઢ સાક્ષીને પદાર્થ ઉપહિત ચૈતન્ય સાથે અભેદ અનુભવાતાં સમાધિને કદાપિ ભંગ થતો નથી. એ દશા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને વિસ્તાર કરવાને આપણે ઉદ્દેશ છે. એવી દશા કોઈ પણ બાહ્ય સાધન કરતાં કેવલ આંતર સાધન જે નિદિધ્યાસન તેનાથી, અથવા જેને સામાન્ય રીતે લેકે જ્ઞાન કહે છે તેનાથી પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનના અનુભવને અર્થે કેટલાંક સાધનાની આવશ્યકતા છે, જે સાધનામાં સાંખ્યાનુપાતી યુગ તથા બીજા અનેક પ્રકારનો સમાસ છે. _ આમ હોવાથી વેદાન્ત સાંખ્યાનુસારી યોગના માર્ગને સ્પષ્ટ રીતે સ્વીકાર ન કરતાં વિવેક અને વિરાગ પછી તુરતજ સમાદિપ પત્તિ એવું તૃતીય સાધન કહ્યું છે. વિવેકથી આમાનામવિવેક સમજી વિરાગથી આસક્તિરહિત થયેલા અંતઃકરણને જે કર્તવ્ય છે તે વૃત્તિનિરોધજ છે. પણ તે નિરોધ પુરુષમાત્રમાંજ થઇ જાય એ ઈટ નથી. માટે સમાદિસાધન પછી પણ મુમુછતા એવું સાધન રાખી, પુરૂષભાવનામાં જે નનાવ અને હું-પણાને સંકોચ છે તેનો અનાદર દર્શાવેલ છે. ત્યારે વિવેક વિરાગથી શુદ્ધ થયેલી વૃત્તિને એકાગ્ર કરવા યત્ન કરવો જોઈએ, અને તે એકાગ્રતાની સાથે વૃત્તિમાંથી સંકોચના સંસ્કાર નીકળતે નીકળતે વિસ્તારના સંસ્કારનું આધાન થવું જોઈએ. એટલું જ નહિ પણ એ વિસ્તાર કેવલ બુદ્ધિવિલાસ અને વાજાલના વિસ્તાર ન જોઈએ, હૃદયની આદ્રતા અને ઉદારતાને વિસ્તાર જોઇએ, જે શ્રદ્ધાથી પ્રેમ અને આદતા પુષ્ટ થાય છે તે શ્રદ્ધાને વિસ્તાર જોઈએ. સંકોચને સ્થાને પ્રેમમય વિસ્તારનો અનુભવ આવે, અને તે વિસ્તારમાં સર્વથા સંતોષ આનંદ અને સમાધાન અનુભવાય, તો પછી સાધકને મુમુક્ષતાને અભ્યાસ જ અવશિષ્ટ છે. વિવેક વિરાગથી પણ જે ઉદાસીનતા કે સંકોચ થવાનું ભય હોય તેને આ પ્રકારે અટકાવવાને તથા વિસ્તારના સંસ્કારને પુષ્ટ કરાવવાને શમાદિસંપત્તિની સાધકને પરમ આવશ્યકતા છે. ગદ્વારા જેણે વૃત્તિનિરાધ સિદ્ધ કરતે કરતે અસં'પ્રજ્ઞાત પર્યત પહોચાયું છે તેને આ સાધનાની આવશ્યક્તા CCC POTTER Gandhi Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50