પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 - સુદર્શન ગાવલિ, આ અપ્રસાદ છે, પણ વરસ્તુવિન્યાસમાં કર્તાની શક્તિ ખરેખર અપૂર્વ છે. અપૂર્વ શક્તિ ઘણીવાર કૃત્રિમ સાધનથી પિતાને વિભૂષિત કરવાના લોભમાં ઉલટી વિદૂષિત થાય છે. વરતુફાટન કરતાં પાત્રાનુલેખન પણ સહજેજ કરવાનું આવે છે; ને તે ઉત્તમમાં ઉત્તમ રીતે તો એમજ થાય કે પાત્રોને જે સ્વભાવ નિરૂપા હોય તે તેમના આચારથી સિદ્ધ કર. વાચકને કે પ્રેક્ષકને ઘણામાં ઘણી અસર પાત્રગત આચાર અર્થાત પાત્રગત રસથી થાય છે. કવિકૃત રસ કે તેણે આપેલાં ભાષણ તે અસર પેદા કરવાને સમધ નથી. છતાં આ કથાના રચનારને એ રસ્તે વારંવાર ઉતરવાની ટેવ કે જરૂર પડેલી જણાય છે, ને તેણે એક નાના સરખે પણ પ્રસંગ એકાદ નીતિનું ભાષણ આયાવિના જવા દીધો નથી. કથાકાર મટી વ્યાખ્યાકાર થવામાં ગ્રંથના સામંજસ્યનો ભંગ થાય છે. વળી એ ઉપરાંત પોતાની વર્ણન કરવાની શકિતના પણ જેટલા નમુના બતાવાય તેટલા બતાવવામાં કવિએ ખામી રાખી નથી. જેમ ભાષગુ એ વ્યાખ્યાકારનો વિષય છે; તેમ પ્રસંગને અનુરૂપ હોય તે કરતાં અતિ વિસ્તારવાળાં અને તેથી માત્ર પોતાની શતિના ચમત્કાર બતાવવાજ મુક્યાં હોય તેવાં વર્ણન પણુ, ગમે તેવાં ઉત્તમ કે રસિક હોય તથાપિ, કવિનો વિષય હોઈ, કથાના રસને બગાડે છે. ક૯૫ના ક્રમમાં પણ પ્રકૃત લેખકને કાંઇ નવીન ચમત્કાર કરવાની બહુ જિજ્ઞાસા જણાય છે. તેવા પ્રયત્નમાં તેણે ગમે તેવા તર્ક ઉઠાવી કલ્પનાઓ કરી છે, કેટલીક શુક, કેટલીક વીરસ, કેટલીક વ્યાધાતવાળી, જે ઘણીક ચમત્કારવાળી લાગે છે, પણ બધીએ આપણને કોઈ નવીન અને ચારે તરફથી ખાવા ધાય તેવા ધરમાં પેસતાં જે અણગમો પેદા થાય તેવી કાંઈક વિલક્ષણ વર્તાય છે. . . - એક વીરની તરવારનું વર્ણન કરતાં લખે છે કે “ .........મીયાંનમાં છતાં એ ધું. ઘટમાંથી લટકા કરતી પરકીયા જેવી સુવર્ણ અને રત્ન ખચિત હાથાથી દબા બેલી તરવાર... ” આમાં કઈ ઉદાત્ત ક્ષત્રિયવીરની તરવારને “ પરકીયા ” કહેવી એ અનાચિત્ય છે. એક ઠેકાણે લખે છે કે “ ટુંકામાં તે બ્રહ્માસ્ત્રથી નાગ પાશેજ બંધાયો ” અને બીજે ઠામે લખે છે કે જાણે નાગપાશને સાક્ષાત બ્રહ્મવિદ્યાએજ તોડી ” આવું પૂર્વાપર વિરોધવાળું લખ્યું છે એ અનૈચિત્ય છે. એક ઠેકાણે બે જણના ભેટવાના વર્ણનના તરંગે ચઢી અનેક ઉપમાથી તે બેરવાનું વર્ણન કરતાં કવિ ચમત્કાર ચમકાવે છે કે “ આક્ષેપમાં મર્કટના માન મુકાવતાં ” ! કાઈકના ક્રરત્વનું વર્ણન કરતાં, સંસ્કૃત કવિતા અને કથાનો ઉપયોગ કરવાના અતિ પ્રિમમાં તેઓ લખે છે કે “ આમજને તેલની કઢામાં તળતા હિરણ્યકશ્યપુ જેવા. ” હિરણ્યકશિપુએ પ્રહલાદને તેલમાં તળ્યાની વાત નવીજ કપેલી લાગે છે. એજ રીતે ભગવદ્ગીતામાંથી પણ એકાદ ઉતાર્યો કર્યો છે ને તેને કામ એટલે વિષય વૃત્તિના તિરસ્કારયુક્ત વર્ણનના વલણમાં દાખલ કર્યો છે. રામરકોષોડમિનારતે ઈત્યાદિવાક્યમાં જે શબ્દ છે તે માત્ર ઈરછા. નાજ વાચક છે એમ સર્વને જાણવામાં છે એટલે કવિએ એ વાકયથી જે વલણ વાળ્યું છે તે અનુચિત છે. આવાં અનેક ઉદાહરણ મળે તેમ છે પણ તાત્પર્ય એટલું જ છે કે કવિએ પેતાની સ્વાભાવિક શક્તિને આવા કૃત્રિમ નવીનતાના આવેશમાં દોરાઈ બગાડી નાંખી છે.' ભાષાપરત્વે જોઈએ તો એ ગરબડ વધારે જણાય છે. લાંબાં લાંબાં વાક્ય, સમજી ન શકાય તેવા તર્ક, અને ક્લિષ્ટ એટલે બેસાડતાં બહુ કષ્ટ પડે તેવી કલ્પનાઓ, એટલાનું નામ ઉત્તમ લખાણુ કહેવાતું હોય તે આપણે કુસુમાવલીના કતને લગભગ પ્રથમ નંબરે ગણવા પડે. કેઈન એમની રચનામાં દડીનાં વ્યાસસમાસ ઢિઆદિ રીતિઓનું દર્શન થતું' હોય તો તે ભલે Gananailettage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50