પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્ર'થાવલોકન, ૮૭૭ પણુ વાતો અને રાસડાનાં ગપાં વાંચીને બહેર મારેલી બુદ્ધિ આવા ઉપયોગી ગ્રંથ ઉપર બહુ રુચિ કરતી નથી. મતી શાનાં બને છે, કયાં કયાં થાય છે, કેવી રીતે મેળવાય છે, કૃત્રિમ કેવાં થાય છે, કેમ અપાય છે, વિધાય છે, ને તેનું મૂલ્ય શા ઉપર રહે છે, એ આદિ બાબતનું આ પુરતક્રમાં આખી દુનીયાંનાં તે તે સ્થાનના ઇતિહાસ તથા તે તે બાબતના લેખ ઉપરથી ટુંકે વર્ણન આપેલું છે. સેના રૂપાને તજીને મેતીને વાપરવા લાગેલા આ જમાનાને એ પુસ્તકને ઉપયોગ સ્પષ્ટ છે, પરંતુ કેવલ શાસ્ત્રીય વિષય તરીકે પણ તે વાંચવા યોગ્ય છે. પ્રાચીન સરકૃતમાં પણ એવા ગ્રંથે છે જેમાં મોતી, હીરા વગેરેની જાત તથા કીમત વગેરે જાણવાનું સાધન બતાવેલું છે. એ એક ગુટક ગ્રંથ રત્નપરીક્ષા એ નામનો અમારે હાથ થોડા સમયપર આવ્યા હતા. એ બાબત પણુ ગ્રંથકારે વિચારી દાખલ કરી હોત તો તેની તીવ્ર બુદ્ધિ. હાલ તેણે જે અતિ ઉપયોગી વાર્તા આપી છે તેમાં અધિક ઉમેરે કરી શકત. કર્તાના શ્રમ ઘણો છે, અને ભાષા તથા લખવાની સ્પષ્ટતા બહુ સારી છે. | ૯૪-સુભાષિતલહરી-પ્રખ્યાત વેદાંતભટ્ટાચાર્ય ભારતમાતંડશીઘ્ર કવિલાલાજી કૃત કાવ્યાને આ ગ્રંથમાં સંગ્રહ કરી છપાવવાનું કામ કરી પ્રસિદ્ધ કર્તાએ, ગુજરાતી વાચક વર્ગને ઉપકાર કર્યો છે. એ કાવ્ય વિષે કાંઈ બોલવાની જરૂર નથી. પણ પ્રત્યેક ગૃહસ્થ પિતાના પુસ્તકાલયમાં એ ગ્રંથ રાખવા યોગ્ય છે. એ સિવાય કર્મચંદની કઠણાઈ, રા. સા. મહીપતરામ વિયોગ જન્ય કાન્ગિદહન, સતીધમમૃતસ્તોત્ર, દિન્નતિનિરૂપણુ, આર્યવિધવા, વાજસનેયી સંહિતાપનિષત્ ( ભાષાન્તર ) એ પ્રથા પણ મળ્યા છે જેને ઉપકાર સાથે સ્વીકાર કરીએ છીએ. | અકટોમ્બર-૧૮૯૧ - હર્ષ-પારસીઓમાં નીતીન ધારણ–પાશ્ચાત્ય કેળવણી અને સંસર્ગના બલથી જેમનાં મન વિકલ થઈ ગયાં છે ને અમારા સમજવા પ્રમાણે ઉન્માર્ગ પ્રવર્યા છે તેવા લેકને આ એક નવી અજાયબી થઈ પડશે કે પારસીઓમાં પણ ધીમે ધીમે “કુધારે” દાખલ થવાનાં ચિન્હ શુરૂ થયાં છે. કહેવાતો “સુધારો” જ્યારે ગુજરાતના મથક મુંબઈ શહેરમાં જન્મ પામ્યા ત્યારની અર્ધી સદીમાં જે નામે મોખરે આવેલાં હતાં તેમાં એક બે આગેવાનો આપણુ પારસી ભાઈબંધ પણ હતા. અને એમ પણ મનાતું હતું કે ગુજરાતને સુધારાના માર્ગ બતાવનાર ભેમીઓનું માન તેઓને ઘટે છે. એજ કામમાં આજે હવે પાછી વળવાની જરૂર જોવા જેવાં પગલાં ભરાય એ ઘણી ખુશી થવા જેવી વાત છે, અને મી. નસરવાનજીએ જે રીતે પિતાનું કામ બજાવ્યું છે તે માટે તેમને ધન્યવાદ આપીએ છીએ.' સુધારાની વ્યાખ્યા મી. નસરવાનજીએ આપી છે તે જોવા જેવી છે, ખાસ એટલા માટે કે અમે તે શબ્દની જે વ્યાખ્યા આપીએ છીએ તેજ એક સ્વતંત્ર વિચારકે પણ માંની છે. એ એ વ્યાખ્યાની સત્યતાની એક ઉપયોગી સાબીતી છે. તેઓ લખે છે કે સુધારાને નામે ૯૪-પ્રસિદ્ધ કરનાર. રા. રા. કહાનજી ધર્મસિંહ, મુંબઈ નિર્ણયસાગર. કીંમત. ૧-૦-૦ ટપ-લખાનાર નસરવાનજી ફરામજી બીલીમારીઆ. છપાવી પ્રકટ કરનાર “ કેટલાક ગરીબ પારસીએ. ” . Ganan Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50